સાંધાના દુખાવા, માથાનો દુખાવો , હાડકાંના દુખાવા, પેટની સમસ્યા ને દુર કરવા કરો આ ઉપાય

આજના લેખમાં અમે તમને બે પ્રયોગ વિશે જણાવીશું. જેમાં એક પ્રયોગ તમારે સવારે અને બીજો પ્રયોગ બપોરે કે, સાંજે જમ્યા પછી કરવાનો છે. આ પ્રયોગ શરીરને નવી ઊર્જા લાવવા માટે, હાથ પગમાં કમજોરી આવી ગઈ હોય તો, ખાલી ચડતી હોય, માથાનો દુખાવો થતો હોય, પેટના રોગ, પાચનશક્તિ નબળી પડી ગઈ હોય તો એના માટે ખૂબ જ અસરકારક છે.

શરીરમાં લોહીની, વિટામિન અને પોષક તત્વોની ઉણપ આવી ગઈ હોય તો, પણ આ ઉપચાર તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે. આ ઉપાય માં રોજ રાત્રે તમારે કોઈપણ એક તાંબાનું વાસણ લેવાનું છે. તેમાં અડધો લીટર પાણી ભરવું.

આખી રાત એ પાણીને રહેવા દેવું. સવારમાં આ પાણીમાં બેથી ચાર ગ્રામ ગોળ નાંખી અને મિક્સ કરવો. ત્યારબાદ ભોજન કર્યા પહેલા આ પાણીને પી જવું.

આ પાણી પીવાથી થતા ફાયદા વિશે આજે અમે તમને જણાવીશું. જો તમારા પેટમાં મળ છૂટો પડતો ન હોય અને કબજિયાતની સમસ્યા રહેતી હોય, પેટ સાફ ન થતું હોય, વધુ સમય લાગતો હોય તો એવા લોકો માટે આ વસ્તુ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

કારણ કે, આપણે જે ગોળનો ઉપયોગ કર્યો તેની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. ફાઇબરને કારણે પાચન શકતિ વ્યવસ્થિત થઈ જાય છે અને ખાસ કરીને પેટમાં આંતરડા માં પણ જે મળ જમા થયો હોય કે, ચોંટેલો હોય તે નીચેની તરફ ગતિ કરે છે અને બહાર નીકળી જાય છે. આ ઉપચાર નો બીજો ફાયદો એ છે કે, તાંબાના વાસણમાં રાખવામાં આવેલું પાણી આપણા શરીરને શક્તિશાળી બનાવે છે કારણ કે તાંબાના વાસણમાં પાણી આખી રાત રહે છે. તેમાંથી અઢળક પોષક તત્વો શરીરને મળે છે. આ પોષક તત્વો આપણને માટીના વાસણ માંથી પણ મળે છે. તેના કરતા 60 થી 75 ટકા વધુ પોષક તત્વો તાંબાના વાસણમાં થી મળે છે.

તાંબાના વાસણના તત્વો ખાસ કરીને બેક્ટેરિયાને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. હકીકતમાં તાંબુ ઈ.કોલી અને એસ. ઓરિયસ. સ્વચ્છ પીવાના દુર્લભ સ્ત્રોતવાળા ગ્રામિણ વિસ્તારમાં લોકો તેને શુદ્ધ કરવા માટે તાંબાના વાસણમાં પાણી જમા કરે છે. આ વાસણોમાં 16 કલાક સુધી રાખવામાં આવેલું પાણી પીવાથી ડાયેરિયાના તમામ રોગ દૂર થઈ જાય છે.

શરદી અને ઉધરસ

આ પોષક તત્વો શરીરમાં જવાથી શરીરમાંથી અશક્તિ અને કમજોરી દૂર થઈ જાય છે. હાથ – પગ ના દુખાવા દૂર થાય છે, શરદી અને ઉધરસની સમસ્યાથી પણ છુટકારો મળે છે. પરંતુ જે લોકોને કફનો પ્રકોપ વધારે હોય તેમણે આ પ્રયોગ કરવો જોઈએ નહીં..

સાંધાના દુખાવા, માથાનો દુખાવો

હવે બીજો પ્રયોગ છે, જે તમારી બપોરે કે સાંજે જમ્યા બાદ કરવાનો છે. એમા બપોરે કે સાંજે જમ્યા પછી એક નાનો ટુકડો આ વસ્તુનો ખાવાનો છે. એ છે ગોળ ગોળ નો એક ટુકડો જે તમારે રાત્રે કે બપોરે જમ્યા પછી ખાવાનો છે. એનાથી તમારા સાંધાના દુખાવા, માથાનો દુખાવો દૂર થાય છે. ઉપરાંત પાચન શક્તિ મજબૂત બને છે અને શરીર પણ એકદમ બળવાન અને નિરોગી રહે છે.

દરરોજ બે પ્રયોગ કરવાથી આપણા શરીરમાં અશક્તિ અને નબળાઈ હોય છે દૂર થઈ જાય છે .હાથ પગમાં ખાલી ચઢવાની સમસ્યા હોય એમાંથી પણ છુટકારો મળે છે. આંખે અંધારા આવતા હોય અથવા વાળને લગતી કોઈ સમસ્યા હોય તો પણ આ પ્રયોગ કરવાથી રાહત મળે છે.

એવી ઘણી વસ્તુઓ છે જેના સેવનથી આયર્નની ઉણપ ઓછી થાય છે, પરંતુ ગોળ એવી વસ્તુ છે કે જેમાં આયર્ન વધુ માત્રામાં મળી આવે છે. એટલે કે, ગોળ આયર્નનો મુખ્ય સ્રોત છે. એનિમિયાવાળા દર્દીઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક છે. માટે એનિમિયાથી પીડિત લોકોને ખાંડને બદલે ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે પણ ગોળનું સેવન ખૂબ મહત્વનું છે.

અસ્થમાના દર્દીઓને પણ ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે. ગોળ શરીરનું તાપમાન નિયંત્રણ માં રાખે છે. તેની એન્ટિ-એલર્જિક ગુણધર્મોને કારણે તેનું સેવન અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક બની રહે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલી માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment