લાંબા વાળ માટે લાંબા અને ઘાટ્ટા વાળ દરેકને ગમે છે. ખાસ કરીને મહિલાઓને લાંબા અને ભરાવદાર વાળ ખૂબ જ પસંદ હોય છે. પરંતુ ઘણા ટૂંકા અને પાતળા હોવાને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે. અત્યારે દરેક છોકરી અને મહિલા વાળને લાંબા અને ભરાવદાર કરવા માટે બધા જ પ્રયત્નો કરતી હોય છે. પરંતુ વાળની માવજત માટે જેટલું ખાણીપીણી દ્વારા ધ્યાન રાખવું જરૂરી બને છે. એટલું જ બહારથી પણ વાળનું ધ્યાન રાખવું જરૂરી બને છે.
વાળને કાળા અને લાંબા બનાવવા માટે ઘણા બદલાવ પણ કરતી હોય છે. એમ છતાં પણ લાંબા થતા નથી. કોઈ પરિણામ મળતાં નથી. વાળને લાંબા ઘટ્ટ બનાવવા માટે એક જ તેલનો ઉપયોગ કરવો જોઈએ. દરેક વ્યક્તિ જો આ તેલનો ઉપયોગ કરે તો વાળને લગતી દરેક સમસ્યા દૂર થાય છે અને વાળ સુંદર અને સ્વસ્થ બને છે. વારંવાર અલગ-અલગ તેલ બદલવાના કારણે વાળ ખરવાની સમસ્યા ઊભી થાય છે. આજે અમે વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે શું કરવું જોઈએ એના વિશે તમને જણાવીશું.
વાળ સુંદર અને લાંબા ન હોવાનું મુખ્ય કારણ આપણી રોજિંદી દિનચર્યા છે. વાળની યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે તો વાળમાં ગંદકી થઇ જાય છે. જો વાળને યોગ્ય રીતે ધોવામાં ન આવે અને જો એમાં યોગ્ય રીતે મસાજ કરવામાં ન આવે તો વાળ કમજોર થવા લાગે છે. આ ઉપરાંત વાળની લંબાઈ પણ વધતી નથી. જો તમે વાળને લાંબા અને ઘાટ્ટા અને બનાવવા માંગતા હોય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એના માટે અમુક આદતો પણ સુધારવી જરૂરી બને છે.
વાળ લાંબા કરવા માટે આજે અમે તમને યોગ્ય ઉપાય જણાવીશું. જેનો ઉપયોગ તમારા વાળમાં શેમ્પૂ કર્યા બાદ કરવાનો રહે છે. એના માટે વાળને સૌથી પહેલા શેમ્પૂથી ધોઈ લેવા. વાળ ધોવા માટે હંમેશા હર્બલ શેમ્પૂનો કે આયુર્વેદિક સેમ્પુનો જ ઉપયોગ કરવો જોઈએ.
એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે વાળ ધોવા માટે શેમ્પૂનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર જ કરવો જોઈએ. વારંવાર શેમ્પૂનો ઉપયોગ કરવામાં આવે તો માથાની સ્કિન ડ્રાય થઇ જાય છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા ઊભી થતી હોય છે. આ સિવાય માથામાં ખોડો થવા લાગે છે.
જેના માટે સેમ્પુ હર્બલ હોય કે પછી કેમિકલયુક્ત અઠવાડિયામાં ફક્ત બે જ વખત ઉપયોગ કરવો યોગ્ય રહે છે. વાળને ધોઈ લીધા પછી 30 થી 40 મિનિટ બાદ વાળના મૂળમાં નારીયલ તેલ લગાવવું જોઇએ. નારિયેળના તેલથી વાળના મૂળમાં પાંચ મિનિટ સુધી મસાજ કરવો જોઈએ. નારિયેળના તેલથી વાળમાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. જેથી લોહીનું પરિભ્રમણ વાળમાં ફ્લો કરશે જેના કારણે જેના કારણે વાળ મજબૂત બને છે અને લાંબા પણ થાય છે.
આ સિવાય તમે નારીયલ તેલ સાથે એલોવેરા જેલ પણ ઉપયોગમાં લઈ શકો છો. એલોવેરા મોઈશ્ચરાઈઝર ગુણ રહેલા હોવાથી તેને વાળ માટે ખુબ જ સારૂ માનવામાં આવે છે. માટે જો તમે વાળમાં તેલ માગતા હો તો તેલમાં એલોવેરા જેલને મિક્સ કરીને પણ તેને વાળના મૂળમાં લગાવી શકાય છે. આનાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળ લાંબા થાય છે. આ ઉપાય સતત એક મહિના સુધી કરવો.
વાળની લાંબા, મજબૂત અને ભરાવદાર બનાવવા માટે આ ઉપાય ખૂબ જ ઉપયોગી બને છે. જેને દરેક વ્યક્તિ સરળતાથી અપનાવી શકે છે. ખાસ કરીને મહિલાઓને છોકરીઓ માટે આ ઉપાય ખૂબ જ ફાયદાકારક છે.
આ સિવાય સરસવનું તેલ પણ ખૂબ જ ફાયદાકારક છે. સરસવના તેલમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલા છે. માટે જો સરસવના તેલનું મસાજ કરવામાં આવે તો સ્કેલ્પ સાફ રહે છે. નારીયલ તેલ અને સરસવના તેલ મિક્સ કરીને ગરમ કરીને જો વાળના મૂળમાં લગાવવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય છે.
આ ઉપરાંત બદામનું તેલ લગાવવાથી ખૂબ ફાયદો મળે છે. બદામનું તેલ લગાવવાથી ખોડો અને ત્વચાની શુષ્કતા દૂર થાય છે. જો બદામના તેલની માલિશ કરવામાં આવે તો બરછટ વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. બદામનું તેલ લગાવવાથી વાળ કાળા, ચમકદાર અને લાંબા બને છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
અમને આશા છે કે, આજની મહત્વપૂર્ણ માહિતી આપને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.