ચોટલો વાળવાથી થાય આ અદ્ભુત ફાયદાઓ પણ મોટા ભાગની સ્ત્રીઓ આ રહસ્યથી છે અજાણ

જ્યારે નાના હતા ત્યારે માતા કસીને બે ચોટલા વાળી આપતી એ તો બધાને યાદ જ હશે, પણ સમયની સાથે આપણે મોટા થયા ને ચોટલાનું સ્થાન લઈ લીધું ખુલ્લા વાળે. ફેશનની રાહે ચાલતી આજની યુવતીઓને ચોટલો વાળવાનું નથી ગમતું પણ શું તમે જાણો છો કે ચોટલો વાળવાના કેટલા બધા ફાયદા છે

આજની આધુનિક સ્ત્રીઓને ન તો તેલ નાખવું ગમે છે અને ન તો ચોટલો વાળવાનું. સતત ખુલ્લા રહેતા એમના વાળને કારણે એમના વાળ સમય જતાં નિસ્તેજ બની જાય છે અને આ સાથે જ હેર ફોલની સમસ્યા પણ વધતી જાય છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ વાળનો ચોટલો બાંધીને રાખતી પરિણામે તેમના વાળ લાંબા અને મજબૂત રહેતા. ચોટલો વાળવાના ઘણા બધા લાભ છે જેના વિશે કદાચ તમે નહિ જાણતા હોવ, તો ચાલો આજે જાણી લઈએ ચોટલો વાળવાના ફાયદાઓ વિશે

hair braid na fayda

વાળને મળે છે પોષણ

ચોટલો વાળવામાં આવે તો વાળ બંધાયેલા રહે છે જેના કારણે વાળમાં મોઇશ્ચર જળવાઈ રહે છે અને વાળને પોષણ મળે છે..જો તમે તમારા વાળને વધુ પોષણ આપવા માંગતા હોય તો તમે નિયમિત રીતે વાળમાં બદામનું તેલ નાખી હળવા હાથે મસાજ કરો અને પછી ચોટલો વાળી લેવો. ચોટલો વાળવાથી વાળના મૂળિયા સુધી પોષણ  પહોંચે છે એટલુ જ નહીં તમારા વાળને આરામ પણ મળે છે.

ગૂંચની સમસ્યા નથી થતી

વાળ ખુલ્લા રાખવાથી વાળ ખૂબ જ ઝડપથી ગૂંચવાઈ જાય છે અને તૂટવા લાગે છે. એટલું જ નહીં ખુલ્લા વાળમાં ગંદગી અને ધૂળ માટી પણ ઝડપથી ભરાઈ જાય છે, જેના કારણે વાળ નબળા થઈ જાય છે. વાળમાં ડેન્ડ્રફની સમસ્યા પણ વધી જાય છે. પણ જો ચોટલો વાળી રાખવામાં આવવા તો વાળ જલ્દી ગુંચવાતા નથી

hair braid na fayda.

વાળ વધે છે

નાના હતા ત્યારે મમ્મી કે દાદીના મોઢે ઘણીવાર સાંભળ્યું હશે કે ચોટલો વાળવાથી વાળ લાંબા થાય છે પણ તે સમયે આપણે એ વાતોને બહુ કાને નહોતી ધરી. પણ એક સ્ટડી અનુસાર ચોટલો વાળવાથી વાળ ખરેખર લાંબા થાય છે. ચોટલમાં બધા વાળ બંધાયેલા રહે છે જેના કારણે વાળ ઓછા તૂટે છે. અને વાળનો ગ્રોથ પણ વધે છે.

hair braid na fayda.

બે મોઢા વાળા વાળ થાય છે દૂર

જે લોકોના વાળ બે મોઢા વાળા હોય એમને તો ખાસ ચોટલો વાળવો જોઈએ. વાળને ખુલ્લા રાખવાથી વાળને ખૂબ જ ડેમેજ થાય છે અને વાળ નિસ્તેજ બની જાય છે. અને તમારા વાળ બે મોઢા વાળા થઈ જાય છે જેના કારણે તમારા વાળનો ગ્રોથ અટકી જાય છે.જો તમે રોજ ચોટલો વાળો તો આ સમસ્યામાં ઘણી રાહત થાય છે.

સૂતી વખતે નસોને આરામ મળે છે

રાત્રે સૂતી વખતે વાળને બાંધીને કે પછી ચોટલો વાળીને સૂવાથી વાળ તમારા તકીયા સાથે ઓછા ઘસાય  છે..જેના કારણે તમારા માથા અને ઓશિકા વચ્ચે એક આરામદાયક સ્થિતિ રહે છે. જેનાથી માથાની નસોને આરામમળે છે. આ ઉપરાંત માથાનો દુખાવો રહેતો નથી

hair braid na fayda.

ચોટલો વાળવાના ઘણા ફાયદા તો છે જ પણ ચોટલો વાળતી વખતે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે

ચોટલો વાળતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો

-ચોટલો વધુ પડતો ફિટ ન વાળવો જોઈએ.

-જો ખોટી રીતે ચોટલો વાળવામાં આવે તો એની અસર તમારા વાળ અને માથા પર પડે છે, એટલે હંમેશા વ્યવસ્થિત રીતે જ ચોટલો વાળવો જોઈએ.

-વાળ વધુ પડતા ખેંચાઈ એ રીતે ચોટલો ન વાળવો જોઈએ.

આ સિવાય વાળના સારા ગ્રોથ માટે તમે અમુક ઘરેલુ નુસ્ખાઓ પણ અજમાવી શકો છો, જેનાથી તમારા વાળ મજબૂત અને લાંબા થશે.

તો હવે ચોટલો વાળવાથી ક્યાં ક્યાં ફાયદા થાય છે એ તો તમને ખ્યાલ આવી ગયો ને તો હવેથી તમારા વાળને ખુલ્લા રાખવાને બદલે બને ત્યાં સુધી ચોટલો વાળીને જ રાખો. અપેક્ષા છે કે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી સાબિત થશે, તમારા અભિપ્રાય અમને ચોક્કસ જણાવશો.

Leave a Comment