વજન ઓછુ કરવા માટે કરો આ ઉપાય આ વસ્તુનું ખાસ રાખો ધ્યાન

વજન ઓછુ કરવા માટે 

જે લોકો મોટાપા ની સમસ્યાથી પરેશાન હોય અને છુટકારો મેળવવા ઈચ્છતા હોય તો એમણે અમુક વસ્તુઓ ખાવી જોઈએ નહિ. આજના સમયમાં મોટા ભાગે લોકો એવી વસ્તુઓ ખાવા ટેવાઈ ગયા છે, પરંતુ આ વસ્તુઓ ખાવાને લીધે જ શરીરમાં રોગ વધે છે અને મોટાપો પણ વધે છે, વધુ પડતી કેલેરી અને ફેટ વાળો ખોરાક ખાવાથી ઘણા લોકોના શરીર સતત વધવા લાગે છે.

જે લોકોના પેટ સતત વધી રહ્યા હોય અને વજન વધતું જતું હોય તેવા લોકોએ આવા વજન વધારનાર ફૂડનું સેવન બંધ કરવું જોઈએ આજે અમે જે વસ્તુઓ વિશે જણાવી રહ્યા છે ચિપ્સ, કુરકુરે આવા પેકેટ વાળા નાસ્તા માં ફેટ વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

ઘણા બાળકો અને યુવાનો પડીકા વાળા ખોરાક ખાવા પસંદ કરે છે અને એને ખાવાથી ટેવાઈ ગયા છે. જે બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી જગ્યાએ લોકો વધુ કામ અને સમયના અભાવને કારણે સુગર, ફેટ કેલરીવાળો ખોરાક આરોગતા હોય છે. જેમાં પેસ્ટ્રી પણ એવો જ ખોરાક છે. જે આપણા શરીરમાં ફેટ અને વજન વધારે છે.

વજન ઓછુ કરવા

રેડ મિટ્સમાં ખરાબ ફેટ અને કેલરી વધુ પ્રમાણમાં રહેલા હોય છે. જે આપણા હૃદય માટે હાનિકારક છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે છે. માટે રેડ મીટસનું સેવન કરવું જોઇએ નહીં. એ સિવાય આઈસક્રીમ પણ એક દૂધ અને ચરબીવાળા પદાર્થોમાં થી જ બને છે. જેમાં સુગર, ફેટ, કેલરી વધુ પ્રમાણમાં હોય છે. જે ખાવાથી વજનમાં સતત વધારો થાય છે.

અત્યારના સમયમાં લોકો શાક, રોટલી અને દાળ – ભાત ની જગ્યાએ ચીઝ, બર્ગર, પિત્ઝા જેમાં બટર અને ચીઝ વધુ નાખવામાં આવ્યું હોય એવી વસ્તુઓ ખાવાની વધુ પસંદ કરે છે. આવા પદાર્થો ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ. આ પદાર્થો ખાવાથી શરીરમાં કેલરી ના ઇન્ટેક વધી જાય છે, જે સ્વાસ્થ માટે નુકસાનકારક બને છે.

વધારે પ્રમાણ માં આવા ખોરાક ખાતા લોકોને ઘણા પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે.પિઝાએ એક પ્રકારનું ફાસ્ટ ફૂડ હોય છે, જેમાં ઘણી કેલરી અને ચરબી હોય છે. આ ખાવાથી આપણું પેટ ભરાઈ જાય છે, પરંતુ દરરોજ આપણા શરીરને કેટલાક પોષક તત્વોની જરૂર હોય છે જે તેમાંથી મળતા નથી.

સારા સ્વાસ્થ્ય માટે હ્રદયની સંભાળ રાખવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીઝામાં કોલેસ્ટરોલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જે હ્રદયરોગના જોખમ ને વધારે છે. માટે, હ્રદયના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ. એનાથી વજન વધે છે.

જંકફૂડ જેવા કે બર્ગર, પીઝા જેવા ખોરાક પાચનતંત્રને નુકસાન કરે છે. આવો ખોરાક ન પચવાને કારણે શરીરમાં ચરબીરૂપે સંગ્રહ થાય છે અને તેના પરિણામ સ્વરૂપે ગેસ, એસિડિટી, કબજીયાત જેવી પાચનતંત્રની સમસ્યા ઓ પણ થાય છે.

આજના સમયમાં લોકો એટલુ વ્યસ્ત જીવન જીવતા થઈ ગયા છે કે, પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા જ નથી. તેઓ કેવો ખોરાક ક્યાં સમયે લેવો જોઈએ જેનાથી શરીરને પોષણ મળે અને સ્વસ્થ્ય જીવન જીવી શકાય તેની જાણકારી હોતી નથી.

ઉપરાંત મોટા ભાગે લોકો અત્યારના સમયમાં ભોજન સાથે કોલ્ડ્રિંક્સ પીવા થી ટેવાઈ ગયા છે. લોકો એવું માને છે કે, આવા પદાર્થો લેવામાં આવે તો ખોરાકનું પાચન જલ્દી થાય છે, પરંતુ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ પ્રમાણે કોલ્ડ્રિંક્સ આવા કોઈ જ પ્રકારના ખોરાકનું પાચન કરતું નથી. એનાથી વિપરીત એ શરીરમાં ચરબી વધારે છે.

કોલ્ડ્રિંક્સમાં કેફીન ની માત્રા વધુ હોય છે. જેથી તેનું સેવન કર્યાનાં 40 મિનિટ પછી કેફીન આખા શરીરમાં ફેલાઇ જાય છે. કોલ્ડ્રિંક્સમાં સુગર ખૂબ જ મોટી માત્રામાં હોય છે. કોલ્ડ્રિંક્સનાં એક ગ્લાસ માં અંદાજે 10 ચમચી જેટલી શુગર રહેલી હોય છે. જે શરીરમાં પહોચતાની સાથે જ ગ્લુકોઝની માત્રા એટલી વધારી દે છે. જેટલી શરીરને એક દિવસ માટે આવશ્યકતા હોતી નથી. તેવામાં ઘણી વખત તમે જોયું હશે કે કોલ્ડ્રિંક્સ પીધા બાદ તમને ઘણી વખત ઓડકાર આવે છે. જે ફક્ત ગ્લુકોઝ શરીરમાં વધવાને કારણે થાય છે. સુગરની માત્રા શરીરમાં વધારે હોવાને કારણે પાચન ઓછું થાય છે. જેના કારણે શરીરમાં સ્થૂળતા વધવા લાગે છે અને શરીરમાં ફેટ વધી જાય છે.

ઉપર જણાવેલ બધા પદાર્થો ચરબીવાળા હોય છે જે ખાવાથી શરીરમાં વજન વધવા લાગે છે માટે આ પદાર્થોનું સેવન કરવું જોઇએ નહીં.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાચો :- વજન ઘટાડવા માટે શું ટિપ્સ અપનાવી જાણો

અમને આશા છે કે, આજના લેખ ની મહત્વની જાણકારી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment