શેરડીના રસ ફાયદા કેલ્શિયમની ઉણપ, હાડકા મજબુત, કેન્સર જેવી બીમારીઓથી બચાવવા કરો આ વસ્તુનું સેવન

શેરડીના રસ ફાયદા

છ રસમાં ગળપણ નું મહત્વ વિશેષ છે. ગોળ, ખાંડ, સાકર વગેરે ગળ્યા પદાર્થો શેરડી ના રસ માંથી બનાવવામાં આવે છે. શેરડી ભારતમાં મૂળ આસામ અને બંગાળની વતની છે. ભારતના પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, દક્ષિણ ભારત વગેરે જેવા સ્થળોએ શેરડીનું વાવેતર કરાય છે. ભારત ઉપરાંત ક્યુબા, જાવા, પૂર્વ આફ્રિકા વગેરેમાં પણ શેરડીનું વાવેતર કરવામાં આવે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી,.જુલાઇ અને ઓક્ટોબર, નવેમ્બર એમ વર્ષમાં ત્રણ વાર તેનું વાવેતર કરવામાં આવે છે. પોષ અને મહા માસમાં તેની કાપણી કરવી યોગ્ય ગણાય છે.

ભાઠાની કાળી, બેસર, ગોરાળુ જમીન શેરડીના પાક માટે ઉત્તમ ગણાય છે. સારા નિતારવાળી, ભાથા ની કાળી, ગોરાડુ, બેસર, મુરમવાળી જમીન તેને વધુ માફક આવે છે. શેરેડી નો છોડ 10 થી 12 ફૂટ ઊંચો હોય છે. તેના પાન લાંબા, પહોળા, અણીદાર અને ચપટા હોય છે. તેનો છોડ મકાઈ અને જુવારની સમાન હોય છે.

તેણે અનેક જાત જોવા મળે છે – સફેદ, કાળી, રાતી અને ભૂખરી. રાતી શેરડીનો રસ ખૂબ જ મીઠો હોય છે. શેરડી જેટલી વધુ મીઠાશ વાળી એટલી જ વધુ ગુણકારી ગણવામાં આવે છે. સફેદ કરતા કાળી કાળી વધુ ગુણકારી ગણવામાં આવે છે. અડધી પાકી, કાચી અને વધારે પાકી એમ અવસ્થા ભેદને લીધે તેના ગુણ માં ઘણું અંતર પડે છે.

કમળા માટે

શેરડીને કમળા માટેનું શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. જેને કમળો થયો હોય તેણે શેરડી ચૂસીને ખાવી જોઈએ તેનાથી પેશાબ છૂટથી આવે છે, અને કમળા માં તરત જ રાહત મળે છે.જે સ્ત્રીઓ ને ધાવણ ઓછું આવતું હોય તેમણે રુચિ પ્રમાણે શેરડી ચૂસવી જોઈએ. શેરડી નો રસ પીવાથી થાક દૂર થાય છે. તેનાથી બળ અને બુદ્ધિમાં વધારો થાય છે.

જેને કામ કરતા સમયે થાક લાગતો હોય તેમના માટે શેરડી ખૂબ જ ફાયદાકારક છે. હાથ પગના તળિયામાં બળતરા થતી હોય, આંખોમાં બળતરા થતી હોય કે, આખા શરીરમાં દાહ કે બળતરા થતી હોય તો શેરડી ખૂબ જ ફાયદાકારક નીવડે છે. જમ્યા પહેલા તેને ખાવાથી પિત્ત નો નાશ થાય છે, અને જમ્યા પછી ખાવાથી વાયુ અને મંદાગ્નિ પર સારી અસર થાય છે.

શેરડીના મૂળ, રસ અને તેની બનાવટો ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગરમીની ઋતુમાં શેરડીનો રસ અમૃત સમાન છે. દાંત વડે ચુસેલી શેરડીનો રસ લોહી વિકાર કે રક્ત પિત્તનો નાશ કરે છે. શક્તિપ્રદ દાહશામક અને કફ દૂર કરે છે. યંત્રથી પીલેલી શેરડીનો રસ મળને રોકે છે અને ભારે પડે છે, દાહ અને આફરો કરી શકે છે.

ઉનાળાના તાપમાં શેરડીનો તાજો રસ કાઢીને તેમાં મીઠું અને લીંબુ નાખીને ઠંડા પીણા સ્વરૂપે પીવાથી તે રોચક લાગે છે. શેરડીનો રસ ઉત્તમ ઠંડુ પીણું છે. તે પૌષ્ટિક પણ છે વધુ પડતો માસિકસ્ત્રાવ થતો હોય કે, ગર્ભાશયની ગરમીને કારણે વારંવાર કસુવાવડ થઈ જતી હોય તો, શેરડી ખાવાથી ફાયદો થાય છે.

કાચી શેરડી કફ, મેદ અને પ્રમેહ કરે છે. મધ્યમ શેરડી વાયુને હરનાર મધુર અને પિત્ત ને મટાડનાર છે. બળ અને વીર્યને વધારે છે. ઘણી જૂની શેરડી બળવર્ધક, વીર્યવર્ધક અને રક્તપિત્ત, ક્ષયનો નાશ કરે છે.

શેરડીના રસમાં આમળાનો રસ, દાડમનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી પાંડુરોગ માટે છે. લોહીમાં વૃદ્ધિ થાય છે અને શક્તિ પણ વધે છે.

શેરડી સાકર જેવી મધુર અને હંમેશા ખાઈ શકાય તેવી પથ્ય છે. તે પુષ્ટિ, બળ અને તૃપ્તિ આપે છે. ઉપરાંત પિત્તનું શમન કરનારી છે. શેરડીના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ નું પ્રમાણ ખૂબ સારી માત્રામાં રહેલું છે. આ રસમાં રહેલા તત્વ કેન્સર સામે રક્ષણ આપે છે. શેરડીનો રસ ઘણી પ્રકારના કેન્સર સામે રક્ષણ પૂરું પાડે છે. બ્રેસ્ટ કેન્સરનો સામનો કરવામાં પણ તેને અસરકારક માનવામાં આવે છે.

શેરડીના રસ પથરી કાઢવામાં મદદરૂપ થાય છે. ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપતા હોય છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે. જેના કારણે ધીમે-ધીમે પથરી ઓગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જાય છે. માટે જો તમે પણ પથરીથી પરેશાન છો, તો શેરડીના રસનું સેવન કરવું જોઈએ.

જો વ્યકિત વારંવાર બિમાર પડી જાય છે તો સમજી લો કે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. આવા લોકોએ શેરડીનો રસ પીવો જોઇએ. એક રિસર્ચ પ્રમાણે શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ રહેલો છે. જેનાથી તમે બિમારી સામે રક્ષણ મળે છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજ ના લેખ ની માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment