કફને દુર કરવાનો રામબાણ ઘરેલું ઉપચાર કફ માટે કરો આ અસરકાર ઉપાય

કફ દૂર કરવાના ઉપાયો ઋતુ બદલાવને કારણે મોટાભાગે ઘણા બધા વાઇરલ ઇન્ફેક્શન થતા હોય છે. ઘણા બધા ને શરદી ખાંસી સામાન્ય તાવ અને ગળામાં કફ જામી જવાની સમસ્યા થતી હોય છે. સામાન્ય રીતે શિયાળામાં આ બધી સમસ્યાઓ વધુ રહેતી હોય છે.

આજે અમે એના માટે અમુક ઘરેલુ દેશી ઉપચાર જણાવીશું જેના દ્વારા ગળામાં અને ફેફસામાં જામી ગયેલા કફને દૂર કરી શકાય છે. જો રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો આ ઉપચાર કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે મોટાભાગે બધા એલોપેથી દવાઓ નો સહારો લે છે. પરંતુ એની જગ્યાએ જો આયુર્વેદિક દેશી ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે તો આ સમસ્યાઓમાંથી સરળતાથી છુટકારો મેળવી શકાય છે. ઉપરાંત કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.

આ ઉપચાર માટે દરેક વસ્તુઓ ઘરના રસોડામાંથી જ મળી રહે છે તો, આજે જાણીએ કે ઘરેલુ ઉપચાર વિશે.

કફનો ઈલાજ

કફ દૂર કરવાના ઉપાયો કફ ની દવા કફનો ઈલાજ

1. ડુંગળી નો ઉકાળો બનાવીને સવાર-સાંજ બે ટાઈમ પીવાથી ગળામાં જામી ગયેલો જિદ્દી કફ દૂર થાય છે. ડુંગળીના ઉકાળો પીવાથી ગળામાં જામેલો કફ ગળફા સ્વરૂપે બહાર નીકળી જાય છે. ઘણા સમયથી જામી ગયેલા કફને દૂર કરવા માટે ડુંગળી નો ઉકાળો પીવો એ અસરકારક ઉપચાર છે.

2. એક ચમચી આદુના રસમાં અડધી ચમચી મધ મિક્ષ કરવું ત્યારબાદ આ મિશ્રણને સવાર સાંજ બે ટાઈમ પીવું. આ મિશ્રણ કરવાથી ગળામાં અને છાતીમાં જામી ગયેલો કફ છુટો કરે છે. આ ઉપરાંત શરદી ખાંસીમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

3. દિવસમાં ત્રણ ટાઈમ અડધી અડધી ચમચી મધનું સેવન કરવું. મધનું સેવન કરવાથી જામી ગયેલો કફ સરળતાથી છૂટો પડે છે. જ્યારે આ રીતે મદદ નું સેવન કરો ત્યારપછી એક ગ્લાસ થોડું ગરમ પાણી પીવું. જેનાથી કફ સરળતાથી છૂટો પડે છે. ઉપરાંત વજન પણ ઘટે છે.

4. ૧ કપ દૂધમાં એક ચમચી હળદર, ચપટી મીઠું અને એક ચપટી જેટલો દેશી ગોળ નાખવો. આ મિશ્રણને ઉકાળી લેવું. ત્યાર પછી પીવું. આ મિશ્રણને રાત્રે સૂતા પહેલા પીવાથી શરદી ખાંસી અને ગળામાં જામેલો કફ દૂર થાય છે.

5. સૌથી પહેલા એક મુઠ્ઠી શેકેલા ચણા લેવા. એ ચણાને રાત્રે સૂતા પહેલાં ખાવા. ત્યારબાદ એક વાટકી દૂધ કરીને પીવું. આ ઉપાય કરવાથી શ્વાસ નળીમાં જમા થયેલો કફ છૂટો પડે છે. એકવાર આ ઉપચાર કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. આ ઉપાય કરવાથી ફક્ત બે દિવસમાં જ જામેલો કફ છુટો પડે છે.

6. દિવસમાં બે ટાઈમ સવાર-સાંજ ત્રણથી ચાર ખજૂર ખાવા જોઈએ. ત્યાર પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું. આ ઉપાય કરવાથી ગળામાં જામેલો કફ ધીરે-ધીરે દૂર થાય છે. આ ઉપાય સવાર સાંજે બંને ટાઈમ કરવાનો છે. આ ઉપાય કરવાથી ગમે તેવા જિદ્દી, જુના કફ માંથી છુટકારો મેળવી શકાય છે.

7. એક ચપટી સિંધવ-મીઠું, બે નંગ ઈલાયચી, અડધી ચમચી ઘી,  અડધી ચમચી મધ આ બધાને મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણને રાત્રે સુતા પહેલા ખાવું જોઈએ. એનાથી કફ છૂટો પડે છે. એ સિવાય આ ઉપચાર કરવાથી શરદી ખાંસી માંથી પણ છુટકારો મળે છે.

8. 30 મરી લેવા એને ખાંડીને તેનો ઉકાળો તૈયાર કરવો. જ્યારે આ પાણી અડધું રહે ત્યારે એને ગાળીને તેમાં મધ મિક્ષ કરવું. આ મિશ્રણને સવાર-સાંજ લેવાથી કફથી ઝડપથી છુટકારો મળે છે.

9. આદુના નાના-નાના ટુકડા કરીને મોઢામાં રાખવા એ ટુકડાને ચૂસવાથી કફ સરળતાથી બહાર નીકળી જાય છે.

10. નાના બાળકોને કફ જામ થયો હોય તો ગાયના ઘીથી બાળકની છાતી પર માલિશ કરવી. એનાથી કફ દૂર થાય છે.

11. ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ નાખીને પીવાથી ગળું સાફ રહે છે.

આ બધા ઉપાયો સિવાય લસણનું સેવન કરવાથી પણ કફ માંથી છુટકારો મેળવી શકાય છે. ઉપરાંત ગળાની કોઈપણ સમસ્યા માટે કાચી હળદરનો રસ પણ ખૂબ જ ફાયદાકારક છે. એના માટે કાચી હળદર નો રસ થોડીવાર સુધી ગળામાં ભરી રાખો. ત્યાર પછી એને પી જવું જેવો એ રસ ઘડામાંથી ઉતરશે એટલે તકલીફ ઓછી થવા લાગે છે.

આ બધા ઉપાયો અજમાવવાથી ગળામાં જામેલો કફ અને શરદી ખાંસીમાં રાહત મેળવી શકાય છે. એટલે પણ અનેક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે, ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજે મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “કફને દુર કરવાનો રામબાણ ઘરેલું ઉપચાર કફ માટે કરો આ અસરકાર ઉપાય”

Leave a Comment