માથાના દુખાવા સહિત શરીરની કમજોરી પણ કરી દેશે દુર જાણો આ વૃક્ષના અમુલ્ય ફાયદા

આપણી આસપાસ ઘણા એવા વૃક્ષો હોય જેના ફળ પાન અને મૂળનું સેવન કરવાથી શરીરની અનેક બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. આવું જ એક વૃક્ષ છે સીરસનું જેનો ઉપયોગ તમે દાંતના દુખાવામાં, માથાના દુખાવા તેમ જ ઉધરસમાં કરી શકો છો.આ વૃક્ષ નું સેવન કઈ રીતે કરવું એનો ઉપયોગ શું છે, એ આજે અમે તમને લેખમાં જણાવીશું.

સિરસ નામનું એક વૃક્ષ હોય છે. જેના ફળ પાન બીજ ની છાલમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. ઉપરાંત તેનું સેવન કરવાથી શરીરની અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે. તેનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો દાતનો દુખાવો માઇગ્રેઇન, ઉધરસ, ત્વચા સંબંધિત રોગ વગેરે બીમારીઓ દૂર થાય છે. સીરસ ની દાંડી ભૂરા રંગની હોય છે, અને તેની છાલ ખરબચડી હોય છે. બીજ બહાર થી ભૂરા હોય છે. જ્યારે તેના પાન આંબલીના પાન જેવા હોય છે. આ વૃક્ષના ફૂલ પીળા અને સફેદ હોય છે. આજે અમે તમને આ વૃક્ષના ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિશે જણાવીશું.

1. માથાનો દુખાવો દૂર કરે છે 

જો તમને વારંવાર માથાના દુખાવાની ફરિયાદ રહેતી હોય એટલે કે, માઇગ્રેનની તકલીફ હોય તો તમે સિરસ ના ફૂલ નો ઉપયોગ કરી શકો છો. આજના તાજા ફૂલોની સુગંધથી માથાનો દુખાવો દૂર થાય છે. એના માટે તમારે સિરસ ના ફૂલ ને સુંઘવા ના હોય છે. એને સૂંઘવા માટે હાથમાં લેવા કરતા એક વાસણમાં ભરી લેવા. જેમાં વચ્ચે કાણું હોય તો તમે એમાંથી સુગંધ લઇ શકો છો, અથવા તો સિરસના ફૂલ ને રૂમાલ લપેટીને પણ સુંઘી શકાય છે.

2. દાંત નો દુખાવો દુર કરે છે 

જો તમારા દાંતમાં દુખાવો હોય તો તમે સિરસનો ઉપયોગ કરી શકો છો. સિરસના બીજથી દાતનો દુખાવો દૂર થાય છે. આ બીજ નો ઉપયોગ કરવા માટે પહેલા તેના બીજને પીસીને એનો પાઉડર બનાવી લેવો. તેમાં લવિંગ નું તેલ ઉમેરવું અને દાંતમાંથી જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં લગાવવું..પછી 20 મિનિટ પછી કોગળા કરી લેવા. તેનાથી દાંત નો દુખાવો જલ્દી દૂર થઈ જાય છે, અને તેના પાવડરને ટૂથપેસ્ટમાં નાખીને પણ દાંત પર લગાવી શકો છો. એનાથી દાંતમાં સડો થતો નથી અને પાયોરિયા ના લક્ષણો તથા દાંતને લગતી બીજી સમસ્યાઓ મા પણ રાહત મળે છે.

3. ઉધરસ માટે ફાયદાકારક 

ઉધરસની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સિરસના બીજનો ઉકાળો બનાવવો. ઉકાળો પીવાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે. ઉકાળો બનાવવા માટે સિરસના બીજને પીસીને તેનો પાઉડર બનાવી લેવો. એને બે ગ્લાસ પાણી માં નાખીને એમાં કાળા મરી, મધ અને તજનો પાઉડર નાખીને ઉકાળવું. જ્યારે આ પાણી અડધું થઈ જાય ત્યારે તેનું સેવન કરવું..એનાથી ઉધરસ દુર થાય છે.

4. શરીરની અશક્તિ દુર થાય છે 

સિરસની છાલમાં ઔષધીય ગુણો રહેલા છે. જો તમે તમારી કમજોરી અને થાકને દૂર કરવા માંગતા હોય તો તમે સિરસનો ઉપયોગ કરી શકો છો.આ માટે આ વૃક્ષની છાલને પીસીને પાવડર બનાવી ને ઘી મિક્સ કરીને સેવન કરવું જોઈએ. એનાથી શરીરની નબળાઈ દૂર થાય છે. જે લોકોને કમળાના લક્ષણો જોવા મળે છે તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે..સિરસ ની છાલને આખી રાત પાણીમાં પલાળીને રહેવા દેવી. ત્યાર પછી સવારે ઊઠીને આ પાણીને પીવાથી કમળાના રોગથી છુટકારો મળે છે.

5. ત્વચા સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક 

જો તમને શરીરમાં ખંજવાળ આવતી હોય તો તમે સિરસ નો ઉપયોગ કરી શકો છો.આ માટે સિરસના બીજને પીસી લેવા. તેમાં એલોવેરા જેલ મિક્સ કરીને ત્વચા પર લગાવો. એનાથી ખંજવાળ દૂર થાય છે, સિરસ ના પાન ને બળતરા થતી હોય એ જગ્યાએ લગાવવાથી બળતરા ઓછી થાય છે. સિરસની છાલમાં પણ મહત્વના ગુણ રહેલા છે તેને ખંજવાળવાળી જગ્યાએ લગાવવાથી આરામ મળે છે. ઘણા લોકો ની સિરસન રસનું સેવન કરતાં હોય છે. તેનાથી લોહી શુદ્ધ થાય છે. ચહેરાના દાગ-ધબ્બા અને ખીલ દૂર થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે આજે ના લેખ ની સિરસના વૃક્ષને સંબધિત.માહિતી તમને જરૂર થી પસંદ આવશે ઉપયોગી થશે.

Leave a Comment