શિયાળામાં મેથીના થેપલા ખાવાથી થાય છે વિશેષ ફાયદા જાણો

મેથી દાણા ના ફાયદા લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અનેક લોકો આપી હશે. શિયાળામાં તાજી અને ટેસ્ટી શાકભાજી મળી રહે છે. માટે શિયાળાની ઋતુમાં તંદુરસ્ત રહેવા માટે લીલા શાકભાજી ખાવા જોઈએ. શિયાળામાં બધી ભાજી સારા પ્રમાણમાં મળી રહે છે. જેમ કે પાલક, મેથીની ભાજી વગેરે. એમાં પણ મેથીની ભાજી વધુ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. શિયાળામાં ખાસ મેથીની ભાજી ખાવી જોઈએ.

મેથીની ભાજી એ અને રોગોમાં રક્ષણ આપે છે. શિયાળાની ઋતુ મારા લીલા શાકભાજીમાં ઘણા બધા વિકલ્પો મળી રહે છે. ખાસ કરીને બાળકો લીલા શાકભાજી અને એમાં પણ પાંદડાવાળા શાકભાજી ખાવાનું પસંદ કરતા નથી. તો એના માટે સ્વાદિષ્ટ વિશેષ વાનગીઓ બનાવવામાં આવે તો બાળકો પણ ખાય છે. મેથીની ભાજી એ ખૂબ જ પૌષ્ટિક છે.

મેથીના ફાયદા

મેથીની ભાજી અનેક પ્રકારનાં વ્યંજન બનાવી શકાય છે. એમાં પણ મેથીના પરાઠા નો સ્વાદ અલગ જ હોય છે. મેથીના પરાઠા એ ખૂબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, અને તે ખૂબ ઝડપથી અને સરળતાથી બની પણ જાય છે. મેથીના પરાઠા અનેક ઘણા ફાયદા આપે છે તો આજે એના ફાયદાઓ વિશે જાણીએ.

મેથીના ફાયદા | મેથીના થેપલા ખાવાના ફાયદા | મેથીની ભાજી ના ફાયદા 

પેટની સમસ્યાઓ થી છુટકારો અપાવે છે :

મેથીના પરોઠા અને ભોજન અથવા તો ના નાસ્તા રૂપે ખાઈ શકાય છે આ પરોઠા પેટને માટે હળવા છે ખૂબ સરળતાથી પચી જાય છે. મેથીના પાનને પણ પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મેથીની ભાજીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં રહેલ છે. મહત્વની વાત એ છે કે તે પેટની સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે જેવી કે, એસીડિટી, ગેસ, એલર્જી, અપચો.

મહિલાઓ માટે ફાયદાકારક :

બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓ માટે ફાયદાકારક છે કારણ કે મેથીના સેવનથી દૂધ નું પ્રમાણ વધે છે. એના એમના માટે મેથીનું શાક અને મેથીના પરોઠા ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે :

જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી ગઈ હોય અને ડોક્ટરે ઘી અને તેલ થી પરહેજ કરવાનું કહ્યું હોય તો તેલ વગરના મેથીના પરોઠા ખાઈ શકાય. કોલેસ્ટ્રોલ લેવલ મધ્યમ હોય તો થોડા તેલમાં બનેલા પરોઠા ખાઈ શકાય છે. મેથી કોલેસ્ટ્રોલની નિયંત્રણમાં રાખે છે. સાથે બ્લડપ્રેશરને પણ જાળવી રાખે છે.  માટે મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

મેથીના થેપલા ખાવાના ફાયદા

પુરુષોની શારીરિક ક્ષમતા વધારવામાં મદદરૂપ :

મેથી ખાવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધુ પ્રમાણમાં બને છે. આ હોર્મોન પુરુષોની શારીરિક ક્ષમતા અને હેલ્થ માટે ખૂબ જ મહત્વનું છે. એટલું જ નહીં પરંતુ આ હોર્મોન પુરુષોની યૌન ક્ષમતામાં પણ વધારો કરે છે

લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી :

મેથીના પરોઠા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી માટે ગેલેરી કંટ્રોલ કરી શકાય છે. મેથીના પરોઠા સાથે દહી અથાણું ગોળ ખાઈ શકાય છે. મેથીના પરોઠા સાથે ખાવા માટે અન્ય કોઈ વિષય વસ્તુની અલગથી જરૂર પડતી નથી. ચા સાથે પણ તમે એની મજા માણી શકો છો.

મેથીની ભાજીના ફાયદા :-

– મેથીની ભાજી માં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બી.પી.ની તકલીફ દૂર થાય છે.

– મેથી ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ રહેલા છે.જેના કારણે મેથી ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળે છે.

– કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. એના માટે સવારમાં ઉઠીને મેથી નો બનાવેલો કાઢો પીવો. જેનાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

– મેથી ખાવાથી સુગર લેવલ નિયંત્રણમાં રહે છે માટે ડાયાબિટીઝના દરદીઓ માટે પણ મેથીની ભાજી ખુબ જ ફાયદાકારક છે.

– નિયમિત ખાવાથી કોલેસ્ટ્રોલ સ્તર પણ ઓછું થાય છે.

– મેં તેની બાજુમાં વિટામિન સીનો પણ સારી માત્રામાં રહેલું હોવાથી શરીરની નબળાઈ પણ દૂર થાય છે.

– મેથીમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોવાથી જોઈન્ટ પેઇન થી છુટકારો અપાવે છે.

મેથીની ભાજી ખાવાથી શારિરીક અને માનસિક બન્ને રીતે સ્વસ્થ રહી શકાય છે. બેટી પર રહેલા પોષક તત્વો શારીરિક ક્ષમતા વધારવા ફાયદાકારક છે. આ ઉપરાંત મેથીનો સૌંદર્યવર્ધક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment