વાસી રોટલી ખાવાથી થાય છે આટલા ફાયદા જાણીને તમે ચોંકી જશો

કેમ છો? આપણા દરેકના ઘરમાં એવું બનતું હોય કે જમવાનું વધારે બની જાય. ઘણીવાર આપણા ઘરની માતાઓ અને ભાભીઓ રોટલી વધારે બનાવી દેતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ રોટલી કે જે તેઓ વધારે બનાવતા હોય છે એ રોટલી તેઓ બીજા દિવસે સવારમાં જયારે નાસ્તો કરવાનો સમય ના હોય ત્યારે ફટાફટ તે બે થી ત્રણ બટકા આ વધેલી રોટલી અને સાથે થોડું દૂધ લઇ લેતી હોય છે. અને આપણા માતા અને ઘરની મહિલાઓ વધારે બીમાર નથી થતી એનું એક કારણ એ પણ છે કે તેઓ વાસી રોટલી દૂધ સાથે ખાતા હોય છે. 

મોટાભાગના લોકો વાસી રોટલી ખાવી પસંદ નહી કરે પણ જો તે વાસી છે એ વાતને આપણે ઇગ્નોર કરીએ તો તમે એ જરૂર ખાશો. ઘઉંના લોટથી બનાવવામાં આવેલ રોટલી એ વાસી થતા જ વધુ ફાયદાકારક થઇ જાય છે. પણ તમને જણાવી દઈએ કે તે એક કે બે દિવસની વાસી હોય તો જ એનાથી વધારે દિવસની વાસી રોટલી ખાવી નહિ. અમુક સીઝનમાં ખાસ ધ્યાન રાખવું જો ભેજને કારણે કોઈવાર રોટલીના ડબ્બામાં રહેલ રોટલી પર ફૂગ આવી જાય છે તો તમારે એ રોટલી ખાવી જોઈએ નહિ. 

vashi-rotli-khavana-fayda

તમારા માંથી ઘણા એવા લોકો હશે જે પડેલી રોટલી ખાતા હશે નહિ. તમે પણ કદાચ એ રોટલી કચરામાં જવા દેતા હશો અથવા તો ગાયને ખવડાવી દેતા હશો તો તમને જણાવી દઈએ કે તમારે હવે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ. તેના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા છે આજે અમે તમને જણાવીશું વાસી રોટલી ખાવાના ફાયદા અને તેને કેવી રીતે ખાવી જોઈએ. તો ચાલો ફટાફટ જાણી લઈએ.

વાસી રોટલી ખાવાના ફાયદા

1 શરીરની કોઈપણ બીમારી થવાની શરૂઆત પેટથી જ થાય છે. પેટ સાથે જોડાયેલ બીમારી જેવી કે કબજિયાત, ગેસ, એસીડીટી અને અપચો એવી ઘણી બીમારીમાં તમને રાહત આપશે. વાસી રોટલી ખાવાથી પેટ સંબંધિત કોઈ પણ બીમારીથી તમે ભવિષ્યમાં પણ હેરાન થશો નહિ. આ લેખ અંત સુધી વાંચજો આ વાસી રોટલી કેવી રીતે ખાવી એ તમને જણાવીશું.

2.વાસી રોટલીના નિયમિત ઉપયોગથી તમે ડાયાબિટીસ અને સાથે સાથે બીપી પણ કંટ્રોલમાં રાખી શકો છો. રોટલી વાસી થાય છે ત્યારે તેમાં અમુક સ્વસથયવર્ધક બેક્ટિરિયા આવી જતા હોય છે જે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ યોગ્ય રાખે છે. એટલે હવે તમને જે અચાનક ડાયાબિટીસ વધવાનો કે ઘટવાનો પ્રોબ્લેમ થાય છે તો તેમાંથી તમને મુક્તિ મળશે.

ડાયાબિટીસ

3. વાસી રોટલી ખાવાના નામથી તમને ભલે ઈચ્છા ના થતી હોય એ વાસી રોટલી ખાવાનું પણ તમને જણાવી દઈએ કે વાસી રોટલી ખાવાથી તમારા શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. હાલમાં ચાલી રહેલ ડેન્ગ્યુ કે કોરોના કે પછી નોર્મલ તાવ જેવી પરિસ્થિતિ બહુ ઓછી તમને થશે. એટલે વાસી રોટલી તમારે જરૂર ખાવી જોઈએ. આ સિવાય ઉનાળામાં જયારે વધારે ગરમીના લીધે હિટ સ્ટ્રીક થાય છે એવી કોઈ તકલીફ તમને થશે નહિ.

4. ઘણા લોકો હશે જે પોતાનું વજન ઘટાડવા માંગતા હશે પણ તેની સામે ઘણા એવા પણ લોકો હોય છે જેઓ પોતાનું વજન વધારવા માંગતા હોય છે ઘણા પ્રયત્ન પછી પણ વજન વધતું નથી. તો તમને જણાવી દઈએ કે જો તમે વજન વધારવા માંગો છો તો તમારે વાસી રોટલી ખાવી જોઈએ. આમ વજન વધારાની સાથે તમે તમારા હાડકા પણ મજબૂત કરી શકશો અને તમારું શરીર એનર્જીથી ભરપૂર રહેશે.

5. પેટ સંબંધિત કોઈપણ મુશ્કેલી દૂર કરવા માટે તમારે રાત્રે રોટલીને ઠંડા દૂધમાં પલાળવી અને 10 મિનિટ પછી તેને ખાવી. આ ઉપાય કરવાથી પેટ સંબંધિત બધી તકલીફ દૂર થઇ જશે.

vashi-rotli-khavana-fayda

હવે તમને જણાવી દઈએ કે તમારે વાસી રોટલી કેવીરીતે ખાવાની છે. સવારમાં ઉઠીને જ વાસી રોટલીનું સેવન કરવું જોઈએ તેની માટે તમારે ઠંડા દૂધમાં રોટલી પલાળી દેવાની છે. પછી તેને 10 મિનિટ માટે મૂકી દો. આમ કરશો અને પછી તેનું સેવન કરશો તો તમને ઉપર જણાવેલ બધા ફાયદા થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment