ખજૂર એક પ્રકારનું ડ્રાઈફ્રૂટ છે. ખજૂર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. એ સ્વાદમાં ગળ્યું હોય છે અને એનો કલર ડાર્ક બ્રાઉન હોય છે. ખજૂરમાં વિટામિન, મિનરલ, ફાઇબર અને પ્રોટીન સારા પ્રમાણમાં મળી આવે છે. રોજ થોડા થોડા પ્રમાણમાં ખજુર ખાવાથી શરીરનું ઇમ્યુનિટી લેવલ વધે છે અને શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી. ખજૂર ખાવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે
તો ચાલો આજે જાણી લઈને ખજૂર ખાવાના ફાયદા અને નુકશાન વિશે
ખજૂર ખાવાના ફાયદા
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ખજૂરમાં વિટામિન Aનું સારું પ્રમાણ હોય છે. શરીરની ઇમ્યુનિટી વધારવા આજે ખજૂરનું સેવન શરૂ કરી દો. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એમને ઇન્ફેક્શન કે બીમારી થવાનું જોખમ વધી જાય છે. જે લોકો ઘડીએ ઘડીએ બીમાર પડે છે એમને નિયમિત રૂપે ખજૂરનું સેવન કરવું જોઈએ કારણ કે એ માણસની રોગપ્રતિકારક શક્તિને વધારે છે
શરીરની નબળાઈને દૂર કરે છે
જે લોકોને હંમેશા થાક લાગતો હોય કે પછી જેનું શરીર નબળું હોય એમને રાત્રે સુતા પહેલા દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવું જોઈએ. ખજૂર અને દૂધનું સાથે સેવન કરવાથી શરીરમાં નબળાઈની સમસ્યા દૂર થશે. સાથે જ શરીરની માંસપેશીઓને પણ મજબૂત કરે છે. જો તમને પણ શરીર દુખતું હોય, માંસપેશીઓમાં દુખાવો રહેતો હોય તો તમારે પણ નિયમિત રીતે ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરનું સેવન કરવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શરીરને તાકાત મળે છે
જૂની કબજિયાત દૂર થાય છે
ખજૂર ખાવાથી પાચનક્રિયા સુધરે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે એમને ખજૂર ખાવું જોઈએ. જે લોકોનું પેટ સાફ નથી થતું અને એમને હંમેશા કબજિયાત રહે છે, એમને સવારે ખાલી પેટ 4 થી 5 ખજૂરનું સેવન કરવું જોઈએ. એ પેટ અને આંતરડાની ગંદગીને સાફ કરે છે અને પેટ સાફ રાખે છે
શરીરમાં લોહી વધે છે
ખજૂરમાં સારા એવા પ્રમાણમાં આયર્ન નામનું તત્વ હોય છે. આપણા શરીરમાં આયર્ન હોવું ખૂબ જ જરૂરી છે જે આપણા શરીરમાં લોહી બનાવે છે. તેથી જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે રોજ સવારે ચારથી પાંચ ખજૂરની પેશી ખાવી જોઈએ. ખજૂર ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે.
આંખો માટે પણ ફાયદાકારક
ખજૂરમાં ઘણા બધા વિટામિન રહેલા છે. તેમાં વિટામિન નામનું પણ તત્વ હોય છે જે આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આંખો માટે ખજૂર ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેથી આંખોની રોશની જળવાઈ રહે એ માટે ખજૂરનું સેવન કરવું જરૂરી છે.
હાડકાંને મજબૂત રાખે છે
ખજૂરમાં ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં રહેલું છે જે આપણા શરીરમાં હાડકાની મજબૂતી માટે ખૂબ જ મહત્વનું છે. જે લોકોના હાથ-પગમાં દુખાવો રહે છે, તેમણે ખજૂરનું સેવન કરવું જોઈએ, તેનાથી શરીરના હાડકા મજબૂત થાય છે અને દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.
વજન વધારવા માટે ઉપયોગી
ઘણા લોકો ખૂબ જ પાતળા હોય છે. અને આ કારણે તેઓ શરમ અનુભવે છે. ખજૂર વજન વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તેઓ ત્રણ અઠવાડિયા સુધી રોક દૂધમાં ખજૂર નાખીને પીશે તો તેમનું વજન સરળતાથી વધી જશે.
ત્વચા સાફ થાય છે
ખજૂર ખાવાથી ચહેરા પર કરચલીઓ પડતી નથી અને ચહેરાની સ્કિન એકદમ ટાઈટ રહે છે. રોજ ખજૂર ખાવાથી આપણો ચહેરો સ્વસ્થ રહે છે. ખજૂર ખાવાથી ચહેરાને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો તમારે તમારી ત્વચાને ગોરી કરવી હોય તો તમારે ખજૂરનું સેવન કરવું પડશે.
હૃદયને સ્વસ્થ રાખે છે
તમે જો દરરોજ ખજૂરનું સેવન કરો છો તો શરીરમાં કોલેસ્ટ્રોલ જમા થતું નથી. જે લોકોને હૃદયની બીમારી હોય તે લોકોએ રોજ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં બિલકુલ કોલેસ્ટેરોલ હોતું નથી. આથી ખજૂર ખાવાથી હૃદય એકદમ સ્વસ્થ રહે છે.
ખજૂરનું સેવન કેવી રીતે કરવું અને ખજૂરનો ઉપયોગ કેવી રીતે કરવો
ખજૂરને ખાવાની ઘણી રીત છે. તમે ખજૂર સીધા ખાઈ શકો છો કે પછી તેને દહીંમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. તમે ખજૂરને દૂધ સાથે પણ ખાઈ શકો છો . આ ઉપરાંત ખજૂરની ખીર પણ બનાવી શકાય છે. આ ઉપરાંત મિલ્કશેક પણ બનાવી શકાય છે
ખજૂર ખાવાના નુકશાન :
વધુ પડતું ખજૂર ખાવાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે અને તમને ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.
ખજૂર ખૂબ જ ગળ્યું હોય છે એટલે એનું વધુ પડતું સેવન સુગરની બીમારીને નોતરે છે.
નાના બાળકોને ખજૂર ન આપવું કારણ કે નાના બાળકોને આંતરડા એટલા વિકસિત હોતા નથી અને ખજૂર ખાવાથી એમના આંતરડાંને નુકશાન થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે