આ ઉપાય કરશો તો જૂનામાં જૂની કબજિયાત થઈ જશે દૂર

કબજિયાત ની સમસ્યાએ હાલના સમયમાં દરેક વ્યક્તિને વધારે થતી સમસ્યાઓમાંથી એક છે આ સમસ્યા પાછળ નું મુખ્ય કારણ આપણું રહેણીકરણી અને ખાનપાન છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો.

જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઉપચાર નથી કરાવ્યો તો, આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો દવાઓથી લઇને ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે. આથી આજે અમે તમને કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાય જણાવી રહ્યા છીએ.

જે લોકો કાયમ કબજિયાતની સમસ્યાથી પરેશાન હોય, તેમના માટે આજે અમે આ લેખમાં એક ઉપાય જણાવીશું. આ ઉપાય કરવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરવું. આ પાણીમાં ફક્ત અડધી ચમચી જેટલું એરંડિયું નાખવું જોઈએ. જેને આપણે દિવેલ તરીકે ઓળખીએ છે. આજે એનો ઉપયોગ કરવાથી પેટ એકદમ સાફ થઈ જાય છે. જે લોકોને કાયમી કબજિયાતની સમસ્યા રહેતી હોય તેવા લોકો માટે આ અકસીર ઉપાય છે. તેમને રાત્રે સૂતી વખતે આ ઉપાય કરવો જોઈએ. આ ઉપાય રાત્રે ન કરો તો સવારે વહેલા ઊઠીને પ્રથમ એક ગ્લાસ પાણી ગરમ કરવું, તેમાં અડધી ચમચી એરંડીયુ નાખીને પીવું. આ ઉપાય કરવાથી તમારા શરીરમાં અડધી કલાક બાદ પ્રેસર આવશે. શરીર માં પ્રેસર આવે ને તમે બાથરૂમમાં જશો એટલે ફક્ત પાંચ મિનિટમાં જ પેટ સાફ થઈ જશે. પેટમાંથી બધો જ મળ અને કચરો બહાર નીકળી જશે.

જૂનામાં જૂની કબજિયાત

ઘણી વખત કબજિયાતની સમસ્યા ન હોય તો પણ ઘણીવાર મળ ત્યાગ માટે જવું પડતું હોય છે. તેવી સ્થિતિમાં ખૂબ જ સમસ્યા થતી હોય છે અને શરીરમાં બીજા ઘણા પ્રકારના રોગો ઉત્પન્ન કરતી હોય છે. આ સમસ્યાના ઇલાજ માટે આજે આ લેખમાં અમે ઉપાય બતાવી રહ્યા છે. આ ઉપાય કરવાથી પેટ સંપૂર્ણ સાફ થઈ જાય છે અને ફક્ત પાંચ મિનિટમાં જ આખું પેટ ખાલી થઈ જાય છે. આ એક અસરકારક ઉપાય છે.

જે લોકોને કાયમી સમસ્યા રહેતી હોય પેટ સાફ ન થતું હોય કબજિયાતની તકલીફ રહેતી હોય તો આ ઉપાય કરવાથી સમસ્યાથી છુટકારો મળે છે એના માટે તમારે કેવી રીતે ઉપાય કરવો તે બરાબર સમજી લેવું જોઇએ કે તમે તમારા શરીરમાં રહે તો, શરીર ઘણા બધા રોગોનું ઘર બની શકે છે.

કબજિયાત લાંબો સમય રહે તો ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે. આ માટે આ સમસ્યાનો સમયસર ઈલાજ કરવો જરૂરી છે. કબજિયાતની સમસ્યા હોય ત્યારે પેટનો, શરીરનો કચરો નિયમિત થવો જરૂરી છે. જો તમારૂ પેટ નિયમિત સાફ થઈ જાય તો મોટાભાગની બીમારીઓથી છુટકારો મળે છે. આ ઉપાય કરવાથી દવા લીધા વગર આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપાય કેવી રીતે કરવો તે જાણવું ખૂબ જરૂરી છે. કારણ કે આ કબજિયાત માટેનો અકસીર ઈલાજ છે.

જયારે પેટ સાફ થાય છે, ત્યારે કબજીયાતની સમસ્યા દૂર થવાથી ઘણી બધી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. પેટ ને સંપૂર્ણ રીતે સાફ રાખવાથી આ બધા જ ફાયદા થાય છે. જે લોકોને કાયમી સમસ્યા રહેતી હોય તેઓ એકાંતરા આ ઉપાય કરી શકે છે. જેમને ક્યારેક કબજિયાત ની સમસ્યા થતી હોય તેમણે અઠવાડીયામાં એક વખત આ ઉપાય કરવો જોઈએ.

એક અઠવાડિયા સુધી નિયમિત આ ઉપાય કરવાથી કબજિયાત ખૂબ જ સરળતાથી દૂર થાય છે, અને પેટ સાફ થઈ જાય છે. એક અસરકારક ઉપાય છે. જે ફક્ત અડધો કલાકમાં ખૂબ જ સારું પરિણામ આપે છે.

આ ઉપરાંત નીચે મુજબના અન્ય ઉપાય પણ કબજિયાતની સમસ્યામાં અસરકારક નીવડે છે.

બીલીનું ફળ કબજિયાત દુર કરવા માટે ફાયદાકારક છે. અડધો કપ બીલીના ફળનો ગર્ભ અને ચમચી ગોળ નાખીને સાંજે ભોજન લેતા પહેલા સેવન કરવાથી કબજિયાત દુર થાય છે. બીલીના ફળનું સરબત બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે.

અળસી ના બીજ એક ગ્લાસ હુફાળા દૂધ સાથે રાત્રે સેવન કરવાથી સવારે પેટ ખુબ સરળતાથી સાફ થઇ જાય છે. નારિયેળ પાણી પણ પેટ સાફ કરવામાં રામબાણ છે. રોજ નારિયેળ પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટ સાફ થાય છે. ત્રિફળાની બે ચમચી ચૂર્ણ રોજ રાત્રે સુતા પહેલા ગરમ દૂધ કે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થઇ જાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આજના લેખમાં અમે હાલના સમયની મોટી સમસ્યા કબજિયાતમાંથી છુટકારો મેળવવા માટેના અસરકારક ઉપાય વિશે માહિતી આપી. અમને આશા છે કે, આ મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment