આ યુવતીએ 27 કિલો વજન ઘટાડયુ વજન ઘટાડવા માટે શું ટિપ્સ અપનાવી જાણો

vajan ochu karva  આજના સમયમાં વજન ઉતારવું એક મુશ્કેલ કામ છે. જે પડકાર સમાન બની રહે છે. વજન વધવા માટેના મુખ્ય કારણોમાં રહેણીકરણી, ખોરાક વધુ પડતું સેવન, વધુ કેલેરી, પેકેટ વાળા ફૂડનું વધુ પ્રમાણમાં સેવન કરવું અને શરીરની પ્રકૃતિ જેવા કારણો વજન વધારવા માટે જવાબદાર હોય છે. અભ્યાસ પ્રમાણે ભારતમાં લગભગ 15.3 કરોડ લોકો મેદસ્વિતાનો ભોગ બને છે. વજન ઘટાડવું એ ખૂબ જ પડકાર ભર્યું કામ છે પરંતુ, જો મહેનત અને સાચી દિશામાં કામ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ વજન ઉતારી શકે છે અને હા જો મહેનત સાચી દિશામાં ન હોય તો લાખ પ્રયત્ન કરવા છતાં પણ વજન ઊતરતું નથી. જો વજન ઊતરે તોપણ તે ફેટના સ્વરૂપે નહીં પરંતુ તેમ મસલ્સ ના સ્વરૂપમાં ઓછું થાય છે. જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.

આજે અમે તમને એક એવી વર્કિંગ વુમનને ફિટનેસ જલ્દી વિશે જણાવીશું કે, જેણે.27 કિલો વજન ઘટાડ્યું છે. એક વર્કિંગ વુમનને ડાયટ અને ઘરે જ એક્સરસાઈઝ કરીને પોતાનો 27 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. વજન ઓછું કરવાના સમયે તેઓ પરાઠા ખાતા હતા પરંતુ તેમને ખબર હતી કે, કેટલી માત્રામાં પરાઠાને કેટલી રોટલી ખાવા ની છે તેમનું ડાયટ અને વર્ક આઉટ પ્લાન શું હતું તે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું.

મોટાભાગની મહિલાઓ એવું કહે છે કે, લગ્ન પછી મહિલાઓનું વજન ઓછું થતું નથી અથવા વજન ઓછું કરવા માટે સમય મળતો નથી..તેઓ આ લેખ દ્વારા શીખ મેળવી શકે છે અને વજન ઓછું કરી શકે છે.જોબ અને પરિવારને સંભાળવાની સાથે-સાથે કેવી રીતે વજન ઓછું કરી શકાય, પ્રેગનેન્સી સમયે આ મહિલા નું વજન 85 કિલો થઈ ગયું હતું. તેમને બે વર્ષના સમયગાળામાં વજન ઘટાડ્યું. ડાયટ અને એક્સરસાઇઝ કરીને તેમણે 27 કિલો વજન ઉતાર્યું..તો ચાલો તમે અમે તમને એમની weight loss  જર્ની વિશે જણાવીએ.

85 થી 58 કિલો સુધીની ફિટનેસ જર્ની –

અલકા શેઠ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે, નાનપણથીજ તેઓ રુષ્ટ પુષ્ટ અને ગોળ મટોળ હતા પરંતુ એમણે હું ક્યારેય નહોતું વિચાર્યું કે,.પોતે વજન ઓછું કરીને બીજાને પણ ફિટ રાખવામાં મદદરૂપ થશે. તેવો આગળ જણાવે છે કે, ઘરના કામ, પ્રેગ્નન્સી બાદ બાળકને સંભાળવું અને જોબના કારણે પોતાના પર તેઓ ધ્યાન આપી શકતા ન હતા..જેથી કરીને તેમનું વજન લગભગ 85 કિલો જેટલું થઇ ગયું હતુ. ત્યારબાદ અમે થોડા સમય પછી એવો અહેસાસ થયો કે વજન કંઈક વધુ પડતું જ વધી ગયું છે. તો તેઓ એ વજન ઓછું કરવા નું વિચાર્યું તેમણે ઇન્ટરનેટ પર વજન ઓછું કરવાના ઉપાય સર્ચ કર્યા.

