શરદી,ઉધરસ,કફ,બ્લડપ્રેશર માટે ગોળ સાથે મિક્સ કરીને ખાઈ લો આ વસ્તુ

ગોળ ખાવાના ફાયદા  વર્ષોથી ગોળ અને સૂંઠનો ઉપયોગ માત્ર સ્વાદ માટે જ નહીં પણ ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે. ગોળ અને સૂંઠની તાસિર ગરમ હોય છે માટે શિયાળામાં ગોળ અને સૂંઠનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે છે. ગોળ અને સૂંઠમાંથી મળતા પોષક તત્વો અને ઔષધીય ગુણો શરીરને સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

ગોળ અને સૂંઠનું મિશ્રણ એક શક્તિશાળી મિશ્રણ છે. જેનું એકસાથે સેવન કરવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે. જે સારા સ્વાસ્થ્યની સાથે અનેક રોગોને રોકવામાં મદદરૂપ નીવડે છે. તે અનેક રોગો સામે રક્ષણ આપે છે.  આ ઉપરાંત શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

ગોળમાં એનર્જી, કાર્બોહાઈડ્રેટ્સ, શુગર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝીંક અને વિટામિન સી જેવા પોષક તત્વો રહેલા છે. આ ઉપરાંત ગોળમાં એન્ટી ફંગલ, એન્ટી માઈક્રોબાયલ અને એન્ટી ટોક્સીન જેવા અનેક ઔષધીય ગુણો પણ રહેલા છે.

જ્યારે સૂંઠમાં સોડિયમ, પોટેશિયમ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, આયર્ન અને વિટામિન-સી જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય સૂંઠમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી જેવા અનેક ઔષધીય ગુણો પણ સામેલ છે.

jaggery benefits

શિયાળામાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે. આનું સેવન કરવાથી પેટ અને પાચન સંબંધિત અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. રાત્રે ભોજન કર્યા બાદ સૂંઠ અને ગોળનું સેવન કરવાથી પાચનક્રિયા સારી બને છે. પાચનક્રિયા સુધરે છે સાથે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે.

ગોળ ખાવાના ફાયદા 

રદી અને કફ 

શિયાળામાં કે શરદી અને કફ હોય ત્યારે ગોળ અને સૂંઠનું સેવન અમૃત સમાન એટલે કે ખૂબ જ ગુણકારી ગણાય છે. ગોળ અને સુસ્મિતા તેલ ગરમ હોય છે એના કારણે તે શરદી અને ઉધરસને દૂર કરવામાં તેમજ કફ અને ગળાના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ માટે તમે સૂંઠ વાળી ચામાં ગોળનું સેવન કરી શકો છો. એ ખૂબ જ ફાયદાકારક રહે છે.

સાંધાના દુખાવા માટે 

સાંધાના દુખાવા માં રાહત મેળવવા માટે ગોળ નું મિશ્રણ ખૂબ જ ગુણકારી છે. સૂંઠમાં બળતરા વિરોધી ગુણો જોવા રહેલા છે, જે સાંધાના દુખાવા સમયે થતા સોજાને દૂર કરવામાં પણ મદદરૂપ નીવડે છે. જો રોજ નિયમિત સૂંઠને ગોળના ટુકડા સાથે લેવામાં આવે તો સાંધાના દુખાવામાં રાહત મળે છે.

ગોળ અને સૂંઠના આ મિશ્રણનું સેવન કરવાથી ફક્ત સ્વાસ્થ્ય જ નહિ, પરંતુ ત્વચાને પણ ફાયદો થાય છે. એ ત્વચાના માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

લોહી શુધ્ધિ કરે છે 

ગોળમાં મળતા પોષક તત્વો લોહીમાં રહેલા હાનિકારક ઝેરને બહાર કાઢીને ત્વચાને સાફ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત  ગોળનું સેવન કરવાથી લોહીનું પરિભ્રમણ સુધારે છે, જેના કારણે તમારી ત્વચામાં ચમક આવે છે. શરીરમાં આયર્નની ઉણપથી એનિમિયા થાય છે. બીજી તરફ, ગોળ અને સૂંઠમાં આયર્નની વધુ માત્રા મળી આવે છે, ઉપરાંત શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરે છે, લોહીની ઉણપને દૂર કરે છે અને એનિમિયાને રોકવામાં ફાયદાકારક છે.

કમળા માટે 

જો કમળા વખતે ગોળ અને સૂંઠનું સેવન કરવામાં આવે તો કમળાના લક્ષણોમાં ઘટાડો નોંધાય છે. આ માટે કમળાથી પીડિત વ્યક્તિએ પાંચ ગ્રામ સૂંઠમાં દસ ગ્રામ ગોળ ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. તે કમળાના લક્ષણોને ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

ગોળ ખાવવાના ઘણા ફાયદા છે. ખાલી પેટે ગોળ ખાવાના ફાયદા અને ગોળ અને ચણા ખાવવાના ફાયદા તો જાણો જ છો. પરંતુ ગોળનું પાણી પીવાના પણ અઢળક ફાયદા છે. ગોળને કુદરતી ખાંડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વાર ડોકટરો પણ ખાંડને બદલે ગોળનું સેવન કરવાનું સૂચન આપે છે.

બ્લડપ્રેશર 

ગોળમાં આયર્નની માત્રા વધુ હોય છે. ગોળમાં હિમોગ્લોબીન વધારવાની ક્ષમતા હોય છે. તેથી ગોળનું દરરોજ સેવન કરવાથી બમણાં લાભ થાય છે. બ્લડપ્રેશર ના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. એનાથી બ્લડપ્રેશર કંટ્રોલ માં રહે છે. એના માટે તમારે ગોળને તમારા ભોજનમાં સામેલ કરવો જોઈએ. હાઈ બીપીના પરેશાન લોકોને રોજ ગોળનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

હાડકા માટે 

જે લોકોના હાડકા નબળા હોય તે લોકો માટે ગોળ અકસીર ઈલાજ છે. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે. એ હાડકાને મજબૂત કરવામાં કરે છે. કહેવામાં આવે છે કે, ગોળ અને સૂંઠનું મિશ્રણ લેવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.

પેટની સમસ્યા વાળા લોકો માટે ગોળ એક આસાન અને ફાયદેમંદ ઉપાય છે. ગોળ ખાવાથી ગેસ અને પાચન ક્રિયાથી જોડાયેલી સમસ્યાને હલ કરવામાં લાભદાયી છે.

આ પણ વાંચો ચહેરા પર ગ્લો લાવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ

શિયાળાની સીઝનમાં અથવા શરદી ની સમસ્યા માં ગોળનો પ્રયોગ તમારા માટે ફાયદાકારક રહે છે.

જે લોકો શરીરમાં બહુ નબળાઈ અને થકાવટ મહેસુસ કરતા હોય તે લોકો માટે ગોળનું સેવન અકસીર ઈલાજ છે. ગોળ શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં પણ સહાયક છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજની માહિતી તમને જરૂર થી ઉપયોગી થશે.

Leave a Comment