તૂટેલા હાડકા ને જોડવા માંગતા હોય તો કરો આ દેશી ઉપાય

તૂટેલા હાડકા આપણા શરીરમાં મહત્વના અંગોમાં હાડકા નો સમાવેશ થાય છે. હાડકા મજબૂત હોય તો વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહી શકે છે. પરંતુ વર્તમાન સમયમાં જે રીતે ફાસ્ટ ફૂડ નું ચલણ વધી રહ્યું છે અને જે રીતે રહેણીકરણી ખરાબ થઈ રહી છે. તેના કારણે શરીરને જરૂરી પોષણ મળતું નથી. જેને પરિણામે હાડકાં ઉંમર પહેલાં જ નબળા થઈ જતા હોય છે.

હડકા નબળા પડી જાય અથવા તો હળવો ઘા વાગવાથી પણ ફેક્ચર થઈ જાય છે. જે બાળકનાં હાડકાં નબળા હોય તો એમના હાડકા ખસી પણ જતા હોય છે. જેનાથી દુખાવો પણ અસહ્ય થાય છે. તેવામાં હાડકાંને મજબૂત કરવાના અને જોડવાના ઘરગથ્થુ ઉપચાર વિશે આજે અમે તમને જણાવીશું.

આમ તો હાડકા જોડવા ની ટ્રીટમેન્ટ ડોક્ટર જ કરી શકે છે. પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો હાડકા મજબુત બનાવી શકાય છે.આ સિવાય આજે અમે તમને ઘણા એવા ઉપાય વિશે જણાવીશું, જેનાથી હાડકા પર થતી ઇજા અને ફ્રેક્ચર થયું હોય તો, એની પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી જોઈએ.

હાડકું ખસી જાય અથવા તો ફેક્ચર ત્યારે 

જ્યારે હાથ કે પગના હાડકા ફેક્ચર થાય અથવા તો અથવા તો એ જગ્યાએ વળાંક દેખાવા લાગે છે. આ સિવાય જગ્યાએ ઇજા થઇ હોય ત્યારે લોહી પણ જામ થઈ જાય છે, અને સોજો ચડી જતો હોય છે ફેક્ચર થયું હોય તો એ જગ્યાએ લીલાશ પડતો રંગ દેખાવા લાગે છે.

આ લક્ષણો નો અર્થ એ છે કે તમને ફેક્ચર થયું છે અથવા તો તમારો હાડકું ખસી ગયું છે. તો તે પહેલાં તમારે એક કામ કરવાનું હોય છે. જે હાડકુ ખસી ગયું હોય એને જરા પણ હલાવવાનું નથી. હાડકાના ટુકડાઓ હલી ન જાય એ માટે લાકડાં કે તેના જેવી કઠણ વસ્તુ ની મદદ લેવી. આ વસ્તુને ટુટેલા ભાગ પાસે રાખી કોઈ કપડાથી બરાબર બાંધી લેવી.

હાડકું જોડવાના ઘરગથ્થુ ઉપચાર

હાડકાને જોડતા ઘરગથ્થુ ઉપચાર દેશી ઘી બે ચમચી લેવું. એક ચમચી જુનો ગોળ અને એક ચમચી હળદર લઈને એક કપ પાણીમાં ઉકાળો. એક ચમચી હળદર અને એક ચમચી ડુંગળીની પેસ્ટ કપડામાં બાંધીને તલના તેલમાં ગરમ કરીને ઇજા થઈ હોય એ જગ્યા પર શેક કરવો જોઈએ. હાડકુ તુટે પછી બહાર આવી ગયું હોય તો તેમાં માટી કે ધૂળ ન લાગી જાય એના માટે ઘાને બરાબર સાફ કરી લેવો જોઈએ.

કેલ્શિયમની ઉણપ દૂર કરવાના ઉપાય 

વારંવાર ફેક્ચર થવાનું મુખ્ય કારણ શરીરમાં કેલ્શિયમની ઊણપ હોય છે. શરીરમાં કેલ્શિયમ ન બનતું હોય અથવા ઓછું થઈ ગયું હોય તો હાડકાના રોગ તેમજ ફેક્ચર નું પ્રમાણ વધી જાય છે. એવા હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ વાળી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

શરીરમાં કેલ્શિયમની ઉણપને દુર કરવા માટે અને કેલ્શિયમ વધે એના માટે લીલા શાકભાજી દૂધ માંથી બનેલી વસ્તુઓ અને દહીં વધારે સેવન કરવું જોઈએ. ગર્ભાવસ્થામાં મહિલાઓએ વધુ કેલ્શિયમ જરૂર પડે છે. શરીરમાં કેલ્શિયમની વધારવા માટે વિટામિન ડી ની પણ જરૂર પડે છે. તેથી ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન પોષક તત્વોનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઇએ.

આ સિવાય હાડકાની જોડાવા માટે રામબાણ ઔષધી છે હાડજોડ. આ આયુર્વેદિક દવા હાડકાને જોડવા ઉપરાંત શરીરના અનેક રોગો સામે રક્ષણ આપે છે. આયુર્વેદિક દવાનો લેપ બનાવીને એનો ઉપયોગ કરી શકાય છે.

હળજોડની જડીબુટ્ટી ને સુકવીને અડદની દાળ ઉમેરીને પીસી લેવી. આ પેકનો ઉપયોગ જ્યાં હાડકું તૂટી હોય એ જગ્યા પર કરવો જોઈએ. આ પેસ્ટને લગાવીને પાટો બાંધી દેવો બે દિવસ પછી ફરીથી આ ઉપાય સતત એક મહિના સુધી કરવાથી ફરક પડે છે અને દુખાવો દુર થશે.

આ સિવાય આ જડીબુટ્ટીનો ઘી સાથે ઉપયોગ કરીને તેનું સેવન કરવાથી પણ હાડકા મજબુત થાય છે. આ સિવાય હાડકા મજબુત કરવા માટે નિયમિત કસરત કરવી જોઈએ. અને કોફી થી દૂર રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારના હેલ્ધી સપ્લિમેન્ટ નો ઉપયોગ કરવો, લીલા શાકભાજી અને પોષણયુક્ત આહારનું સેવન કરવું જોઈએ.

હાડકાં મજબૂત રહે એના માટે સૌથી પહેલા દિવસની શરૂઆતમાં હળવા તડકામાં બેસવું જોઈએ. સવારના તડકામાં બેસવાથી વિટામિન-ડી મળે છે અને તેના કારણે હાડકાં મજબૂત થાય છે. આ સિવાય ભોજનમાં ડુંગળી તથા આદુ-લસણનું સેવન કરવું જોઈએ. હાડકાને નબળા પડતા અટકાવવા હોય તો આજથી જ કોલ્ડ્રિંક્સ પીવાનું બંધ કરી દેવું જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજની માહિતી અને ઉપાય તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે

1 thought on “તૂટેલા હાડકા ને જોડવા માંગતા હોય તો કરો આ દેશી ઉપાય”

Leave a Comment