ક્યારેય નહિ થાય ગંભીર રોગો કરો આ ઉપાય

અંજીર ખાવાના ફાયદા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મદદરૂપ બને છે. ડ્રાયફ્રુટ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે અનેક સમસ્યાઓને દૂર કરે છે. આજે અમે વાત કરવાના છે એનું નામ અંજીર છે. અમુક ટકા મહિલાઓ જ જાણે છે કે, અંજીર બદામ પછીનું સૌથી સારું ડ્રાયફ્રુટ છે.

મહિલાઓ માટે ફાયદાકારક

અંજીર ખાવાથી મહિલાઓની હોર્મોનલ સમસ્યા અને માસિક ધર્મની તકલીફ દૂર થાય છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ઉપરાંત હૃદય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. અંજીર ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અંજીરમાં જીંક, આયર્ન, મેગ્નેશિયમ જેવાં ખનીજ તત્વો રહેલા છે. એમાં એંટીઓક્સીડેંટ અને ફાઇબર ભરપૂર માત્રામાં રહેલું છે. તો ચાલો આજના લેખ માં અંજીરના ફાયદા વિશે વિસ્તારથી જાણીએ.

અંજીર

અંજીર ખાવાના ફાયદા

વજન ઘટાડવા માટે ફાયદાકારક 

અંજીર તમારી કેલેરીની માત્રા નિયંત્રણમાં રાખે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હો તો, અંજીરને તમારા આહારમાં સમાવેશ કરો. એમાં કોપર, મેગ્નેશિયમ, પોટેશ્યમ, અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા છે. આ પોષક તત્વોની મદદથી તમારૂ મેટાબોલિઝમ સારૂં રહે છે. એ સિવાય તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે તમારા પેટની લાંબો સમય સુધી ભરેલું રાખે છે.

કબજિયાતની સમસ્યામાં ફાયદાકાર 

અંજીરમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. એક મધ્યમ આકારના અંજીરમાં આશરે 1.45 ગ્રામ ફાઈબરની માત્રા રહેલી હોય છે. જે કબજિયાત સંબંધિત સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે ઉપયોગી છે.

હાડકા માટે ફાયદાકારક 

અંજીર કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આપણું શરીર જમા નિર્માણ જાતે કરી શકતું નથી. માટે ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે. અંજીર માં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે રહેલા છે. જે હાડકાં ની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક બને છે. આ બધા પોષક તત્વો હાડકાને મજબૂત બનાવે છે.

હાડકા

આંખોની દ્રષ્ટિ માટે ફાયદાકારક 

આજકાલના સમયમાં કોમ્પ્યુટર, ટીવી અને મોબાઈલ સ્ક્રીન સામે કલાકો સુધી બેસી રહેતા લોકોની આંખો દિવસેને દિવસે નબળી પડતી જાય છે. આ માટે અંજીરમાં રહેલા વિટામીન એ આપણી આંખો માટે ખુબ જ ફાયદાકારક બને છે. માટે અંજીરનું સેવન કરવું જોઈએ.

હૃદયને સ્વસ્થ રાખે છે 

હૃદય ના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક બને છે. અંજીર શરીરમાં ટ્રાયગ્લીસરાઈડ્સ ના સ્તર ઘટાડવામાં મદદરૂપ થાય છે. જે હૃદય સંબંધી સમસ્યાઓનું મુખ્ય કારણ છે. અંજીર માં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તમારા બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે.

સુગરના સ્તરને ઘટાડે છે 

અંજીરમાં રહેલ કલોરોજેનિક એસિડ બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. તમે સલાડ અને સ્મૂધીમાં કાપેલા અંજીર નો ઉપયોગ કરી શકો છો. એમાં ઉચ્ચ માત્રામાં પોટેશિયમ રહેલું છે. જે તમારા શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખે છે.

પ્રજનન ક્ષમતા વધારે છે 

અંજીર માં રહેલા એન્ટીઓક્સિડેન્ટ, ફાઇબર હોર્મોન્સ અસંતુલન, પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક બને છે. મહિલાઓની કમજોરીમાં પણ અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે. અંજીર માં મૅંગેનીઝ, કેલ્શિયમ અને આયર્ન જેવાં ખનિજોનો રહેલા છે. આ બધાં જ તત્વો પ્રજનન ક્ષમતાને વધારે છે.

અંજીર ક્યારે અને કેવી રીતે ખાવા 

આમ તો તમે સૂકા અંજીર પણ ખાઈ શકો છો, પરંતુ પલાળેલા અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કે બે અંજીર અડધા કપ પાણીમાં આખી રાત પલાળી દેવા અને સવારે ખાલી પેટે ખાઈ લેવા. એની સાથે તમે અખરોટ, બદામ અને બીજાને ડ્રાયફ્રૂટ્સને પણ પલાળી ને ખાઈ શકો છો. જેનાથી તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે.

અંજીર તમને હાઇડ્રેટિડ રાખે છે અને સૂકા અંજીર કરતા પલાળેલા અંજીર ફાયદાકારક બને છે. જેને ખાવાથી ડાયાબીટીસ ટાઈપ 2 માં બ્લડ ગ્લુકોઝ લેવલ નિયંત્રણમાં રહે છે. તમે સ્મૂધી કે ઓટ્સ સાથે પણ તેને ખાઈ શકો છો. ઉપરાંત તમે ચિયા ના બીજ, કોળાના બીજનો વગેરેને અંજીર અને કોર્નફ્લેક્સ સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો.

અંજીર ને તમે તમારી સુવિધા પ્રમાણે પલાળીને કે સૂકા ખાઈ શકો છો. તમારા આહારમાં અંજીર નો સમાવેશ કરીને સંપૂર્ણ પોષક તત્વો પ્રાપ્ત કરી શકો છો. તે ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક પણ છે. જેને લઇને કેટલીક સાવધાની પણ રાખવી જરૂરી છે. એને એન્ટીપ્લેટલેટ દવાઓ સાથે લેવા જોઈએ નહીં. એનાથી રક્તસ્રાવ નું જોખમ વધી શકે છે.

એ સિવાય ડાયાબિટીસના દર્દીઓ કે જેમને સુગર લેવલ ઓછું હોય, તેમને અંજીર ખાવામાં પરેજી પાડવી જોઈએ. કારણકે શુગર લેવલને વધુ ઘટાડી શકે છે. સાથે જ એલર્જી સંબંધિત કોઇ સમસ્યા હોય કે પ્રેગનેન્ટ મહિલાઓએ પણ ડોક્ટરની સલાહ લીધા બાદ જ અંજીરનું સેવન કરવું જોઈએ.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની સ્વાસ્થ્ય સંબંધિત મહત્વની જાણકારી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “ક્યારેય નહિ થાય ગંભીર રોગો કરો આ ઉપાય”

Leave a Comment