ઉનાળામા લુ લાગવાથી લાભકારી છે આ વસ્તુનું સેવન

વધુ માત્રામાં પાણી પીવું 

વધારે માત્રામાં પાણી પીવું જોઇએ. જેથી શરીરમાં પાણીનું સંતુલન જળવાઈ રહે. ઉનાળામા લુ ન લાગે એ માટે સફેદ રંગ અથવા તો આછા રંગના ખુલ્લા સુતરાઉ કપડા પહેરવા જોઈએ. ઘરેથી નિકળતા પહેલા થોડુંક કંઈક ખાઈને પાણી થી પેટ ભરેલું હોવું જોઈએ. શરીરમાં પાણીની ઉણપ થવી જોઈએ નહીં. કામના સમયે સમયાંતરે આરામ કરવો અને સતત કામ સમયે થોડા-થોડા અંતરે પાણી પીતા રહેવું જોઈએ.

લૂથી બચવા માટે કોથમીર નો ઉપયોગ કરવો 

મોટાભાગે લોકો કોથમીર નો ઉપયોગ વાનગીમાં સ્વાદ વધારવા માટે કરતા હોય છે. પરંતુ જો કોથમીર વાળું પાણી પીવામાં આવે તો ઉનાળામાં લૂ લાગવાથી બચી શકાય છે. તાજી કોથમીર પાણીમાં પલાળીને એમાં ખાંડ નાખીને એ પાણી પીવું જોઈએ. એનાથી લુ લાગતી નથી. ઉનાળામાં ગરમી માં તે ખૂબ જ રાહત આપે છે.

કેરી ખાવાથી લૂ લાગતી નથી 

ઉનાળામાં આવતી કેરીની સિઝનમાં પણ કેરીનું સેવન કરવાથી લૂ સામે રક્ષણ મેળવી શકાય છે. ગરમીની સિઝનમાં કેરી નો બાફલો સ્વાસ્થ્યવર્ધક કહેવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળે છે અને લૂ લાગતી નથી. આમ કેરી ખાવાથી ઉનાળામાં લુ સામે રક્ષણ મેળવી શકાય છે.

લીંબુ શરબત પીવાથી ફાયદો થાય છે

લૂ થી રક્ષણ મેળવવા માટે લીંબુના શરબતનું સેવન કરવું જોઈએ. એનાથી શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી અને લીંબુનું પાણી પીવાથી શરીરમાં એનર્જી પણ રહે છે.

આમલીનું સેવન કરવાથી ઉનાળામા લુ સામે રક્ષણ મળે છે

લૂથી બચવા માટે આમલીના બીજ ને ક્રશ કરીને તેનો પાવડર બનાવી લેવો. આમલીના બીજ ના આ પાવડરને પાણીમાં નાખીને ખાંડ સાથે મિક્સ કરીને પીવાથી પાચન તંત્ર સારુ રહે છે. જેથી ઉનાળામાં ગરમીના કારણે થતી પેટની સમસ્યાઓ થી છુટકારો મેળવી શકાય છે અને લુ થી પણ બચી શકાય છે.

ઉનાળાની ગરમીથી બચવા માટે છાશનું સેવન ફાયદાકારક બને છે

ઘણા લોકો છાશ પીતા નથી પરંતુ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. છાશ નિયમિત પીવાથી શરીર ને ઘણા ફાયદા થાય છે. ગરમીની ઋતુમાં છાસ માં મરી પાવડર અને જીરું નાખીને પીવાથી લુ લાગતી નથી. છાશ પીવાથી શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

લીલા નાળિયેરનું પાણી પીવાથી ઉનાળામા લુ સામે રક્ષણ મળે છે 

નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ગુણો રહેલા છે. ગરમીની ઋતુમાં નારિયેળ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. નારિયેળ પાણી પીવાથી કોઈ ઔષધિ લેવાની જરૂર રહેતી નથી.

જ્યારે ઉનાળાની ઋતુમાં લૂ લાગે ત્યારે ડુંગળી ખાવી પણ ફાયદાકારક રહે છે 

ગરમીમાં લૂની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડુંગળી રામબાણ ઈલાજ છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન સારું રહે છે. ડુંગળીનો રસ કાઢીને પણ પી શકાય છે. ઉનાળાની ગરમીના કારણે જો તાવ ચડી ગયો હોય. ઉલટી થતી હોય, માથું દુખતું હોય કે, ઊબકા આવે તો આ બધાં લક્ષણ એ લૂ લાગવાના છે. આકરો તાપ પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે. એ માટે ડુંગળી એ ખૂબ જ ગુણકારી છે. યાદ રહે કે લૂથી બચવું હોય તો ડૂંગળીની વાનગીઓ કરતાં કાચી ડુંગળી વધુ હિતકારી રહે છે. ડુંગળી એ પચવામાં ભારે અને ધાતુવર્ધક છે. ઊંઘ આવે છે આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ અને રક્તપિત્તના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. એનાથી વધુ પડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબર ઉત્તમ પાચક ગણાય છે. કાચી કેરી અને ડુંગળી ની છીણમાં ગોળ અને જીરું તથા સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અવશ્ય લેવું જોઈએ. એનાથી ભૂખ ઊઘડે છે, ઉપરાંત ખાવાનું પચે છે, અને લૂથી બચી શકાય છે. ઉનાળામાં ડાયરિયા, મસા, અપચો કબજિયાત વગેરે જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે. જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ ન ખવાતી હોય તો પછી કાકડીનું સલાડ બનાવીને ખાઈ શકાય છે. ડુંગળી અને કાકડી બન્નેને ઝીણાં સમારીને તેમાં સિંધવ મીઠું, મરી પાવડર, જીરૂં પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો નાખીને કચુંબર તૈયાર કરીને ખાવું જોઈએ શરીર માટે ફાયદાકારક રહે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજની સ્વાસ્થ્ય સંબંધિત મહત્વની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

 

Leave a Comment