કપૂર ના ફાયદા
કપૂર અને ઘીનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. આ મિશ્રણ માથાના દુખાવાથી લઈને ત્વચા સંબંધી દરેક સમસ્યાઓ માટે અસરકારક બને છે. કપૂર અને ઘીના મિશ્રણનો ઉપયોગ કરવાથી ઘણીબધી સમસ્યાઓ દૂર થાય છે. ઘણી બધી સમસ્યાઓ માટે ઘી અને કપૂર નું મિશ્રણ સરળ અને ઘરગથ્થુ ઉપચાર છે. ઘરમાં કપૂર અને ઘીનો દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે. ઉપરાંત કપૂર અને ઘી નું મિશ્રણ ચહેરા પર લગાવવાથી સંક્રમણ દૂર થાય છે. તો ચાલો કપૂર અને ઘી ના આવા જ અન્ય ફાયદા વિશે જાણીએ.
કપૂરમાં રહેલા ગુણ
ઘરમાં પૂજાપાઠ સમયે કપૂરનો ઘણો જ ઉપયોગ કરવામાં આવે છે. એની સુગંધથી ઘરમાં શાંતિભર્યું વાતાવરણ બને છે. વધુ માત્રામાં પરાગ વાળું કપૂર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે કપૂરનો મધુર, કટુ, અને તીક્ષ્ણ સ્વભાવ હોય છે. તે શરીરમાં પાચન તરીકે કામ કરે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. કપૂર હલકું અને સુગંધિત હોય છે. તે આંખો ને શાંત કરવા માટે પણ તે ખૂબ જ ફાયદાકારક બને છે.
ઘી માં રહેલાં ગુણ
આયુર્વેદમાં ઘીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એનો ઉપયોગ આંખો ની થકાવટ દૂર કરવા માટે થાય છે. એમાં વિટામિન ઇ, ઓમેગા-3 ફેટી-એસિડ્સ રહેલા હોય છે. જે ત્વચાને કોમળ બનાવે રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.
કપૂર ના ફાયદા
1.સાઇનસમાં થતી સમસ્યામાં આરામ આપે છે
કપૂર અને ગાયના ઘીની સૂંઘવાથી સાઇનસની સમસ્યામાંથી છુટકારો મળે છે. તેના માટે એયર ડીફ્યુઝર માં ઘી અને કપૂર નું મિશ્રણ મેળવીને ઘરમાં રાખો. તેનાથી ખૂબ જ આરામ મળે છે.
2. અનિદ્રાની સમસ્યા દૂર કરવામાં અસરકારક
જો તમને ઊંઘ ન આવતી હોય તો કપૂર અને ઘીનો દીવો પ્રગટાવીને રૂમમાં રાખવું. તેનાથી મગજને શાંતિ મળશે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું થશે. જેના કારણે આરામદાયક ઊંઘ આવી જાય છે.
3 મચ્છર દૂર કરવા માટે ઉપયોગી
કપૂર અને ઘીના મિશ્રણ નો ઉપયોગ કરવાથી મચ્છરો ભાગે છે. ઘી અને કપૂર નું મિશ્રણ તમારા શરીર પર લગાવી દેવું. એની સુગંધથી મચ્છર દૂર રહે છે. એ સિવાય તમે કપૂર અને ઘીનું મિશ્રણ મિક્સ કરીને કપૂર દાની માં રાખો તો તેનાથી મચ્છર આવશે નહીં.
4. સોજામાં રાહત અપાવે છે
જો તમને વાગવાના કારણે સોજો આવી ગયો હોય તો, ત્યાં કપૂર અને ઘી નું મિશ્રણ લગાવી શકાય છે. એનો ઉપયોગ કરવાથી સોજામાં રાહત મળે છે. જ્યાં સોજો આવ્યો હોય ત્યાં આ મિશ્રણ લગાવી દેવું અને કપડું બાંધી લેવું, એનાથી સવાર સુધીમાં રાહત મળે છે.
5. ખીલ માટે ફાયદાકારક
ત્વચા માં ખીલની સમસ્યાને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરી શકાય છે. કપૂર અને ઘીના મિશ્રણને ત્વચા પર થયેલા ખીલ પર લગાવવાથી ખીલની સમસ્યાથી છુટકારો મળે છે. તેના માટે એક ચમચી ગાયનું ઘી લેવું અને ચપટી કપૂર મેળવીને ચહેરા પર લગાવવું. ત્યારબાદ હળવા હાથે માલિશ કરવી. તેને આખી રાત રહેવા દેવું. થોડા દિવસ નિયમિત આ ઉપાય કરવાથી ચહેરા પરના ખીલ દૂર થાય છે.
6. ઊલટી અને ઉબકા માં રાહત આપે છે
ઊલટી જેવું લાગે ત્યારે કપૂર અને ઘીનો ઉપયોગ કરવો જોઈએ. એનો ઉપયોગ કરવાથી ઉલ્ટી જેવું મહેસૂસ થવાનું બંધ થઈ જાય છે, અને સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
7. આધાસીસી મટાડવામાં અસરકારક
માથાનો દુખાવો કે આધાસીસી દૂર કરવા માટે કપૂર અને ઘી નું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે કપૂર અને ઘીના મિશ્રણને એયર ડિફ્યુઝર માં અથવા દીવો પ્રગટાવીને આસપાસ રાખવું.
8. ફાટેલી ની સમસ્યા દૂર કરે છે
ફાટેલી એડી ની સમસ્યા દૂર કરવા માટે, કપૂર અને તેનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે. તેના માટે એક ગોળી કપૂર અને એક ચમચી ગાયનું ઘી મિક્ષ કરવું. હવે એમાં થોડું વિટામિન ઈ મિક્સ કરવું એને સરસ રીતે મિક્સ કરીને એડી પર લગાવી લેવું. એનાથી ફાટેલી એડી માંથી છુટકારો મળે છે.
9. રક્ત સંચાર સારો થાય છે
કપૂર અને ઘીનું મિશ્રણનો ઉપયોગ કરવાથી રક્તસંચાર શ્રેષ્ઠ થાય છે. તેના માટે કપૂર અને ઘીના મિશ્રણને હોઠ ની આસપાસ લગાવવો જોઈએ. તેની સુગંધથી રક્તસંચાર સરસ રીતે થાય છે. એ સિવાય માંસપેશીઓના દુઃખાવામાં પણ કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.
10. માથાના દુખાવામાં રાહત આપે છે
વારંવાર માથાના દુખાવાની સમસ્યા થતી હોય, ત્યારે કપૂરને પીસીને તેમાં થોડું ગાયનું ઘી મિક્સ કરીને માથા પર લગાવવું જોઈએ. આ ઉપાય કરવાથી જ માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, અને તમે હળવાશ અનુભવો છો.
કપૂર અને ઘી મિશ્રણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક બને છે. પરંતુ તેનો વધુ ઉપયોગ અપનાવ્યા બાદ તમારી કોઈપણ સમસ્યા વધતી હોય તો, ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
નોંધ : મિત્રો ઉપર જણાવેલ બધી જાણકારી અમે ઈન્ટરનેટ આધારિત તમને આપી છે માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા તો તમારા ડોક્ટર સલાહ અને સુસન અવશ્ય લો.
અમને આશા છે કે, આજના લેખમાં અને જણાવેલ કપૂરના અને ગાયના ઘીના મિશ્રણના વિશેષ ફાયદા તમને જરૂરથી ઉપયોગી થશે.