ઘૂંટણ નો દુખાવો દૂર કરવાના રામબાણ ઘરેલુ ઉપચાર

તમારા આસપાસ કે પછી તમારા ઘરમાં એવા ઘણા વડીલ મિત્રો હશે જેમને સતત ઘૂંટણમાં દુખવાની ફરિયાદ કરતા હશે. ઘણા બધા તેલ, ઘણીબધી ક્રીમ, ઘણી બધી દવા અને સ્પ્રે પણ તેઓ વાપરતા જ હશે પણ તેમનો દુખાવો ફરીથી થોડા સમયમાં પાછો થતો હશે. પણ આજે અમે તમારી માટે એક એવો ઉપાય લાવ્યા છે જેનાથી તેમનો દુખાવો જરૂર મટી જશે અને તે એટલો મોંઘો પણ નથી કે તમે દરરોજ ના કરી શકો. આની માટે જે વસ્તુની જરૂરત છે એ બધી વસ્તુ તમને ઘરમાંથી જ મળી જશે. 

ઉમર વધવાની સાથે શરીરમાં તકલીફ પણ વધતી જ રહે છે. એમાં પણ જે વડીલ મિત્રોએ પોતના નોકરી અને કામ કાજના સમયે પગનો ઉપયોગ વધારે થાય એવું કામ કર્યું હશે તેમને ઘૂંટણનો દુખાવો બહુ હેરાન કરતો હોય છે. આ દુખાવો ઘણો સહનીય હોય છે. એ દુખાવો તો જેને થયો હોય એને જ ખબર પડે. ઘણા પ્રયત્ન પછી પણ જો ફરક નથી પડતો તો અમારો આ ઉપાય અપનાવજો. 

આની માટે તમારે ઘરમાંથી હળદર, પાણી અને દળેલી ખાંડ લેવાની છે. બહારથી તમારે ફક્ત એક જ વસ્તુ લાવવાની છે અને એ વસ્તુ છે ચુનાની ટોટી. આ ટોટી તમને બહારથી બહુ જ સસ્તી મળશે. હવે એક બાઉલમાં એક ચમચી હળદર લો, હવે તે બાઉલમાં એક ચમચી દળેલી ખાંડ ઉમેરો, પછી તેમાં એક આખી ટોટી ચૂનો તેમાં ખાલી કરી દો. આ બધુ બરાબર મિક્સ કરી લો. પછી તેણે થોડું પેસ્ટ એટલે કે લૂગદી જેવુ બનાવવા માટે એકાદ ચમચી જેટલું પાણી ઊમરો. આ બધુ બરાબર મિક્સ કરી લો. 

ઘૂંટણ નો દુખાવો દૂર કરવાના રામબાણ ઘરેલુ ઉપચાર

હવે તૈયાર થયેલ આ પેસ્ટને ઘૂંટણ પર લગાવીને એ પેસ્ટ પર હાથ લગાવી તેને ફેરવી ફેરવીને મસાજ કરો. આપણે ફેસ પર ફેસિયલ કરાવીએ એ સમયે જેમ ગોળ ગોળ હાથ અને આંગળીઓ ફેરવી ને ઘૂંટણ પર મસાજ કરવાની છે. જો તમારા માતા કે પિતાને ઘૂંટણ દૂખાવાની તકલીફ છે તો આ ઉપાય કરવામાં તમે પણ તેમની મદદ કરી શકો છો. પણ આની સાથે તમારે બીજી પણ અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવાની છે. આ આર્ટીકલ અંત સુધી વાંચો અને અપનાવજો ખરા. 

પહેલાના સમયમાં આ ઘૂંટણ દુખવાની તકલીફ એ ફક્ત 50 ઉપર જેમની ઉમર હોય તેમને જ થતી હતી પણ આજની ફાસ્ટ લાઈફને લીધે વ્યક્તિ આજે 35 સુધી પણ નથી પહોંચતો અને તેને ઘૂંટણ દુખાવાની તકલીફ થતી હોય છે. ઉમરને લીધે ઘણીવાર ઘૂંટણમાંથી ચીકાશ ઓછી થઈ જતી હોય છે જેને સાયનોવિયલ ફ્લુ પણ કહેવામાં આવે છે. 

ઉપાય શરૂ કરતાં પહેલા શું કરવાનું?

હવે તમને જણાવી દઈએ કે તમારે આ ઉપાય શરૂ કરતાં પહેલા શું કરવાનું છે. તો તમારે બહારનું જમવાનું બંધ કરી દેવાનું છે. બહારનું ભોજન ખુલ્લુ અને હાઇજેનિક નથી હોતું. હવે એક ખાસ વાત આની સાથે તમારે ઠંડુ ખાવાનું અને ઠંડા પીણાં પણ બંધ કરી દેવું જોઈએ. હવે એક ખાસ જરૂરી અને ઉપયોગી એવું એટલે કે તમારે તમારું વજન નિયત્રંણમાં રાખવાનું છે. તમે તો જાણો જ છો કે આપણાં આખા શરીરનું વજન પગ પર જ આવતું હોય છે એટલે બને એટલો પ્રયત્ન કરો કે વજન કંટ્રોલમાં રહે. 

તો આ છે બહુ જ સરળ અને સસ્તો ઉપાય કે જેનાથી તમારા કે તમારા પ્રિયજનના ઘૂંટણમાં દુખાવો થાય છે તો તે હવે નહીં થાય. આ ઉપાય તમે પણ અપનાવજો અને બીજાને આનો લાભ મળે એટલે શેર જરૂર કરજો. 

ધ્યાન આપો: મિત્રો ઉપર દર્શાવેલા બધા એક દેશી ઉપચાર છે જેની કોઈ આડઅસર થતી નથી પરંતુ દરેક વ્યક્તિ ની તાશીર અલગ અલગ હોય છે જે તમે પણ જાણો છો. જેથી આપ આ ઔષધીનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ લેવા વિનંતી. અમે આ માહિતી પુસ્તકો અને અમુક અનુભવી વૈધ પાસેથી મેળવીને લખી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

Leave a Comment