આપણે જાણીએ છીએ કે દૂધમાં વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ થી ભરપૂર છે. દૂધના નિયમિત સેવનથી માંસપેશીઓનો વિકાસ થાય છે. હાડકા અને દાંત મજબૂત બને છે, સાથે અનેક ગંભીર બીમારીનો ભય પણ ઘટે છે, પણ ઘણા ઓછા લોકો એ જાણે છે કે, દૂધનો ઉપયોગ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ત્વચાને ચમકદાર અને સુંદર બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે તો, ચાલો આપણે જાણીએ કે ત્વચાને સુંદર અને સ્વસ્થ રાખવા માટે દૂધનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ.
દૂધ અને ચણાના લોટનો ફેસપેક
ફેસપેક બનાવવા માટેની સામગ્રી – 2 ચમચી ચણા નો લોટ, 2 ચમચી કાચું દૂધ, 1 ચમચી હળદર પાવડર અને ગુલાબ જળ ના થોડા ટીપા.
બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી નાખીને, સરખી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવવી. ત્યાર બાદ તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન ના ભાગ પર સરખી રીતે લગાવવું. જ્યારે એ પેસ્ટ સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લેવું. અઠવાડિયામાં એકવાર આ ફેસપેક લગાવવાથી ત્વચામાં ચમક આવે છે.
દૂધ હળદર નો ફેસપેક
ફેસપેક બનાવવા માટેની સામગ્રી – 1/2 ચમચી હળદર પાઉડર, થોડું કાચું દૂધ, બે ટીપા લીંબુનો રસ.
ફેસપેક બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં દૂધ હળદર અને લીંબૂનો રસ મિક્ષ કરીને પેસ્ટ બનાવવી. ત્યાર પછી તે પેસ્ટને ચહેરા પર લગાવી પંદર મિનિટ સુધી રહેવા દેવું. ત્યાર પછી પાણીથી ધોઈ લેવું. અઠવાડિયામાં એકવાર આ પેકનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ચહેરા પર ચમક આવે છે અને ત્વચાની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે.
દૂધ અને મુલ્તાની માટીનો ફેસપેક
ફેસપેક બનાવવા માટેની સામગ્રી – એક ચમચી મુલતાની માટી જરૂર પ્રમાણે કાચું દૂધ.
ફેસપેક બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને, પેસ્ટ બનાવી લેવી. ત્યારપછી ફેસપેક તૈયાર કરીને ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવવું. એને 10 થી 12 મિનીટ સુધી રહેવા દેવું. ત્યારબાદ પાણીથી ધોઈ લેવું. આ ઉપાય 15 દિવસમાં એકવાર જરૂરથી કરવો જોઈએ. આ ઉપાય કરવાથી થોડા સમયમાં ચહેરા પર ફરક દેખાશે.
દૂધ અને એવાકાડો ફેસપેક
ફેસપેક બનાવવા માટેની સામગ્રી – 1/4 પાકેલું એવોકાડો અને એક ચમચી કાચું દૂધ
ફેસપેક બનાવવાની રીત – સૌપ્રથમ મિક્સર લઈને તેમાં દૂધ અને એવકોડા ની પેસ્ટ બનાવવી. ચહેરા પર અને ગરદન પર સરખી રીતે લગાવી લેવી. એને પંદરથી વીસ મિનિટ સુધી રાખવી. ત્યારબાદ પાણીથી ધોઈ લેવું. અઠવાડિયામાં બે વખત આ ફેસપેક જરૂરથી લગાવવો જોઈએ. એનાથી થોડા દિવસમાં જ ચહેરામાં ચમક આવે છે.
કેસર અને દૂધ નો ફેસપેક
ફેસપેક બનાવવાની સામગ્રી – પાંચ, છ તાંતણા કેસર, 2 ચમચી દૂધ.
ફેસપેક બનાવવાની રીત – ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા કેસર અને દૂધ લેવું. બંને ને મિક્સ કરવા, મિક્સ કરીને ફેસપેક બનવી લેવી. ત્યારબાદ તૈયાર કરવામાં આવેલા ફેસપેકને ચહેરા અને ગરદન પર લગાવો. પછી પેકને સૂકાવવા દેવું, ત્યારબાદ એને નવશેકા પાણીથી ધોઇ નાંખવું.
મુલેઠી અને દૂધ નો ફેસપેક –
ફેસપેક બનાવવાની સામગ્રી – 2 ચમચી મુલેઠી પાઉડર, દોઢ ચમચી મધ, 1 ચમચી લીંબૂનો રસ
ફેસપેક બનાવવાની રીત – સૌથી પહેલા એક વાટકીમાં મુલેઠી પાઉડર અને મધ મિક્સ કરો. બંનેને એક વાટકીમાં સારી રીતે મિક્સ કરી લેવું. ધ્યાન રાખો કે તે વધારે પાતળું મિશ્રણ ન હોય, અને ન તો તેમાં ગાંઠ પડે. હવે તેમાં લીંબૂનો રસ મિક્સ કરવો.ત્રણેય વસ્તુઓનું મિશ્રણ તૈયાર કરવું. જો આ પેસ્ટને થોડીક પાતળી કરવી હોય તો તમે તેમાં એક ચમચી ગુલાબ જળ મિક્સ કરી શકો છો. સૌથી પહેલા ચહેરાને ધોઇ નાંખો. ફેસપેકને ચહેરા પર અને ગરદનના ભાગે લગાવવો. ઓછામાં ઓછી 25 મિનિટ સુધી ફેસપેકને ચહેરા પર રહેવા દેવું, ત્યારબાદ પાણીથી ચહેરો ધોઇ લેવું. ત્યારબાદ ચહેરા પર ગુલાબ જળ લગાવવું. આ ફેસપેકમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર ચહેરા પર લગાવવો. એનાથી ડાર્ક સ્પોટ દૂર થાય છે અને ત્વચા સંબધિત સમસ્યાઓ દૂર થાય છે.
અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ દૂધના ફેસપેક વિશે ની માહિતી જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.