સરગવા વિશે તો આપણે જાણીએ જ છીએ સરગવાનો ઉપયોગ શાક બનાવવામાં થાય છે.સરગવો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેથી બધા ને ભાવે છે પરંતુ સરગવો અને તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક છે. સરગવામાં પ્રોટીન, બીટાકેરોટિન, એમિનો એસિડ અને વિવિધ પ્રકારના પોષક તત્વો રહેલા છે. સરગવાના તાજા પાન અથવા તેનો પાઉડર બનાવીને શાકમાં પણ નાખવામાં આવે છે. સરગવાના ફૂલ અને પાન માં એટલું પોષણ રહેલું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માર્ગદર્શનથી દક્ષિણ આફ્રિકામાં દેશોમાં કુપોષણથ ઝુઝતા લોકોને ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. તમારા ડાયટમાં સરગવાના શાક નો સમાવેશ કરવો જોઈએ. આયુર્વેદમાં 300 પ્રકારના રોગોની સારવાર માટે સરગવાનો ઉપયોગ કરવામાં આવે છે.
કઢી, સંભાર, સૂપ જેવી અનેક વસ્તુઓમાં સરગવાનો ઉપયોગ થાય છે. સરગવા નો સૂપ તેના પાન, ફૂલ અને રેશાવાળા બીજમાંથી બનાવવામાં આવે છે. સરગવાના બીજમાંથી સરગવા નું તેલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાન અને મૂળનો આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. સરગવામાં ખૂબ જ પોષણ રહેલું છે, માટે ઘણી બધી બીમારીઓ સામે રક્ષણ આપે છે અને શરીરના અંગોને મજબૂત પણ બનાવે છે.
સરગવા ના ફાયદા :
1. હાડકા મજબુત કરે છે
સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. જેના કારણે હાડકાં મજબૂત બને છે. ઉપરાંત સરગવામાં મેગ્નેશિયમ, સિલિયમ અને આયર્ન પણ રહેલું છે.
2. માથાના દુખાવા માટે ઉપયોગી
સરગવાના પાનની પેસ્ટ માથા પર લગાવવામાં આવે અને તેનો શાક માં ઉપયોગ કરવામાં આવે તો માથાનો દુખાવો દૂર થાય છે. ઉપરાંત આંખોની રોશની પણ વધે છે.
3. કેન્સરના ઇલાજ માટે ઉપયોગી
સરગવાનો ઉપયોગ ભોજન કરતા દવામાં વધુ થાય છે. સરગવાના મૂળ માથી પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. તેમાં હાઇડ્રોકેમીકલ કમ્પાઉન્ડ અને એલકોનાઈડ રહેલા છે. એક કસ્ટડીમાં જાણવા મળ્યું છે કે, સરગવાના મુળ અંડાશય ના કેન્સરના ઉપચાર માટે ખૂબ જ પ્રભાવકારી હોય છે.
4. વિટામીન સી મળે છે
સરગવામાં વિટામિન સીનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે. વિટામીન સી શરીરનાં ઘણાં બધાં રોગો સામે રક્ષણ આપે છે. ખાસ કરીને શરદી અને ખાંસી મા તે ખૂબ જ રાહત આપે છે. જો શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય તો, સરગવાને પાણીમા ઉકાળીને તેની વરાળ લેવી જોઈએ. તેનાથી નાક ખૂલી જાય છે.
5. વધતી ઉંમર અટકાવે છે
સરગવામાં વિટામીન-એ રહેલું છે. જે પ્રાચીન સમયથી સુંદરતા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જો તમે સરગવાનું શાક કાયમ ખાવાનું ચાલુ કરો તો યુવાન રહી શકો છો.
6. પાચન ક્રિયા માટે ફાયદાકારક
વિટામિન બી કોમ્પ્લેક્સ, ફોલિક એસિડ, પિરિડોકસીન ભરપૂર માત્રામાં રહેલાં છે. આ બધા તત્વો ખોરાક પચવામાં અગત્યનો ભાગ ભજવે છે. સરગવાના પાન માં રહેલ વિટામિન પાચનતંત્રની રેગ્યુલેટ કરવામાં મદદરૂપ થાય છે. તેના સૂકા પાનનો પાવડર બનાવીને ગરમ પાણી સાથે લઈ શકાય છે.
7. વજન ઘટાડવામાં ઉપયોગી
સરગવાનો ઉપયોગ કરીને વજન પણ ઘટાડી શકાય છે. ઉપરાંત તેમાં એન્ટીબાયોટિક ગુણો રહેલાં છે. જેનાથી તે સોજાને પણ દૂર કરે છે. સરગવાનું શાક ખાવાથી ઇજાગ્રસ્ત કોશિકાઓ પણ સાજી થાય છે.
8. હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે
હાઇબ્લડપ્રેશરના દર્દી માટે સરગવો ખૂબ જ ફાયદાકારક છે. હાઈબ્લડપ્રેશરના દર્દી એ સરગવાના પાનનો રસ કાઢીને પીવો જોઇએ. તેનાથી ખૂબ જ ફાયદો થાય છે, સાથે સાથે ઉલટી અને ચક્કર માં પણ રાહત આપે છે.
9. લોહી સાફ કરે છે
સરગવા નો સૂપ બનાવીને પી શકાય છે. તેનાથી શરીરમાં લોહી શુદ્ધ થાય છે. જેના કારણે ખીલ જેવી સમસ્યાઓ હોય તો એ પણ દૂર થાય છે.
10. ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક
ગર્ભવતી મહિલાઓને ડોક્ટર દ્વારા સરગવાનો જ્યૂસ કે સૂપ પીવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ડીલીવરી માં થતી તકલીફમાં રાહત મળે છે, ડિલિવરી પછી માતાની તકલીફ ઓછી થાય છે.
11. પથરીમાં ફાયદાકારક
સરગવો ખાવાથી કિડનીમાં જામેલ અનવાશ્યક કેલશિયમ શરીરમાંથી બહાર નીકળે છે. તેમજ પથરી બનાવા દેતું નથી, કિડની સ્ટોનથી થતા પેટના દુખાવા અને બળતરામાં પણ તે રાહત આપે છે.
12. થાઈરોઈડમાં ફાયદાકારક
થાઇરોડના રોગીઓએ સરગવાની સીંગ જરૂર થી ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે, આજના લેખની અતિ ઉપયોગી માહિતી તમને જરૂર થી પસંદ આવશે.