મોટાભાગના રોગો શિયાળામાં થતા હોય છે. બીજી તરફ શિયાળાની ઋતુ આપને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે. હવે તમે વિચારશો કે આવું કઈ રીતે ! એનું કારણ એ છે કે શિયાળામાં ઘણી બધી હેલ્ધી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે, મળી રહે છે. આજ ઋતુમાં સાંધાના દુખાવા, શરદી બીજી અનેક નાની-મોટી બીમારીઓ થતી હોય છે.
એ બીમારીઓથી બચવા માટે જો તમે પણ આ ઋતુમાં મળતી હેલ્ધી વસ્તુઓનું સેવન કરો તો સ્વસ્થ રહી શકો છો. આ ઋતુમાં મળતી ખાસ વસ્તુઓમાં લીલા શાકભાજી ફળ અને એમાં પણ મુખ્ય વસ્તુ માં આમળા નો સમાવેશ થાય છે.
શિયાળાના ત્રણ મહિના જો તમે એનું સેવન કરશો તો આખું વર્ષ સ્વસ્થ રહી શકશો. આમળાને એવું ફળ છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. એ કારણે જ તે પ્રખ્યાત પણ છે. દરેક વ્યક્તિ આમળાના જ્યૂસનું સેવન કરવું જોઈએ ખાસ કરીને મહિલાઓ એ આહારમાં તેને વિશેષ સ્થાન આપવું જોઈએ.
આમળા પોટેશિયમ, ફોસ્ફરસ, વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન કેરોટીન અને વિટામિન બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વોનો સ્ત્રોત છે
આમળાને 100 રોગની દવા કહેવામાં આવે છે. કદાચ એ જ આ કારણથી એને અમૃત સાથે પણ સરખાવવામાં આવે છે. એનો સ્વાદ ખાટો હોવાના કારણે મોટાભાગે ઘણા લોકો એને ખાવાનું પસંદ કરતા નથી. તો એને ખાવાની જગ્યાએ નો રસ કાઢીને પણ પી શકો છો. આમળાનો રસ શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક છે.
આમળા ના રસ ના ફાયદા:- (આમળા ખાવાના ફાયદા)
દરરોજ હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી આમળાનો રસ પીવો મહિલાઓ માટે ખાસ કરીને ખૂબ જ ફાયદાકારક નીવડે છે. આમળાનો રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય ચર જેના કારણે તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. એ સિવાય શિયાળામાં થતી ઉધરસ અને શરદી ને પણ એ રોકે છે. શરદી ઉધરસની દવા છે આમળા.
આમળાના સેવનથી હાડકા પણ મજબુત બને છે. ઉંમર વધવાની સાથે હાડકા નાજુક અને કમજોર બનતા જાય છે. પરંતુ જો આમળાના રસનું નિયમિત સેવન કરવામાં આવે તો તમારા હાડકા સ્વસ્થ અને મજબૂત બને છે.
આમળાનું સેવન ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે ચહેરા પર કુદરતી ચમક જોવા માંગતા હોવ અને કાયમ જુવાન ત્વચા જોવા માંગતા હોવ તો આમળાનું નિયમિત સેવન કરવું જોઈએ. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ ત્વચાની વધતી ઉંમરને ધીમી કરે છે.
આ સિવાય આમળામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો પ્રદૂષણ સામે પણ રક્ષણ આપે છે. તેમાં બીટા-કેરોટીન અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોવાથી એ ત્વચાને કોમળ અને ચમકદાર રાખે છે.
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આમળાંમાં રહેલું વિટામીન-સી તમને ફંગલ અને ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ વધારે છે. આમળાના રસનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે એના કારણે આપણે અનેક રોગોથી બચી શકીએ છે. આમળાના રસનું સેવન કરવાથી તમે શરદી, ઉધરસ, પેટની બીમારી અને અલ્સર જેવી સમસ્યામાં પણ તમે રક્ષણ મેળવી શકો છો.
ચહેરા પર કાળા ડાઘ માટે :
ચહેરા પરની કરચલીઓ, ફાઇન લાઇન્સ અને વધતી ઉંમર સાથે ચહેરા પર થતા ડાઘને અટકાવે છે. આમળાના સેવનથી ત્વચામાં એક કુદરતી ચમક આવે છે. આમળાનું સેવન શરીરને અંદરથી ડિટોકસ કરે છે અને ત્વચાને તાજી, યુવાન, સ્વસ્થ અને ચમકતી રાખે છે.
વજન ઘટાડવા માટે:
જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે કડવી વસ્તુ હંમેશા કામ આવે છે. ઘણી વખત તો સુસ્ત ચયાપચયને કારણે વજન વધી જતું હોય છે. જ્યારે આમળાના રસનું સેવન કરવાથી ઝેરી પદાર્થો બહાર નીકળે છે અને ચયાપચય સ્વસ્થ અને સક્રિય બને છે. ભજન વધવામાં પેટનું ફૂલવું અને ભારેપણા ની સમસ્યામાં રાહત આપે છે.
આ સિવાય પણ જેમ કે પેટ અને કમર નો દુખાવો વધુ પડતો આ સમસ્યામાં પણ આમળાના રસનું સેવન ખૂબ જ ફાયદાકારક નીવડે છે. માટે જ આમળાના રસનું નિયમિત સેવન કરવામાં આવે તો એમાં રહેલા મિનરલ્સ અનેક સમસ્યાઓ થી છુટકારો અપાવે છે.
ડાયાબિટીસ માટે આયુર્વેદિક ઉપચાર:
આ સિવાય પણ આમળાના રસનું નિયમિત સેવન કરવાથી બીજા અનેક ફાયદા થાય છે. જેમકે વાળ, હૃદય, ડાયાબિટીસ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
અમને આશા છે આજનો આર્ટિકલ આપને આપને માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તો આમળા ના રસ ના આટલા બધા ફાયદા જાણીને તમે પણ હવે એનું નિયમિત સેવન કરવાનું શરૂ કરી દો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.