ડેન્ગ્યુ અને ચિકનગુનિયા શા માટે વધી રહ્યો છે કેવી રીતે બચી શકાય જાણો વિગતવાર માહિતી

છેલ્લા થોડાક સમયથી દેશમાં ચિકનગુનિયા અને ડેંગ્યુના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચોમાસામાં મોટાભાગે આ પ્રકારના રોગનો વધુ ફેલાવો થતો જોવા મળે છે. નાના બાળકોથી લઈને ઘરના વડીલો સુધીને આ ગંભીર રોગો એની ઝપેટમાં લઈ લે છે. જેને પરિણામે આખેઆખો પરિવાર હેરાન પરેશાન થઈ જાય છે.

જો તમે થોડી કાળજી રાખો તો તમે તમારા પરિવારના બાળકો અને વડીલોને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગથી દૂર રાખી શકો છો. થોડાક એવા ઉપાયો જેને અજમાવીને તમે આ ગંભીર બીમારીઓને પોતાના પરિવારથી માઈલો દૂર ભગાડી શકો છો. તો ચાલો આજે જાણી લઈએ એવા જ કેટલાક ઉપાયો વિશે.
ડેન્ગ્યુ મચ્છરથી ફેલાતો રોગ છે, પણ તે ચેપી નથી. ડેન્ગ્યુના દર્દીઓને ઘણા લક્ષણો દેખાય છે જેમ કે

dengue-ane-chikungunya-thi-bach-vano-upay

ચિકનગુનિયા અને ડેંગ્યુના લક્ષણો

ઠંડી લાગવી
વધારે પડતો તાવ
વારંવાર ચક્કર આવવા
બીપી લો થઈ જવું
માથું દુઃખવું વગેરે
ડેન્ગ્યુ સામેના ઉપાયો

ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બચવાના ઉપાયો

પપૈયાના પાનનોરસ: ડેન્ગ્યુ  દર્દીઓ માટે પપૈયાના પાનનો રસ અકસીર સાબીત થાય છે.પપૈયાના પાનને ધોઈ લો અને ત્યારબાદ એને પીસી લો, એ પછી ગાળી લો અને આ રસને દિવસમાં બે વાર પીઓ, આ રસથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

dengue-ane-chikungunya-thi-bach-vano-upay

હર્બલ ટી
ડેન્ગ્યુના દર્દીઓએ દિવસમાં બે ત્રણ વાર હર્બલ ટી લેવી જોઈએ, હર્બલ ટી શરીરના હાનિકારક તત્વોનો નાશ કરે છે તેમજ તમારી ઇમ્યુનિટી પણ વધારે છે

જુવારનો રસ:

ડેંગ્યુની સારવારમાં જુવારનો રસ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, તે તમારા બ્લડમાં પ્લેટલેટ કાઉન્ટમાં વધારો કરે છે. જુવારના રસને તમે દિવસમાં 2 થી 3 વાર લઈ શકો છો.

dengue-ane-chikungunya-thi-bach-vano-upay

બકરીનું દૂધ:
બકરીનું દૂધ પીવાથી ડેંગ્યુનો તાવ ઉતરી જાય છે તેમજ આ દૂધ શરીરમાં રહેલી લોહીની ઉણપને પણ દૂર કરશે

મેથીના પાન:
મેથીના પાનને થોડા કલાક પાણીમાં પલાળી રાખો, ત્યારબાદ આ પાણીને પી જાઓ, આવું કરવાથી ડેંગ્યુનો તાવ ઉતરી જશે. જો તમે સૂકી મેથીનો પાઉડર બનાવી તેનો ઉપયોગ કરવા માંગતા હોવ તો એ પણ કરી શકો છો.

આ તો વાત થઈ ડેંગ્યુની પણ હાલના સમયમાં ચિકનગુનિયા પણ ડેન્ગ્યુ જેટલો જ ખતરનારક સાબિત થયો છે. એને નાથવા માટે પણ તમે કેટલાક ઘરેલુ ઉપચાર અપનાવી શકો છો, તો ચાલો જાણી લઈએ.

ચિકનગુનિયા મચ્છરથી ફેલાતો રોગ છે, સામાન્ય રીતે ચિકનગુનિયાનું મચ્છર કરડે એ પછી 12 દિવસે ચિકનગુનિયાનો રોગ તમારા શરીર પર દેખા દે છે. ઝીણો તાવ અને આખું શરીર જકડાઈ જવું એ એના સામાન્ય લક્ષણો છે, ડૉક્ટરોનું પણ માનવું છે કે આ રોગમાં તમે કેટલાક ઘરેલુ ઉપાય કરો તો એ જલ્દી મટે છે. તો ચાલો જોઈ લઈએ કેટલાક ઘરેલુ ઉપાયો વિશે

dengue-ane-chikungunya-thi-bach-vano-upay

દ્રાક્ષ અને ગાયનું દૂધ:
દ્રાક્ષને ગાયના થોડા ગરમ દૂધ સાથે લેવાથી ચિકનગુનિયાનો વાયરસ મરી જાય છે.

તુલસીના પાન:
ચિકનગુનિયાથી છુટકારો મેળવવા માટે તુલસીના પાંનનો ઉકાળો બનાવી તેનું સેવન કરો, એનાથી ચિકનગુનિયાના વાયરસ નાશ પામે છે.

શુદ્ધ ઘી:
ચિકનગુનિયાના રોગમાં શરીર પર ચાઠા જોવા મળે છે, જો આ ચાઠામાં બળતરા થતી હોય તો શુદ્ધ ઘીનો લેપ લગાવવો, આ લેપથી રાહત મળશે..

dengue-ane-chikungunya-thi-bach-vano-upay

ગાજર:
ગાજરને કાચે કાચા ચાવીને ખાવાથી ચિકનગુનિયા મટવામાં ઘણો ફાયદો થાય છે.

સુંઠનો પાઉડર:
એક ગ્રામ સુંઠનો પાઉડર દિવસમાં ત્રણ વાર લેવામાં આવે તો ચિકનગુનિયામાં ફાયદાકારક સાબિત થાય છે.

આ ઉપરાંત ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગથી દૂર રહેવા નીચેની બાબતોની કાળજી રાખો

chikungunya

– આ બન્ને રોગના મચ્છર પાણીમાં ઉતપન્ન થાય છે એટલે તમારા ઘરમાં કે ઘરની આસપાસ પાણીનો ભરાવા ન  દો

– મચ્છરનો ત્રાસ ખૂબ જ વધી ગયો હોય તો લીમડાના પાનમાં કપૂર નાખીને તેની ધૂણી આખા ઘરમાં કરો.

– બહાર જાવ ત્યારે આખી બાઈના જ કપડાં પહેરો

– અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર કુલરના પાણીને બદલો
– પાણીની ટાંકી હોય તો એનું ઢાંકણું ફિટ બંધ કરો
– રાત્રે સૂતી વખતે મચ્છરથી બચવાની ક્રીમ કે પછી મચ્છરદાનીનો ઉપયોગ કરો.
– બાથરૂમને બને ત્યાં સુધી કોરું રાખો

ઉપરોક્ત ઉપાયો અજમાવીને તમે પણ તમારા ઘર પરિવારમાં બાળકો અને વડીલોને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ખતરનાક રોગો સામે રક્ષણ આપી શકો છો. આશા છે અમે આપેલી વિગતો તમને તમારા રોજિંદા જીવનમાં લાભદાયી સાબિત થશે

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

Leave a Comment