Weight Loss ઝડપી વજન ઘટાડવા માટે અપનાવો આ સરળ ઉપાય

Weight Loss : વધારે વજન એ એક ગંભીર બીમારી છે અને એના કારણે અન્ય પણ ઘણી બધી તકલીફો ઉભી થાય છે. કલાકો સુધી એમ જ બેસી રહેવું અને અવ્યવસ્થિત ખાણીપીણીના કારણે પેટની અને શરીરની ચરબી વધવા લાગે છે.

ચરબી ઘટાડવી એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો ચુસ્ત ડાયટ અને જેમ કરવા બાદ પણ જો તમારું વજન ઘટતું ન હોય તો, કેટલાક આયુર્વેદિક ઉપચારો અપનાવવાથી ફાયદો થાય છે.

fast-lose-weight

આયુર્વેદિક કેટલી જડીબુટ્ટીનો ઉપયોગ કરીને વજન ઘટાડી શકાય છે. જેનાથી ઝડપથી ચરબી ઓગળે છે. એટલું જ નહીં પરંતુ આ જ રીતે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર જેવી સમસ્યાઓ સામે પણ રક્ષણ આપે છે. આજે અમે તમને એવી આયુર્વેદિક જડીબુટ્ટી વિશે જણાવીશું જેનાથી ચરબી તો ઓગળે છે. પરંતુ હેલ્થ પણ સારું રહે છે. મહત્વની વાત એ છે કે અન્ય દવાઓની જરૂર એને કોઈપણ આડઅસર થતી નથી.

Weight Loss વજન ઘટાડવા માટેના ઉપાય 

મુલેઠી :  ઇટલીના એક રિપોર્ટ પ્રમાણે જો મુલેઠી નિયમિત રૂપે ખાવામાં આવે તો અને મહત્વની વાત એ છે કે કોઈપણ જાતની આડઅસર વિના જ શરીરની ચરબીને દૂર કરે છે. એનાથી ગળાને પણ ફાયદો મળે છે. એમાં રહેલું ફ્લેવોનોઈડ્સ નામનું તત્વ પેટની ચરબીને ઘટાડે છે. મુલેઠીનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો શરીરની ચરબી ઘટે છે.

મુલેઠી

એલોવેરા : એલોવેરા ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અને એલોવેરા નો ઉપયોગ કરવાથી ત્વચાની પ્રાકૃતિક સૌંદર્ય વધે છે. પરંતુ એ સિવાય પણ એલોવેરાના ઘણા ઉપયોગ છે. એલોવેરા નો ઉપયોગ કરવાથી પેટની ચરબી ઘટે છે. એની હિન્દીમાં ધૃતકુમારી કહેવામાં આવે છે. એલોવેરાનો જ્યુસ નિયમિત રૂપે પીવામાં આવે તો પેટની ચરબી ઘટે છે. એલોવેરા નિયમિત રીતે સેવન કરવું ખૂબ જ ફાયદાકારક રહે છે. પરંતુ ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી સેવન કરવું જરૂરી છે.

મીઠો લીમડો : મીઠો લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને લાભદાયી છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે જો મીઠા લીમડાના પાન ખાવામાં આવે તો આપણા શરીરને detoxify કરે છે. એ સિવાય આપણા શરીરના ફેટ ને પણ ઓછું કરે છે. પેટની ચરબી ઘટાડવાની સાથે સાથે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે.

આદુ : આયુર્વેદમાં આદુના ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક ગુણો દર્શાવવામાં આવ્યા છે. તો આદુ સાથે મધ ભેળવીને ખાવામાં આવે તો શરીરની ચરબી ઘટે છે. જો આદુને સવારમાં ખાવામાં આવે તો શરીરનું તાપમાન વધારે છે અને સાથે ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત કરે છે. જો સવાર સવારમાં નિયમિત ચા સાથે પીવામાં આવે શરીરમાં તાજગી બની રહે છે.

ફુદીનો : ફુદીનો એક એવો મસાલો છે જેનો દરેક ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે. એ ફક્ત વાનગીઓના સ્વાદને વધારે તો નથી પરંતુ એ સાથે પણ એના અનેક ઘણા ઉપયોગ છે. ફુદીનાનું નિયમિત સેવન કરવામાં આવે તો પેટની ચરબી ઘટે છે. ફુદીના મા કેલરીની માત્રા ઓછી અને ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. જેમને તુરંત જ એનર્જી પ્રદાન કરે છે.

ફુદીનો

મધ અને લીંબુ : વજન નિયંત્રણમાં રાખવા માટે અને વજન ઓછું કરવા માટે મધ અને લીંબુ છે કારગર ઉપાય છે. મધ અને લીંબુના મિશ્રણમાં જો મરીનો મિક્સ કરવામાં આવે તો એ વધુ ફાયદો કરે છે. જે લોકોની લીંબુથી શરદી થવાનો ડર રહે એમના માટે કાળા મરીનો પાવડર પર્યાપ્ત છે, કેમ કે એ ખૂબ જ ઉપયોગી થાય છે.

મેથી : મેથી ઘણા રોગોમાં રાહત આપે છે. વજન ઉતારવા માટે મેથીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મેથીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ રહેલું છે. જે શરીરમાં મેટાબોલિઝમ ને વ્યવસ્થિત બનાવે છે. સાથે શરીરની ચરબીને પણ ઘટાડે છે. એની સાથે સાથે જ મેથીમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં રહેલી છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ બને છે.

નાગરવેલના પાન : સવારે ને સાંજે બંને સમયે નાગરવેલનાં પાનમાં કાળા મરીના દાણા ખાવાથી વજન ઓછું થાય છે. સાથે શરીરની વધારાની ચરબી પણ દૂર થાય છે.

આ ઉપરાંત વજન ઓછું કરવા માટે બીજા ઉપાયો પણ અજમાવી શકાય છે.

અશ્વગંધા :  અશ્વગંધાનાં બે પાંદડાં લઈને તેની પેસ્ટ બનાવીને આ પેસ્ટ સવાર માં ગરમ પાણી સાથે પીવાથી વજન ઘટે છે. તણાવને કારણે બધી ચરબી અને વજન અને અશ્વગંધા રોકે છે. તણાવમાં કોરસીટોલ નામના હોર્મોન્સ વધારે પડતી માત્રાને કારણે એવું થતું હોય છે. રિસર્ચ પ્રમાણે અશ્વગંધા કોરસીટોલ સ્તરને ઘટાડે છે.

તજ :  બે-ત્રણ મહિના સુધી નિયમિત રૂપે તેના પાવડરને મધ સાથે મિક્સ કરીને લેવામા આવે તો પણ વજન ઉતરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી આપવાની જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment