ખરતા વાળ અટકી જશે વાળ થશે લાંબા અને મજબૂત કરો આ ઉપાય

ખરતા વાળ અટકાવવામાં ન આવે તો લોકો પોતાની ઉંમર કરતાં વધારે ઉંમરના દેખાવા લાગે છે. અને વાળ ખરવાની સમસ્યા વધતી જાય છે, એનાથી લોકો તણાવ માં આવી જતા હોય છે. એના માટે જો કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે તો, વાળને ખરતા રોકે છે. જો તમે બજારમાં મળતી વસ્તુઓનો ઉપયોગ કરતા આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો તો, વાળનો ગ્રોથ વધે છે અને ખરતા વાળ પણ અટકે છે.

અહીં જણાવેલ ઘરેલુ ઉપાય કરીને તમે ખરતા વાળ અટકાવી શકો છો. આ ઉપાય માટે દાડમના રસના પાનનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો એ ઉપાય વિશે જાણીએ. દાડમ ના પાનનો ઉપયોગ ખરતા વાળ અટકાવવા માટે કરવામાં આવે .છે તેના પાનનું તેલ બનાવીને પણ માથામાં નાખવામાં આવે છે. એ ખૂબ જ ગુણકારી બને છે. તો ચાલો દાડમના પાનનો ઉપયોગ કરવાની રીત વિશે જાણીએ.

વાળમાં દાડમના પાનનો રસ લગાવવાની રીત 

દાડમના પાન ભેગા કરીને તેને સાફ કરી લેવા. હવે આ પાનનો રસ બનાવીને પેસ્ટ જેવું તૈયાર કરવું. આ પેસ્ટને ગાળી ને તેનો રસ કાઢવો. તેને વાળના મૂળમાં લગાવવું. રસને લગાવતી વખતે ખાસ કરીને ધ્યાન રાખવું કે તેને વાળના મૂળમાં લગાવવાનો છે. તે રસ લગાવી અને 20 થી 30 મિનિટ સુધી રહેવા દેવું. ત્યારબાદ વાળને ચોખ્ખા પાણીથી સાફ કરી લેવા. આ રીતે દાડમના રસનો પાન લગાવશો તો ખરતા વાળ અટકી જશે.

દાડમના પાનનો પેક 

દાડમ ના પાનમાંથી તમે હેર પેક પણ તૈયાર કરી શકો છો. જે ખરતા વાળ રોકવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાનમાંથી પેસ્ટ બનાવીને તેમાં એક લીંબુનો રસ મિક્સ કરવો. હવે આ તૈયાર કરેલા પેકને થોડીવાર સુધી રહેવા દેવું. ત્યારબાદ વાળના મૂળમાં લગાવી લેવું. મહેંદીની જેમ આ હેરપેકને પણ લગાવી ને અડધો કલાક સુધી રહેવા દેવું. પછી તેને સેમ્પુથી સાફ કરી લેવું. એનાથી વાળ એકદમ સિલ્કી થઈ જાય છે.

રસથી વાળમાં માલિશ કરવી 

દાડમ ના પાનના રસમાં નાળિયેરનું તેલ અથવા તો કોઈ પણ તેલ મિક્સ કરીને વાળના મૂળમાં માલિશ કરવી જોઈએ. એનાથી વાળ લાંબા થાય છે અને ખરતા વાળ પણ અટકે છે. અઠવાડિયામાં એક કે બે વાર આ પ્રયોગ કરવો જોઈએ. આ પ્રયોગથી માથું દુખતું હોય તો પણ મટી જાય છે.

આ મિશ્રણને તમે બોટલમાં ભરીને પણ તમે રાખી શકો છો. જેથી તમે ઈચ્છો ત્યારે એનો ઉપયોગ કરી શકો. હળવા હાથે ઓછામાં ઓછી 20 મિનિટ સુધી માલિશ કરવી જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે માલિશ કર્યા બાદ વાળ ધોવાનું ભૂલાય નહીં. વાળને ચોખ્ખા પાણીથી સાફ કરવા.

વાળનો ગ્રોથ વધે છે 

ઘણા લોકોને વાળનો ગ્રોથ શરૂઆતથી જ ઓછો હોય છે અને તેમાં પણ જો વાળ ખરવા લાગે તો, ટાલ પડવા જેવી સ્થિતિ ઊભી થતી હોય છે. એના માટે દાડમના પાનનો રસ ખૂબ જ ફાયદાકારક બને છે .આ રસનું તેલ પણ તમે બનાવી શકો છો. સૌથી પહેલા દાડમના પાનનો રસ કાઢી લેવો. તેમાં સરસવ નું તેલ મિક્સ કરવું. પછી તેને માથામાં લગાવવું. જે જગ્યા પર વાળ ઓછા થઈ ગયા હોય ત્યાં થોડું હળવા હાથે વધારે ઘસવું જોઈએ. હેરફોલ ની સમસ્યા હોય તો ચોક્કસપણે આ પ્રયોગ કરવો જોઈએ. એનાથી વાળનો ગ્રોથ વધે છે.

ખરતા વાળ અટકાવવા માટેની ટિપ્સ 

– વિટામીન સી થી ભરપૂર આમળાનું સેવન કરવું જોઈએ. અથવા આમળાનો રસ કાઢીને વાળના મૂળમાં લગાવવો જોઈએ.
– હેલ્ધી ખોરાકનું સેવન કરી શકો છો .વિટામિન ઈ, વિટામિન ડી, વિટામિન એ અને જરૂરી પોષક તત્વોનો ખોરાકમાં સમાવેશ કરવો.
– ખરતા વાળ અટકાવવા માટે વધારે પડતા કેમિકલ વાળા શેમ્પૂનો અને કન્ડિશનરનો ઉપયોગ કરવાનું ટાળવો જોઈએ. બને ત્યાં સુધી અઠવાડિયામાં ત્રણ થી વધુવાર ઉપયોગ કરવો જોઈએ નહીં.
– બાઈક કે એકટીવા પર બહાર નીકળતી વખતે વાળને કવર કરવા જોઈએ. તમારા વાળને ગરમીમાં બને એટલા ચોખ્ખા રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
– મીઠા લીમડાની સુકવીને તેનો પાવડર બનાવીને પણ વાળમાં લગાવી શકાય છે.
– એલોવેરા નો ઉપયોગ પણ વાળની સમસ્યા માટે અસરકારક સાબિત થાય છે. તે વાળ માટે નેચરલ કન્ડિશનર છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ માહિતી અને ઉપાય તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment