જુના માં જુનો ગેસ સાફ અને ચાલુ થઈ જશે જાણો ગૃહિણીઓ જરૂર વાચે

ગૃહિણીઓ જે રસોડા પર રાજ કરે છે એ રસોડામાં ગેસ સ્ટોવનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે. અને એટલે જ એના પર ગંદગી પણ વધુ જામતી હોય છે. એવામાં ગેસ સ્ટવની સાફ સફાઈ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણીવાર ગેસ સ્ટવ એટલો બધો ગંદો થઈ જાય છે કે તેની ઉપર પડેલો ખોરાક બળી જાય છે. અને આ રીતે ગંદો થયેલો ગેસ સ્ટવ સાફ કરવાનું કામ કઈ સહેલું નથી. આ બળી ગયેલા ગેસ સ્ટવ અને એના બર્નરને સાફ કરવાનું કામ મહેનત માંગી લે તેવું છે.

ઘણીવાર ગેસ સ્ટવ પર ઝીણો ઝીણો કચરો જમા થતો જાય છે અને જ્યારે આપણે ગેસ ચાલુ કરીએ ત્યારે તે સળગી જાય છે અને ગેસ પર વધુ સખત રીતે ચોંટી જાય છે. આ પરિસ્થિતિના કારણે ઘણી તકલીફ પડે છે જેમ કે ગેસ સ્ટવ ધીમો થઈ જાય, ઘણીવાર ગેસ સ્ટવ ચાલુ હોય ને વચ્ચે જ બંધ થઈ જાય છે. જો તમારા રસોડામાં રહેલા ગેસ સ્ટવ સાથે પણ આવું જ થતું હોય તો આજે અમે તમને આ બળી ગયેલા ગેસ સ્ટવને ફટકડીની મદદથી કઈ રીતે સાફ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે એ માટે તમારે શુ કરવાનું છે.

કોલ્ડ ડ્રિન્ક અને ફટકડી

તમને જાણીને નવાઈ લાગી હશે પણ આ એકદમ સાચું છે. સ્ટવ પર જમા થયેલી કલાશને કોલ્ડ ડ્રિન્ક અને ફટકડીની મદદથી દૂર કરી શકાય છે. આમ તો તમે આ ટિપ્સ વિશે સાંભળ્યું જ હશે, અને એને ઉપયોગ કરવાની જુદી જુદી રીતો વિશે પણ જાણતા જ હશો પણ આજે અમે તમને એનો ઉપયોગ કરવાની સૌથી સરળ રીતે જણાવીશુ.

ગેસ સ્ટવને એકદમ ચોખ્ખો કરવા માટે પહેલા એક વાટકી લો અને એમાં અડધી વાટકી કોલ્ડડ્રિન્ક ઉમેરો અને એ પછી આ કોલ્ડ ડ્રિન્કમાં બે ચમચી ફટકડીનો પાઉડર મિક્સ કરી લો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો અને એ બાદ આ મિશ્રણને ગેસ સ્ટવની બોડી પર અને બર્નર પર લગાવી દો અને એ પછી એને 15 મિનિટ સુધી રહેવા દો.

ગેસ સ્ટવના ગંદા થઈ ગયેલા બર્નરને હવે કોલ્ડ ડ્રિંકના પીણાના મિશ્રણમાં મૂકો અને એ બાદ એને બ્રશથી સારી રીતે સાફ કરી લો. આ ઉપાય કરવાથી તમારા ગેસ સ્ટવની બધી જ કાળાશ દૂર થઈ જશે અને તમારો ગેસ એકદમ ચોખ્ખો અને ચમકતો થઈ જશે.

ફટકડીનું પાણી કરશે કામ 

જો તમે ગેસ સાફ કરવામાં વધુ મહેનત નથી કરવા માંગતા તો તમારા માટે અન્ય એક સરળ રીત પણ છે . આ માટે ગરમ પાણીમાં ફટકડી નાખી દેવાની છે અને એ બાદ ફટકડીના આ પાણીનો ઉપયોગ કરો. તમને જણાવી દઈએ કે તમે ગેસ સ્ટવ પર પડી ગયેલા બળવાના નિશાન પણ ફટકડીથી દૂર કરી શકો છો.

આ માટે તમારે ફટકડીના એક બ્લોકને ગરમ પાણીમાં થોડીવાર માટે બોળી રાખવાનો છે અને એ પછી એ પાણીમાંથી ફટકડીના ટુકડાને બહાર કાઢી લો. ત્યાર બાદ આ પાણીથી ગેસ સ્ટવ અને ગેસ સ્ટવની બોળીને સાફ કરો. જો તમારો ગેસ વધુ પડતો જ ગંદો થઈ ગયો હોય તો તમે મીઠું, ફટકડીનો પાઉડર અને ખાવાના સોડાનો ઉપયોગ કરીને પણ એને સાફ કરી શકો છો.

ફટકડી અને લીંબુનો રસ

ગેસના સ્ટવને બળી ગયેલા ભાગને સાફ કરવા માટે ફટકડી સાથે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો કારણ કે સફાઈ માટે લીંબુ ખૂબ જ ફાયદાકારક બની રહે છે, જે થોડીક જ વારમાં ગેસ સ્ટવજી બધી જ ગંદકીને સાફ કરી નાખશે અને તમારે બહુ મહેનત પણ નહીં કરવી પડે.

ફટકડી અને લીંબુના રસને ગેસ સ્ટવ પર ઉપયોગ કરવાં માટે તમારે ફટકડી અને લીંબુના રસનું જાડું સોલ્યુશન બનાવી લેવાનું છે. હવે આ સોલ્યુશનને ગેસના સ્ટવ પર લગાવી લો અને એને 20 મિનિટ સુધી એમ ને એમ રહેવા દો. એ બાદ લીંબુની છાલની મદદથી તમે ગેસ સ્ટવ ઘસો અને એ બાદ ગેસ સ્ટવને પાણીથી ધોઈ લો.

એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ગેસના સ્ટવને સાફ કર્યા પછી તરત જ એનો ઉપયોગ ના કરશો. ગેસ સ્ટવને સાફ કર્યા બાદ એને થોડી વાર સૂકાવા દો તો હવે તમે પણ ફટકડીની મદદથી તમારા ગેસને ચકચકિત ચોક્ક્સથી કરી લેજો અને મિત્રો જો તમને અમે જણાવેલી ટિપ્સ પસંદ આવી હોય તો અમને ચોક્કસથી જણાવજો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

 

1 thought on “જુના માં જુનો ગેસ સાફ અને ચાલુ થઈ જશે જાણો ગૃહિણીઓ જરૂર વાચે”

Leave a Comment