તેમણે ઇન્ટરનેટ પર હાજર કેટલાયે પ્રકારના ડાયટ કીટો ડાયટ, 5 બાઈટ ડાઈટ, જી એમ ડાયટ, રેમ્બો ડાયટ દરેક પ્રકારના ડાયટ ફોલો કર્યા. સવારમાં ગરમ પાણી અને લીંબુ મિક્ષ કરીને પિતા હતા અને ગ્રીન ટી પણ લેતા. અનેક તરકીબો એમને અજમાવવી જોઇ પરંતુ તેમને ખાસ કોઈ અસર દેખાઈ નહીં. ત્યારબાદ તેમને જીમ જોઈન કર્યું અને ત્યાં એક લોકલ ટ્રેનરે જણાવ્યું કે, વજન ઓછું કરવા માટે તમારે ફેટ બર્નર કેપ્સુલ લેવી જોઈએ. એટલે કે જે ચરબી ઓછી કરતી હોય.

એમણે કોઈ પણ હિસાબે પોતાનું વજન ઓછું કરવાનું હોવાથી તેમને કેપ્સુલ વિશે વધુ જાણકારી ન હોવા છતાં એનું સેવન કર્યું. આ કેપ્સુલ લીધા બાદ તેમનું વજન અચાનક ઓછું થઈ ગયું પરંતુ થોડા સમય બાદ પાછું વધી ગયું ત્યાર પછી lockdown આવી ગયું. અને ખાલી સમયમાં તેમણે વેઈટ લોસની રીતો અને તેના પાછળનું વિજ્ઞાન વિશે વાંચવાનું શરૂ કર્યું. જેના દ્વારા તેમને જાણવા મળ્યું કે વેટલોસ કરવાના તેમના દરેક પ્રયત્ન ખોટા હતા.

ત્યાર પછી તેમણે ફિટનેસ સર્ટિફાઇડ પ્રશાંતકુમાર સાથે વાત કરતા તેઓએ તેમને ડાયટ અને વર્ક આઉટ પ્લાન આપ્યો. આ વર્ક આઉટ પ્લાન તેમને ફોલો કરવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તેમનું વજન ઓછું થવા લાગયું. પોતાનું વજન ઓછું થતું હોય તેમને અંદરથી પ્રેરણા મળતી રહી છે. જેનાથી તેઓ વધુ મહેનત કરીને વધુ પ્રેરિત થતા ગયા. ત્યાર પછી તેમણે ધીમે ધીમે બે વર્ષ પછી પોતાનું વજન 27 કિલો ઓછું કરી દીધું. જ્યાં તેમનું વજન 85 કિલો રહેતું હતું. આજે તેમનું વજન 58 કિલો છે અને તેમને એક વર્ષથી આ વજન મેઇન્ટેઇન રાખ્યું છે.

તેઓ ફોલો કરતા હતા આ ડાયટ પ્લાન 

અલકા જણાવે છે કે, તે હંમેશા પોતાની મેન્ટેનન્સ કેલેરીથી 200 થી 300 કેલરી ઓછું ખાય છે. તેઓ કહે છે કે હું દિવસમાં બે વાર પણ ખાઈ શકતી હતી અને છ વાર પણ પરંતુ તેઓ એકવાર એક દિવસમાં ખાવા વાળી કેલેરી ને ચાર ભાગમાં વહેંચીને દિવસમાં ચારવાર નાના ભાગમાં આહાર લેતા હતા. તેમને પરાઠા વધુ પસંદ હતા. તેથી તેઓ ગમે સોયાબીનને પીસીને તેને મિક્સ કરીને તેના પરોઠા બનાવીને ખાતા હતા. ક્યારેક તેમાં લીલાં શાકભાજી પણ નાખતા હતા અને બટર માત્ર 10 ગ્રામ જ લગાવતા. જેથી કેલરી વધુ ન થઈ જાય. તેના સિવાય તેમણે સવારમાં ઉઠતાની સાથે જ પાણી પીતા અને ત્યારબાદ એક બ્લેક કોફી કે ગ્રીન ટી પીતા હતા. ત્યારબાદ તેઓ વર્કઆઉટ કરતા હતા.

નાસ્તો 

200 મિલી દૂધ કે દહીં 75 ગ્રામ પનીર, કે 60 ગ્રામ ચીઝ, સો ગ્રામ લીલી શાકભાજી અને સ્નેક્સ.

સવારનું ભોજન 

40 ગ્રામ ઘઉંનો લોટ, 10 ગ્રામ સોયાબીનના લોટ માં મેળવી ને રોટલી અને પરાઠા બનાવવા, 10 ગ્રામ ઘી કે બટર રોટી કે પરાઠા પર લગાવો, 35 ગ્રામ કાચા રાજમા કે દાળ નું શાક 150 ગ્રામ સલાડ સ્નેક્સ.

