કેરી ના ફાયદા કાચી કેરી એક સ્વાસ્થ્યપ્રદ ફળ છે જે તમે ગરમી શરૂ થતા જ તમે તેનું સેવન કરી શકો છો. ગરમી શરૂ થતા જ બજારમાં કાચી કેરીનું આગમન થઇ જાય છે. ગરમીની ઋતુમાં બજારમાં પુષ્કળ પ્રમાણમાં આવા ખાટ્ટા ફળોને જોઇને આંખને ઠંડક પહોંચે છે. કાચી કેરી વજન ઓછું કરવામાં પણ કારગર છે જ્યારે પાકેલી કેરીમાં મોટા પ્રમાણ માં કેલેરીનું પ્રમાણ રહેલું હોય છે. આ માટે જ કાચી કેરીનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. બીજી બાજુ કાચી કેરી ડાયાબિટીઝવાળા દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આ સિઝનમાં કેરી ખાવી બધાને પસંદ હોય છે, પરંતુ ઘણા લોકો એ જાણતા નથી કે કેરી ફક્ત સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને કાચી કેરીના એવા ઉપાય વિશે જણાવીશું જે જાણીને તમને આશ્ચર્ય થશે.
કાચી કેરી નો ઉપાય કરવા માટે એનું પાણી બનાવી લેવું જે શરીરને ડીહાડ્રેટ થવા દેતું નથી અને શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે. તો ચાલો કાચી કેરી ના ફાયદા વિશે જાણીએ.
કેરી ના ફાયદા | કાચી કેરી ફાયદા | કેરી નો ઉપયોગ
શરીરની નબળાઈ દુર કરે છે
કાચી કેરી નું પાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને શરીરની નબળાઈ દૂર થાય છે. કેરીના પાણીમાં આયર્ન ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે શરીરને સ્ફૂર્તિ પ્રદાન કરે છે.
ડિપ્રેશન દૂર થાય છે
કેરીના પાણીમાં રહેલ વિટામિન બી 6 શરીરમાં હોર્મોન્સ સારી રીતે કામ કરે એના માટે મદદરૂપ થાય છે. કેરી નું પાણી પીવાથી મન પ્રફુલ્લિત રહે છે, માનસિક તાણ અને ડિપ્રેશનમાંથી પણ છુટકારો મળે છે.
લીવર માટે ફાયદાકારક
કાચી કેરીથી લિવરની સમસ્યામાં સુધારો લાવી શકાય છે. કાચી કેરી લિવરની કામગીરીને સુધારવાનો એક કુદરતી ઉપાય છે. લિવરમાં પિત્ત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરીનું પાણી આંતરડામાં થતા સંક્રમણને પણ દુર કરે છે.
વધારા ની ચરબી દૂર કરે છે
કાચી કેરીમાં મોટા પ્રમાણમાં ફાયબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે. સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખુબ ઓછા પ્રમાણ માં હોય છે. જેના કારણે શરીરમાં વજન વધવાની શક્યતા નહીંવત થઈ જાય છે.
પાચન માટે શ્રેષ્ઠ છે
કાચી કેરી નું પાણી પીવાથી પાચનની સમસ્યા થતી નથી. ઉનાળાના સમયે નિયમિત આ પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટ સંબંધી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દી માટે કાચી કેરી નું પાણી રામબાણ સાબિત થાય છે. આ પાણી ઇન્સુલિનના સ્તર ને જાળવી રાખવામાં મદદરૂપ બને છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે ડાયાબિટીસના દર્દીએ કેરીના પાણીમાં ખાંડ લેવી જોઇએ નહીં.
એસિડિટી દૂર કરે છે
જો તમને એસિડીટે કે છાતીમાં બળતરાની સમસ્યા છે તો કાચી કેરીનું પાણી એમાં ફાયદાકારક છે. એસિડીટીને ઓછુ કરવા માટે કે કાચી કેરીનુ પાણી પીવું જોઈએ.
વિવિધ પોષકતત્વો મળે છે
એક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો રહેલા છે, જેના કારણે ઘણી બિમારીઓને દુર થાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત સર્જાતી નથી.
રોગ પ્રતિકારક શક્તિ વધે છે
કાચી કેરીનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે.
લોહીના વિકાર સામે લડે છે
કાચી કેરીમાં વિટામીન સી ની માત્રા વધુ હોવાથી લોહીના વિકાર સામે લડવામાં મદદરૂપ થાય છે. રક્ત વિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દુર કરી શકાય છે. કાચી કેરીમાં રહેલા વિટામીન સીથી લોહીની કોષિકાઓમાં સ્થિતિસ્થાપક્તા આવે છે અને નવી કોષિકાઓ બનાવામાં પણ મદદરૂપ થાય છે.
અમને આશા છે કે આજના લેખમાં જણાવેલ માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.