શિયાળામાં બનાવો આદુની બરફી સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક જાણો આદુની બરફી બનાવવાની રેસીપી

ઠંડીની સીઝનમાં આદુનો ઉપયોગ દરેક ઘરમાં વધી જાય છે. વાત જાણે એમ છે કે આદુમાં જે ઔષધીય ગુણો રહેલા છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઠંડીની સીઝનમાં ઘણીવાર લોકોને શરદી ખાંસી જેવી બીમારી થઈ જાય છે. એને દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર તરીકે લોકો આદુનો ઉપયોગ કરે છે.

આદુમાં જે એન્ટીઓક્સીડેન્ટ રહેલું હોય છે એ ઠંડીમાં ઘણી બીમારીઓથી આપણને બચાવે છે. એ સિવાય આદુ બેડ કોલેસ્ટ્રોલના લેવલને પણ ઓછું કરે છે. એવામાં ઠંડીમાં આદુ ચોક્કસથી ખાવું જ જોઈએ. જો કે આદુનો સ્વાદ થોડો તીખો હોય છે. એને કાચું ખાવું થોડું મુશ્કેલ હોય છે. એવામાં ઠંડીના દિવસોમાં આદુની એક રેસિપી બનાવો જે સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક હોય જ પણ સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે

આજે અમે તમને શિયાળા સ્પેશિયલ ડીશ આદુની બરફી બનાવવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છે. શરદી ખાંસી થાય ત્યારે બાળકો પણ એને સ્વાદ લઈ લઈને ખાશે. તો ચાલો જાણી લઈએ આદુની બર્ફીની રેસિપી

આદુની બરફી બનાવવા માટેની સામગ્રી

200 ગ્રામ આદુ

દોઢ કપ ખાંડ

બે મોટા ચમચા ઘી

એક કપ દૂધ

ઈલાયચી

આદુની બરફી બનાવવાની રીત

સ્ટેપ 1- સૌથી પહેલા આદુને બરાબર ધોઈ લો અને એને છોલી લો. ત્યારબાદ એના મોટા મોટા ટુકડા કાપી લો.

સ્ટેપ 2- આદુને ટુકડામાં કાપી લીધા પછી એને મિક્સર જારમાં નાખો અને એની સાથે એક કપ દૂધ કે પછી પાણી ભેળવી લો

સ્ટેપ 3- હવે મિક્સરમાં આદુને એકદમ બારીક પીસી લો. ધ્યાન રાખો કે આ વાનગી બનાવવા માટે રેસાદાર આદુનો જ ઉપયોગ કરવાનો છે.

સ્ટેપ 4- ત્યાર બાદ એક પેનમાં એક મોટી ચમચી ઘી નાખીને એને મધ્યમ ફ્લેમ પર ગરમ કરો.

સ્ટેપ 5- જ્યારે ઘી થોડું ગરમ થઇ જાય તો એમાં પીસેલા આદુની પેસ્ટ નાખી દો.

સ્ટેપ 6-  પેસ્ટને પેનમાં નાખ્યા બાદ એને સતત હલાવતા રહો. લગભગ 5 મિનિટમાં આદુની પેસ્ટ ઘાટી થવા લાગશે.

સ્ટેપ 7- જ્યારે પેસ્ટ ઘાટી થવા લાગે તો એમાં દોઢ કપ ખાંડ ઉમેરી લો. ત્યાર બાદ ફરીથી આદુની પેસ્ટને હલાવતા રહો

સ્ટેપ 8- ખાંડ સારી રીતે ઓગળીને આદુમાં મિક્સ થઈ જાય એટલે એમાં ઈલાયચીને પીસીને એમાં ઉમેરી દો

સ્ટેપ 9- બે મિનિટ ગેસ પર રહેવા દીધા બાદ આદુની પેસ્ટ ઘાટી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

સ્ટેપ 10- એક પ્લેટમાં બટર પેપર લગાવીને હળવા ઘીથી ગ્રીસ કરી લો. એના પર આદુની પેસ્ટ ફેલાવી લો.

સ્ટેપ 11- પ્લેટમાં આદુનું મિશ્રણને સારી રીતે ફેલાવી લો અને એને ચાકુની મદદથી ટુકડામાં કાપી લો.

સ્ટેપ 12- 10 મિનિટ ઠંડુ થવા દો. પછી બર્ફીના ટુકડાને અલગ અલગ કરી લો.

તમારી આદુની બરફી તૈયાર છે. આ બર્ફીને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને એક મહિના સુધી એનો ઉપયોગ કરી શકો છો.

તો હવે તમે પણ શીખી લિધીને આદુની બરફી, તો પછી હવે શિયાળો આવી જ રહ્યો છે એટલે ઠંડીની સીઝનમાં તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે એમને આદુની બરફી બનાવીને ચોક્કસથી ખવડાવજો. અમે તમને આવીને આવી અવનવી અને તમારા સ્વાસ્થ્યને સુધારે તેવી રેસિપી શેર કરતા રહેશું એટલે તમે પણ આવી રેસિપી શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. આશા રાખીએ કે અમે આપેલી માહિતીઓ તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

Leave a Comment