વજન ઘટતું ન હોય તો અપનાવો આ અસરકારક ઉપાય

વજન ઘટતું વજન વધવાની સમસ્યા તો અત્યારે જોઈએ તો 100 માંથી 90 % લોકોને હોય છે. મોટાભાગે લોકો આ સમસ્યાથી રાહત મેળવવા માટેના ઉપાય શોધતા હોય છે અને ઘણી બધી ટિપ્સ પણ અજમાવતા હોય છે. તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજે આ લેખમાં અમે ઉપાય જણાવીશું. આ ઉપાય સાવ સરળ છે. આ ઉપાય પ્રમાણે તમે અનુસરશો તો, 100% પરિણામ મળશે, તથા પેટની ચરબી પણ ઓગળી જશે.

અત્યારે વજન વધવું એ મુખ્ય કારણ બની ગયું છે. બદલાયેલી જીવનશૈલી અને ખાણીપીણીની આદતો ના કારણે તથા અનિયમિતતા અને બેઠાડું જીવન વગેરે જેવા મુખ્ય કારણોને કારણે શરીરની ચરબી વધે છે. આજે અમે તમને ખાસ એવી વજન ઘટાડવા માટેની ટિપ્સ વિશે જણાવીશું, જેનાથી તમે ખૂબ સરળતાથી વજન ઘટાડી શકશો.

વરિયાળીનું સેવન કરવું જોઈએ 

વરિયાળી વિશે એવું કહેવામાં આવે છે કે, તમને વરિયાળીનું સેવન કર્યા બાદ ભૂખ ઓછી લાગે છે. ઉપરાંત વરિયાળીના પાણીથી વજન પણ ઘટી શકે છે. વરિયાળીનું સેવન જો તમે ભૂખ્યા પેટે કરો તો, ખૂબ જ ફાયદો થાય છે અને તમારા પેટની ચરબી પણ ઓગળી જાય છે.

વરિયાળી

વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ વધુ માત્રામાં રહેલું હોય છે. તેથી જો તમે વરિયાળીનું નિયમિત રીતે ખાલી પેટે સેવન કરો તો, પણ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદો મળે છે. જો તમે દરરોજ ફક્ત અને ફક્ત વળીયાળી ચાવવાનું જ રાખશો તો, પણ વજનમાં ઘટાડો થાય છે.

જો તમારે ઝડપથી વજન ઘટાડવું હોય તો,.એક ગ્લાસ પાણી લેવું. આ પાણી અને થોડું હૂંફાળું કરવું અને ત્યારબાદ આ ગરમ કરેલા પાણીમાં થોડી વરીયાળી ઉમેરવી. એ પાણી પીવાથી વજનમાં ખૂબ જલ્દી ઘટાડો થાય છે. આ પ્રયોગ તમારે નરણા કોઠે કરવો જોઈએ. એનાથી વિશેષ ફાયદો મળે છે.

વળીયાળી આપણા શરીરને ડિટોકસીફાય કરવા માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. વરિયાળી વિશે મહત્વની વાત એ છે કે વરિયાળીને ડિટોક્સિફાયર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઔષધી શરીરમાંથી નકામી ગંદકીને બહાર કાઢવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. તથા લીવર અને કિડની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

વરીયાળી એ શરીરમાં વિટામીન અને ખનીજ શોષણમાં ફેરફાર કરીને, શરીરમાં રહેલા વધુ ફેટને ઓગાડવાનું મહત્વનું કામ કરે છે.

વજન ઘટાડવા માટે વરીયાળી ના આ ઉપાય સિવાય, પણ અન્ય અસરકારક ઉપાય તમે અજમાવી શકો છો, જે આ મુજબ છે.

સૂકા ધાણા – સૂકા ધાણાનું પાણી પીને પણ તમે વજન ઉતારી શકો છો. ધાણા નું પાણી બનાવવા માટે ફક્ત બે મિનિટનો સમય લાગે છે. ધાણાનું પાણી શરીરની ચરબીને ઝડપથી બર્ન કરે છે. અત્યારે દોડતા સમયમાં બોડીનો શેપ જાળવવો એ જાણે સ્પર્ધા થઇ ગઇ છે. અને બોડીને શેપમાં રાખવા માટે મહિલાઓ જાણે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે.

વજન ઘટાડવું એ સરળ વાત નથી. માટે વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ ઉપાય અજમાવો પરંતુ એ રાતોરાત ચમત્કાર ન જ કરી શકે. એ માટે તમારે ધીરજ રાખવી ખુબ જ જરૂરી છે.

વજન ઘટાડવામાં એ વાતનું ધ્યાન ખાસ રાખવું જરૂરી છે કે, જો તમે યોગ્ય ડાયટ ફોલો નહીં કરો તો એક્સરસાઇઝ વજન ઘટાડવા માટે તમને કોઈ કામમાં આવતી નથી. ખાસ કરીને તમે ફાસ્ટફૂડને હટાવીને શરીર માં જમા થયેલી વધારાની ચરબીને ઝડપથી દૂર કરી શકો છો. ઝડપથી વજન ઉતારવા માટે તમારા ભોજનમાં જેવા પદાર્થોને પણ સામેલ કરવા જરૂરી છે જે તમારું મેટાબોલિઝમ વધારે અને ફેટ બર્ન કરવામાં મદદરૂપ થાય. શક્ય હોય ત્યાં સુધી તળેલી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

એમાં એક ઉપાયમાં વજન ઉતારવા માટે ધાણાનું પાણી ખૂબ જ અસરકારક સાબિત થાય છે, અને ઝડપથી ચરબી બર્ન કરે છે.

ધાણામાં ઘણાં ઔષધિય ગુણો રહેલા છે. એનું પાણી બનાવવા માટે, રાત્રે એક ગ્લાસ પાણીમાં આખા ધાણા નાખીને પલાળી દેવા. સવારે ઉઠીને ખાલી પેટે આ પાણીનું સેવન કરવું. નિયમિત આ ઉપાય અજમાવવાથી તમારું વજન ચોક્કસપણે ઊતરવા લાગશે.

તજ- લગભગ 200 મિલી પાણીમાં ૩ થી 6 ગ્રામ તજનો પાવડર નાખીને 15 મિનીટ સુધી ગરમ કરવું. પાણી હળવું ગરમ થયા પછી તેને ગાળીને તેમાં એક ચમચી મધ નાખવું. સવારમાં ખાલી પેટે અને રાત્રે સુતા પહેલા એને પીવું. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરીયલ પણ છે, જે નુકશાનકારક બેક્ટેરિયાથી છુટકારો અપાવે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આ લેખની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment