Roti વધેલી રોટલી માંથી બનાવો એકદમ નવી ટેસ્ટી રેસીપી

Roti

મોટાભાગના ઘરોમાં રાત્રે વધેલી રોટલી સવારે મુશ્કેલી બની જાય છે. કારણ કે વાસી ખોરાક સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આવી સ્થિતિ માં વધેલો ખોરાક કોઈ ખાતું નથી, પરંતુ શું તમે જાણો છો કે રોજ વાસી રોટલીનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આનાથી એસિડિટી, ગેસ, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. તે પોષક તત્ત્વોની સાથે ભેજ જાળવી રાખે છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

આજે અમે વાસી અને વધેલી રોટલીના ઉપયોગ એક સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે કઈ રીતે થાય એ વિશે જણાવીશું. વધેલી રોટલીના વેજી પોપ્સ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ પડે છે.

તો ચાલો વાસી રોટલી ના વેજી પોપ્સ બનાવવા માટેની રીત અને સામગ્રી વિશે જાણીએ.

વેજી પોપ્સ બનાવવા માટેની સામગ્રી
– 5 નંગ વાસી રોટલી
– 1/2 કપ કોબીજ
– 2 થી 3 કપ બ્રેડનો ભૂકો
– 1/2 ઝીણું સમારેલું કેપ્સીકમ
– 1/2 કપ છીણેલું ગાજર
– 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
– 2 ચમચી મકાઈનો લોટ
– 1 ચમચી લાલ મરચું પાઉડર
-1 ચમચી ગરમ મસાલો
– 1 ચમચી ચાટ મસાલો
– મીઠું સ્વાદ પ્રમાણે
– તળવા માટે તેલ

Roti

વેજી પોપ્સ બનાવવાની રીત 

– સૌ પ્રથમ રોટલી નો ભૂકો કરી લેવો.
– ત્યાર પછી તમે બધા વેજિટેબલ્સ એડ કરી દેવા.
– ત્યારબાદ તેમાં બે ચમચી મકાઈનો લોટ.
– સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું ગરમ મસાલો, ચાટ મસાલો મિક્સ કરી લેવા. આ બધી વસ્તુ ને સરખી રીતે મિક્સ કરવી.
– ત્યાર પછી તેમાં 3 થી 4 ચમચી પાણી અને બેથી ત્રણ ચમચી તેલ નાખીને લોટ બાંધવો.

હવે વેજી પોપ્સ બનાવવા માટે બંને હાથમાં તેલના બે-ત્રણ ટીપાં લઈને હાથને તેલવાળા કરી લેવા. ત્યાર પછી લોટમાંથી રોટલી જેટલું મિશ્રણ લેવું અને નાનો ગોળ આકાર આપીને ગોળા બનાવવા.

વેજી પોપ્સ તળતા પહેલા બાઉલમાં ત્રણ ચમચી મકાઈનો લોટ લેવો. તેમાં થોડું પાણી નાખવું. મિશ્રણને થોડું પાતળું બનાવવુ, સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું નાખવું.

હવે વારાફરતી બધા જ બોલને મકાઈના લોટના મિશ્રણમાં ડુબાડી લેવા. ત્યાર પછી બ્રેડના ભૂકામાં રગદોળીને બધા જ બોલને કવર કરી લેવા. હવે વેજી પોપ્સ તળવા માટે તૈયાર છે તેલ થોડું ગરમ થઇ જાય એટલે બોલને વારાફરથી તળી લેવા.

બોલનો કલર ગોલ્ડન થાય ત્યારે ને બહાર કાઢી લેવા. ત્યાર પછી બધા બોલની ઉપર ટૂથપીક લગાવી દેવી. હવે સ્વાદિષ્ટ વેજી પોપ્સ તૈયાર છે. જેની મજા તમે ટોમેટો સોસ સાથે માણી શકશો.

વધેલી રોટલી માંથી બનાવી શકાય એવી બીજી સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે ભજીયા.

ભજીયા બનાવવા માટેની સામગ્રી 

– બે નંગ વધેલી રોટલી
– 1/2 કપ બેસન
– 2 બારીક સમારેલા મરચા
– 1 કપ સમારેલી ડુંગળી
– 1 બાફેલુ બટાકુ
– 1/2 ટી સ્પૂન હળદર
– સ્વાદ પ્રમાણે મીઠું
– 1/2 ટી સ્પૂન મરચું પાવડર
– 1 કપ તેલ

ભજીયા બનાવવાની રીત 

સૌપ્રથમ વધેલી રોટલીને પાણીમાં પલાળીને તેને બહાર કાઢીને સારી રીતે મસળી લેવી. હવે મેસે કરેલી રોટલીમાં ચણાનો લોટ, મરચું પાવડર, ડુંગળી, બાફેલા બટાકા વગેરે ઉમેરી તેને સારી રીતે મિક્સ કરવું.

હવે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. તેમાં મેશ કરેલા મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ લઈને ભજીયાને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળવા. ત્યારબાદ એક પ્લેટમાં કાઢીને ચટણી અથવા સોસ સાથે સર્વ કરવા.

આ પણ વાચો :- કાજુ પનીર મસાલા બનાવવાની રીત

આ હતી એકદમ સરળ અને સ્વાદિષ્ટ વાનગી. અમને આશા છે કે, આ વાનગી તમને જરૂર પસંદ આવશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment