ડાયાબિટીસ સંબંધી બીમારીઓનો એક સમૂહ છે. જેમાં લાંબા સમય સુધી ઉચ્ચ રક્ત શર્કરા નું સ્તર હોય છે. ઉચ્ચ રક્ત શર્કરાના લક્ષણોમાં વારેવારે પેશાબ આવવો, વારંવાર તરસ લાગવી અને ભૂખ માં વૃદ્ધિ થવી આ હોય છે. જો ઉપચાર કરવામાં ન આવે તો ડાયાબિટીસ ઘણી જટિલ સમસ્યાઓનું કારણ બને છે. ડાયાબિટીસના કારણે વ્યક્તિ નું સ્વાદુપિંડ પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન નું ઉત્પાદન નથી કરતું અથવા તો શરીરની કોશિકાઓ ઇન્સ્યુલિનને વ્યવસ્થિત પ્રકારથી પ્રતિક્રિયા નથી આપતી. આજે આપડે ડાયાબિટીસની દવા વેસે જાણી છું.
ડાયાબિટીસ થવાના લક્ષણો
ગ્લુકોઝને અન્ય કોશિકાઓ સુધી પહોંચાડવાનું કામ ઈન્સ્યુલીનનું હોય છે, અને ડાયાબિટીસના રોગીઓના શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ અથવા ઓછું થઈ જાય છે. આ કારણથી શરીરમાં ગ્લુકોઝ અથવા શર્કરા ની માત્રા વધી જાય છે. આજના સમયમાં તો ડાયાબિટીસ થવું એક સામાન્ય વાત છે. ફક્ત વધુ ઉંમર વાળા માં જ નહીં પરંતુ આજના સમયમાં તો બાળકો પણ ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે.
એક સમય હતો જ્યારે 40 – 50 વર્ષની ઉંમર પછી ડાયાબિટીસ જેવી બીમારીઓ થતી હતી, પરંતુ હવે અયોગ્ય જીવનશૈલી અને લાઈફ સ્ટાઈલના કારણે નાના બાળકો પણ આની ઝપેટમાં આવી રહ્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર આજના સમયમાં પુરા વિશ્વમાં લગભગ 350 મિલિયન લોકો આ બીમારીથી પીડાઈ છે, અને આવનારા વર્ષોમાં આ સંખ્યા બે ગણી વધી જશે.
આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ દિવસ મનાવવામાં આવે છે કારણકે લોકોમાં આ માટેની જાગૃતતા વધે. આ રોગ કોઈ કીટાણુ ના કારણે નથી થતો. મનુષ્ય ઊર્જા મેળવવા માટે ભોજન કરે છે. આ ભોજન સ્ટાર્ચ માં બદલાય છે. ત્યાર પછી સ્ટાર્ચ ગ્લુકોઝમાં બદલાય છે. જેને બધી કોશિકાઓ સુધી પહોંચાડવામાં આવે છે અને શરીરને ઊર્જા મળે છે.
ડાયાબિટીસ માટે આયુર્વેદિક ઉપચાર
ઉચિત ખાનપાન અને જીવનશૈલીની સાથે કેટલાક ઘરેલુ ઉપચાર અપનાવીને નિશ્ચિત રૂપથી લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત રાખી શકાય છે. યોગ્ય આહાર અને યોગ્ય જીવનશૈલી નું પાલન કરીને ડાયાબિટીસ ના લક્ષણો અને એની જટિલતા થી બચી શકાય છે.
શાકભાજીમાં કારેલા, કાકડી, ટામેટા, સરગવો દૂધી, તુરીયા, પાલક મેથી, કોબીજ આ બધા શાકભાજી ખાવા જોઈએ. બટેટા અને શકરીયાનું સેવન ઓછું કરવું જોઈએ.
ડાયાબિટીસ ની આયુર્વેદિક દવા ડાયાબિટીસ માટે ઘરેલું ઉપચાર
ડાયાબિટીસની દવા:
તુલસી:- તુલસીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ અને જરૂરી તત્વો શરીરમાં ઇન્સ્યુલિન જમા કરવા વાળી અને છોડવા વાળી કોશિકાઓને ઠીકથી કામ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના રોગીએ સવારે ખાલી પેટ તુલસીનાં ચાર-પાંચ પાન ખાવા જોઈએ.
ગરમાળો :- ગરમાળાના થોડા પાણીમાં ધોઇને તેનો રસ કાઢીને એનો ¼ કપ રસ પ્રતિદિન ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે.
કારેલાનો જ્યુસ:- કારેલાનો જ્યુસ શર્કરા ની માત્રાને ઓછી કરે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવા માટે કારેલાના રસનું નિયમિત સેવન કરવું જોઈએ.
વરીયાળી:- રોજ જમ્યા બાદ નિયમિત વરિયાળીનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
એ સિવાય સવારે ખાલી પેટે કાકડી ટામેટા અને કારેલાનું મિક્સ જ્યુસ બનાવીને પીવો જોઇએ.
અળસીના બીજ:- સવારે ખાલી પેટે અળસીનું ચૂરણ ગરમ પાણી સાથે નિયમિત લેવું જોઈએ. અળસીમાં પ્રચુર માત્રામાં ફાઇબર મળે છે. અળસીના બીજ ડાયાબિટીસના દર્દીઓના ભોજન પછી ના સુગરને 28 ટકા ઘટાડે છે.
મેથી:- મેથી દાણાને ૧ ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દો, સવારે ઉઠીને ખાલી પેટે આ પાણી પીવું અને મેથી દાણાને ચાવીને ખાઈ લેવા. આનો નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
ઘઉં:- ઘઉંના જ્વારાનો અડધો કપ તાજો રસ સવાર-સાંજ નિયમિત સેવન કરવાથી પણ રાહત મળે છે.
જાંબુ:- જાંબુના ફળ પર સંચળ લગાવીને ખાવાથી લોહીમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે.
ઈલાયચી:- લોહીમાં શુગરના સ્તરને ઓછું રાખવા માટે એક મહિના સુધી રોજના આહારમાં નિયમિત એક ગ્રામ ઈલાયચી નો ઉપયોગ કરવો.
આમળા નો રસ:- દસ મિલિગ્રામ આમળાનું જ્યુસ બે ગ્રામ હળદર પાઉડર મિક્સ કરીને દિવસમાં બેવાર સેવન કરવું.આમળાના રસને ડાયાબિટીસની દવા તરીકે લઇ સક્યે.
ગ્રીન ટી:- ગ્રીન ટ્રીમાં પોલીફીનોલ્સ હોય છે. આ શુગરની માત્રાને ઓછું કરવા વાળા હાઇપોગ્લિસેમિક તત્વ હોય છે. આનાથી બ્લડ શુગરને મુક્ત કરવામાં સહાયતા મળે છે આ બધી ઇન્સ્યુલિન વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે છે.
લીમડો:- લીમડાના પાન શિરાઓ અને ધમનીઓ માં રક્ત પ્રવાહને વ્યવસ્થિત રીતે ચલાવે છે અને સુગર નિયંત્રિત કરવાવાળી દવાઓ પર નિર્ભર રહેવાથી પણ બચાવે છે. લીમડાના પાનનો જ્યૂસ રોજ સવારે ખાલી પેટે જ પીવો જોઇએ.
આ પણ વાંચો
જ્યારે ડાયાબિટીસ ના લક્ષણો મહેસૂસ થાય ત્યારે ડોક્ટર પાસે જવામાં વાર લગાડવી જોઈએ નહીં. ડોક્ટર ટેસ્ટ કરવાનું કહીને રીપોર્ટ આવવા પર વ્યવસ્થિત ઈલાજ કરે છે.
અમે જણાવેલા ઉપાયો અજમાવીને તમે પણ ડાયાબીટીસમાં કંટ્રોલ કરી શકો છો, એટલે આ ઉપાયો ચોક્કસથી અજમાવી જોજો. આશા છે અમે જણાવેલી માહિતી તમે રોજિંદા જીવનમાં ઉપયોગી સાબિત થશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.