એલચી ના ફાયદા એલચી ખાવાથી થાય છે અનેક બિમારી દુર જાણો

એલચી ના ફાયદા પ્રાચીનકાળથી વપરાતી એવી સુગંધીદાર એલચીના અનેક ગુણ છે. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી મુખવાસ તરીકે થતો આવ્યો છે. મસાલાઓમાં ઔષધ તરીકે તેનો ઉપયોગ થાય છે. કોઈ પણ વાનગી કે મીઠાઈમાં સુગંધ લાવવા માટે એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાનમાં પણ એલચી નાખવામાં આવે છે.

એલચીમાં વિટામીન બી, આયર્ન, વિટામિન સી, નિયાસિન જેવા આવશ્યક વિટામિન તત્વો રહેલા છે. એલચી લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારો કરે છે. તે એનિમિયા સામે પણ રક્ષણ આપે છે.

એલચી ના ફાયદા 

મોઢામાં લાળ દુર્ગંધ દુર કરવા માટે 

ઘણા લોકોને મોઢામાં લાળ વધારે ઉત્પન્ન થવાને કારણે ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે. તે ઉપરાંત પાન, મસાલા, ધૂમ્રપાન કરતા હોવાના કારણે પણ વ્યક્તિને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. જે વ્યક્તિને મોઢામાં ખૂબ વધારે તીવ્ર દુર્ગંધ આવતી હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમને મોઢામાં રાખવાથી તમામ પ્રકારની દુર્ગંધ દૂર થઈ જાય છે.

હ્રદય રોગ 

આ ઉપરાંત હાયપરટેન્શન થી પીડાતા લોકો માટે એલચી વાળુ દૂધ ખૂબ જ ફાયદાકારક છે. એલચી ખાવાથી હ્રદય રોગના હુમલામાં અને સ્ટ્રોકમાં રક્ષણ મળે છે. કોઈપણ વ્યક્તિને શ્વાસને લગતી બીમારી હોય તો એ અવસ્થામાં હોય તો તેને નિયમિત એલચીનું સેવન કરવું જોઈએ. એલચીનું સેવન કરવાના કારણે રક્તનું ફેફસામાં પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

elchi na fayda

બ્લડ પ્રેશર 

માં માત્રામાં પોટેશિયમ મેગ્નેશિયમ જેવાં ખનીજ તત્વો રહેલા છે. પોટેશિયમ શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.મોટાભાગના લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે.  જે નિયમિત રીતે ત્રણ કે ચાર ઇલાયચીનું સેવન કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. કાળી એલચી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે. તેમાં રહેલું મેંગેનીઝ વધારે પ્રમાણમાં રક્ત અને બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખે છે. એલચી અને દૂધ ગરમ પાણી સાથે લેવામાં આવે તો સંધિવા અને માથાના દુખાવામાં રાહત મળે છે. એક કપ દુધ અથવા એલચીવાળી ચા પીવાથી પણ રક્તપ્રવાહમાં સુધારો થાય છે.

કફ

આયુર્વેદમાં એલચીને એક ગરમ મસાલા તરીકે ગણવામાં આવે છે. જે શરીરની અંદરની ગરમી આપે છે, અને કફને બહાર કાઢીને ફરીથી કફને છાતી માં જમા થવા દેતી નથી.

ગેસ, કબજિયાત, એસિડિટી

ઉપરાંત એલચીનું સેવન કરવાના બીજા પણ અનેક ફાયદા છે. એનું સેવન કરવાથી ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદો થાય છે. પેટને લગતી અને સમસ્યાઓમાં એલચીનું સેવન કરવાથી છુટકારો મળે છે. ખાસ કરીને કબજિયાતની સમસ્યા માટે રાહત પ્રાપ્ત થાય છે. ઉપરાંત એલચીમાં પલાળેલું પાણી પીવાથી પણ સ્વાસ્થ્યની ઘણી બધી બીમારીઓ સામે રક્ષણ મળે છે. તે ઉપરાંત વજન ઘટાડવા માટે પણ એલચીનું પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

રાત્રે સૂતા પહેલાં પુરુષોએ ઈલાયચી નિયમિત ખાવી જોઈએ. નિયમિત ઈલાયચી ખાવાથી પુરુષોમાં નપુંસકતા દૂર થાય છે. કારણ કે, એલચી જાતીય સ્વાસ્થ્યને સુધારે છે. એને પાણી અથવા દૂધ સાથે લઈ શકો છો ગરમ પાણી સાથે એલચી ખાવામાં આવે તો ઊંઘ સારી આવે છે. ઉપરાંત નસકોરા ની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

ઈલાયચી એ ખૂબ સારું માઉથ ફ્રેશનર છે. તેને ખાવાથી મ્હોની દુર્ગંધ દૂર થાય છે. જો તમારા મ્હોંમાંથી વધારે પડતી દુર્ગંધ આવતી હોય તો તમારે દરેક સમયે મ્હોંમાં એક ઈલાયચી રાખવી જોઈએ.

ગળામાં ઈન્ફેક્શન 

જો ગળામાં ઈન્ફેક્શનની તકલીફ હોય તો પણ ઈલાયચીનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી ગળાને લગતી તકલીફમાં રાહત મળે છે.

ઈલાયચીના રાસાયણિક ગુણ શરીરમાં રહેલા ફ્રી-રેડિકલ અને બીજા ઝેરીલા તત્વોને દૂર કરવામાં મદદગાર હોય છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે.

કહેવાય છે કે જે લોકોને ખીલની સમસ્યા હોય તેમણે લોકોએ રોજ રાત્રે ઈલાયચીનું સેવન કરવુ જોઈએ. સૂતા પહેલા ગરમ પાણીની સાથે એક ઈલાયચી ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે.

કેટલાક લોકોને હંમેશા પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યાથી બચવા માટે સવારે ખાલી પેટે એક ચમચી હુંફાળા પાણી સાથે ઈલાયચી ખાવી. આ ઉપાય નિયમિત કરવાથી તમને પેટની સમસ્યાથી રાહત મળશે.

કેટલાક લોકોને વધુ કામ કર્યા પછી પણ રાત્રે ઉંઘ નથી આવતી. સૂવા માટે કેટલાક લોકો દવાઓ લેતા હોય છે. જેના કારણે તેના શરીર પર ખરાબ અસર પડે છે. કુદરતી રીતે ઉંઘ લેવા માટે રોજ રાતે સૂતા પહેલા ઈલાયચીને ગરમ પાણીની સાથે ખાવી. તેનાથી ઉંઘ સારી આવશે.

રોજ તેનો ઉકાળો બનાવીને પીવાથી માનસિક તણાવને દૂર કરી શકાય છે. તેનો ઉકાળો બનાવવા માટે ઈલાયચી પાવડરને પાણીમાં ઉકાળો. હવે ઉકાળામાં થોડું મધ મિક્સ કરીને પીવું. થોડાક દિવસ પીવાથી તમને રાહત મળશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આજે અમે એલચીના વિશેષ એલચી ના ફાયદા ની જાણકારી તમારા સુધી પહોંચાડી, અમને આશા છે આ ઉપાય તમને જરૂરથી પસંદ આવશે સાથે ઉપયોગી પણ થશે.

Leave a Comment