રાત્રિભોજન 

45 ગ્રામ ઘઉંનો લોટ લઇને તેની રોટી, આ 30 ગ્રામ સોયાબીનને પીસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવવી. 8 ગ્રામ બટર કે ઘી રોટી પર અથવા શાક બનાવવા માટે, 35 ગ્રામ કાચા રાજમા, દાળ અથવા છોલે નું શાક 150 ગ્રામ સલાડ 1 ચમચો પ્રોટીન રાત્રે સુતા પહેલા અલકા જણાવે છે કે, તેમનું વજન ઓછું થતું ગયું તેમ તેમણે કેલેરીની માત્રા ઓછી કરી કારણ કે વજન ઓછું કરવા મેન્ટેનન્સ કેલેરી થી ઓછું ખાવાનું હોય છે.

હોમ એક્સરસાઇઝ

આગળ જણાવતા કહે છે કે તેમને વધુ વેઇટ હું એક્સરસાઇઝ ઘટ્યું છે..કારણકે તેમને જ્યારે ફિટનેસ જર્ની શરુ કરી હતી, ત્યારે lockdown ચાલી રહ્યું હતું તે સમયે તેમની દીકરી ખૂબ નાની હતી અને સંક્રમણ ફેલાવાને કારણે તેઓ જીમમાં નહોતા જતા. તેઓ દરરોજ સવારમાં પાંચ વાગ્યે ઊઠીને વર્કઆઉટ કરતા હતા. વર્કઆઉટમાં વધુમાં વધુ એક્સરસાઇઝ બોડી વેટ થી કરવાની હોય છે.

જેમાં જમ્પિંગ જૅક, ક્રનચેસ, માઉન્ટેન ફ્લાઈંગ, જેવી બેઝિક એક્સરસાઇઝ હતી..એના સિવાય ડંબલ થી વર્કઆઉટ કરવાના હોય છે. જેમાં ડેડ લિફ્ટ, સ્ક્વોર્ટ, સોલ્ડર પ્રેસ, બેન્ચ પ્રેસ, બાઈસેપ્સ કર્લ નો સમાવેશ થતો હતો. ચાલવાના સ્ટેપ વધારવા માટે તેઓ દરરોજ દસ હજાર કદમ ચાલતા હતા. તેઓ કોઈ વિડીયો જોઈ રહ્યા હોય કે ફોન પર વાત કરી રહ્યા હોય તો પણ તેઓ ચાલતા રહેતા હતા. તેનાથી ચાલવાના સ્ટેપ વધવામાં મદદ મળતી હતી. મગજને રિલેક્સ કરવા માટે તેઓ ક્યારેક યોગ અને મેડિટેશનનો પણ સહારો લેતા હતા.

વજન ઓછું કરવા માટેની ઉપયોગી ટિપ્સ

જે લોકો લાંબા સમય સુધી તેઓ હેલ્ધી ખાવાનું ખાઈને બોર થઈ શકે છે તો,.તેમને જમવાનું બનાવવાની રીત બદલવી જોઇએ. જેથી જમવાનો સ્વાદ પણ આવશે અને જમવાની મજા આવશે. તેમણે જણાવ્યું કે, વજન ઓછું કરવું મુશ્કેલ કામ નથી. જેટલું લોકો વિચારી રહ્યા છે પરંતુ હા જો કોઈ મહેનત નથી કરતા અને ખાવા પણ તેમનો કંટ્રોલ નથી તો તેમના માટે આ કઠિન છે. આજે પોતે ફિટનેસ ટ્રેનર બની ગયા છે.

તેઓ પોતાની ફિટનેસ જર્ની સમયે એવું શીખ્યા કે મનમાં શ્રદ્ધાપૂર્વક વિચારી લઈએ તો માણસ કંઇ પણ કરી શકે છે. એટલો સમયે તેમને કેટલી વાર નિરાશ થઇ હતી. પરંતુ હિંમત હારી નહીં અને આગળ વધતા રહ્યા છે. એટલા માટે જ તમારામાંથી પણ કોઈ વજન ઓછું કરવા માંગતા હોય તો તેમણે બી.એમ.આર થી ઓછી કેલેરી લેવી જોઈએ. જો જિમમાં જઈ શકતા હો તો કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઇએ ડાયટને સારી રીતે ફોલો કરવું, હોમ એક્સરસાઇઝ કરવી જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો

મિત્રો આ માહિતી તમારા મિત્રો અને ગ્રૂપ માં જરૂર શેર કરો જેથી બીજા લોકો આનો ફાયદો લઈ શકે.

નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન  અવશ્ય લો.

અમને આશા છે આજના લેખની vajan ochu karva  ના ઉપાય આ માહિતી તમને જરૂરથી પસંદ આવશે.

2 thoughts on “આ યુવતીએ 27 કિલો વજન ઘટાડયુ વજન ઘટાડવા માટે શું ટિપ્સ અપનાવી જાણો”

Leave a Comment