સાંધાનો દુખાવો દૂર કરવા અપનાવવો આ ઉપાય

સાંધાનો દુખાવો આજના લેખમાં અમે તમને એવા કેટલાક ઘરેલૂ ઉપાય વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે સાંધાનો દુખાવો અને ઘૂંટણના દુખાવાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો. આજના સમયમાં સાંધાનો દુખાવો અને ઘૂંટણ નો દુખાવા એક સામાન્ય બાબત બની ગઈ છે. વૃદ્ધો જ નહીં પરંતુ યુવાનો પણ આ સમસ્યાથી પરેશાન છે. સાંધાનો દુખાવો શરીરમાં કેલ્શિયમ ના અભાવ ને કારણે થાય છે.

જ્યારે કેલ્શિયમની ઊણપના કારણે શરીરના હાડકા નબળા પડે છે. ત્યારે સાંધાનો દુખાવો થાય છે અને વ્યક્તિને ઘૂંટણ, કમર, ખભા અને પગમાં દુખાવો થવા લાગે છે. આ સાંધાના દુખાવાને કારણે ચાલવામાં કે, કોઈપણ કાર્ય કરવામાં વ્યક્તિ અસમર્થતા અનુભવવા લાગે છે. સાંધાના દુખાવાની સારવાર માટે બજારમાં ઘણા બધા તેલ અને દવા ઉપલબ્ધ છે. પરંતુ આજે અમે તમને અમુક એવા ઉપાય વિશે જણાવીશું, જેના દ્વારા તમે ઘરે બેસીને પૈસા ખર્ચ કર્યા વગર સાંધાના દુખાવાથી અને આ સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો.

આ ઉપાય જણાવતા પહેલા અમે તમને એવી વસ્તુઓના સેવન વિશે જણાવીશું. જેના દ્વારા તમે કેલ્શિયમની ઉણપને દૂર કરી શકો છો, અને સાંધાનો દુખાવો મૂળથી મટાડી શકો છો તે વસ્તુ છે, સૂકા અંજીર. તે એક ફળ છે.

પરંતુ જ્યારે તેને સુકવીને ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારે તે સૂકા ફળ ની શ્રેણીમાં મૂકવામાં આવે છે. તે કેલ્શિયમનો ખજાનો છે. તે શરીરની હાડકા ની નબળાઈ દુર કરે છે અને તેમને મજબૂત બનાવે છે. જેથી તમે સાંધાના દુખાવાની સમસ્યાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો. અંજીરને પાણીમાં પલાળીને ખાવા જોઈએ.

એ માટે તમારે રાત્રે એક વાટકી જેટલા પાણીમાં ચારથી પાંચ ચમચી અંજીર પલાળીને સવારે ખાલી પેટે ખાવા જોઈએ, અને પાણી પી જવું જોઈએ. દરરોજ આ ઉપાય કરવાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર થાય છે અને હાડકા મજબૂત બને છે. હવે અન્ય ઉપાય વિશે જાણીએ.

ઉપાય માટે જરૂરી સામગ્રી –
અડધી ચમચી હળદર પાઉડર,
અડધી ચમચી સૂકું આદુ પાવડર

બનાવવાની રીત 

આ ઉપાય કરવા માટે હળદર અને થોડું પાણી મિક્સ કરીને તેને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને જ્યાં પણ દુખાવો થતો હોય ત્યાં લગાવી અને પાંચથી દસ મિનિટ સુધી માલિશ કરવી. દિવસમાં બેથી ત્રણ વખત આ ઉપાય કરવો જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો સાંધાના દુઃખાવામાં ઘણી રાહત મળે છે. થોડા દિવસમાં સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, ઘૂંટણ અને ખભા, કાંડા અને હાથ નો પગનો દુખાવો સંપૂર્ણપણે મટી જાય છે.

આ સિવાયના અન્ય ઉપાય નીચે મુજબ છે 

– રોજ 5 ગ્રામ મેથીનુ ચૂરણ સવાર-સાંજ ખાવાથી વા રોગ દૂર થઈ જાય છે. મેથી અને સોંઠને સમાન માત્રામાં મિક્સ કરીને બારીક ચૂરણ બનાવીને રાખી મુકો. આ ચૂરણને 5-5 ગ્રામની માત્રામાં ગોળ મિક્સ કરીને સવાર-સાંજ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

– જાયફળ ને સરસિયાના તેલમાં મિક્સ કરીને ના જૂના સોજા પર માલિશ કરવાથી પણ ફાયદો થાય છે. એનાથી સંઘિવાતના કારણે જકડાયેલ સંધિ-સ્થળ ખુલે છે. જેનાથી વા ના દુખાવામાં રાહત મળે છે.

– આદુમાં એંટી ઇન્ફ્લેમેટરી સંયોજનો રહેલું હોય છે. જે સોજો ઘટાડવામાં મદદ કરે છે. આ જડીબુટ્ટી જીંઝરોલ નામના સંયોજનમાં સમૃદ્ધ છે, જે એંટી ઇન્ફ્લેમેટરી છે. તમે આદુના તેલનો ઉપયોગ પણ કરી શકો છે. આ સિવાય આદુની ચા પીવાથી પણ ફાયદો થઈ શકે છે. તેના માટે ગરમ પાણીમાં મધ, આદુ અને લીંબુ સાથે મિક્સ કરી શકો છો. જ્યાં સુધી દુખાવો ઓછો થાય ત્યાં સુધી તમે દિવસમાં 2-3 કપ આ પાણી પી શકો છો.

– જ્યારે પણ કોઈ પણ પ્રકારનો દુઃખાવો કમર કે હાથ, પગનો દુખાવો થાય ત્યારે અજમાનાં તેલનો ઉપયોગ કરવાથી તરત લાભ થાય છે. તેમજ તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવામાંથી રાહત મળે છે. અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો, જકડાઈ ગયેલા સાંધા તથા શરીરના અન્યભાગોમાં થતાં દુખાવોપણ દૂર થાય છે.

– તુલસી રુમેટોઇડ સંધિવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એંટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી-સ્પાસમોડિક ગુણધર્મો છે. તુલસી સાંધાનો દુખાવો અને સંધિવાને દૂર કરવા માટે પણ કામ કરે છે. ઘૂંટણની પીડાથી રાહત મેળવવા માટે તમે દિવસમાં 3-4 વખત તુલસીની ચા પી શકો છો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખની વિશેષ માહિતી અને ઉપાય તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment