કસરત કે જીમમાં ગયા વગર વજન ઉતારવા માટે કરો આ ઉપાય

ઉનાળાની ગરમીમાં લગભગ બધા ભારતીય ઘરમાં ફુદીનો જોવા મળે છે. ફુદીનાનો ઉપયોગ ઘણી વાનગીઓ અને પીણાંમાં કરવામાં આવે છે. ફુદીનો કોઈપણ વસ્તુનો સ્વાદ વધારવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

ફુદીનાના પાનનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. જેમકે ચટણી, રાયતા, ડિટોકસ વોટર, જ્યુસ વગેરેમાં, ફુદીનાના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, માટે ઉનાળામાં મોટાભાગે લોકો તેને આહારમાં સમાવેશ કરવાનું પસંદ કરે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે, ફુદીના ના પાન નો ઉપયોગ કરવાથી વજન પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

ફુદીના ના પાન માં જોવા મળતા ગૂણો વજન ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. ફુદીનાના પાનમાં રહેલ પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, પ્રોટીન અને બી કોમ્પ્લેક્સ જેવા તત્વો રહેલા છે. જે શરીરને માટે ખૂબ જ ફાયદાકારક છે તો, ચાલો જાણીએ કે વજન ઘટાડવામાં ફુદીનાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. ગરમીઓમાં ફુદીનાની ચટણીનું સેવન લગભગ મોટાભાગના લોકો કરતા હોય છે. ફુદીનો સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે અને તેની ખૂશ્બુ તેના ખાવાનો સ્વાદ પણ વધારી દે છે.

ડિટોકસ વોટર

તમે પુદીનાના પાન માંથી ડીટોકસ વોટર બનાવી શકો છો. તે શરીરની ગંદકી દૂર કરે છે. તેને બનાવવા માટે તમારે ફુદીનાના પાન, સફરજન, દાડમ અને લીંબુના રસને મિક્સ કરીને જ્યુસ તૈયાર કરવો. ત્યારબાદ તેને ગાળીને તેના રસનું સેવન કરવું. તેનાથી શરીરની બધી જ ગંદકી બહાર નીકળી જાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.

ફુદીનો અને લીંબુનો રસ

ફુદીના અને લીંબુના રસમાં પાણી મિક્સ કરીને પીવાથી ઉનાળામાં શરીરમાંથી ઠંડક રહે છે, ઉપરાંત વજન પણ ઘટે છે તેને બનાવવા માટે તાજા ફુદીનાના પાન, લીંબુ અને કાળું મીઠું મિક્સ કરવું. એનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે.

ફુદીના રાયતા 

ઉનાળામાં દહીં કે દહીં થી બનેલી વસ્તુઓ સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંમાં રહેલા ગુણ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે અને ગરમીથી બચાવે છે, ફુદીનાના પાન માંથી બનાવેલ રાયતા નું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રાખી શકાય છે.

ફુદીના અને બ્લેક પેપરનો જ્યુસ

ફુદીના અને બ્લેક પેપરનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. અને તેના સેવનથી વજન પણ નિયંત્રણમાં રહે છે.

આ જ્યુસ બનાવવા માટે એક વાટકીમાં ધોઇને રાખેલી કોથમીર અને ફુદીનાના પાન લેવા ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેવા. મિક્સરમાં પીસતા પહેલાં તેમાં થોડુક પાણી ઉમેરવું. હવે તેને ગાળી લેવું. આ જ્યુસમાં બ્લેક પેપર મિક્સ કરી લેવું. ત્યારબાદ આ જ્યુસને લીંબૂ પાણીમાં મિક્સ કરીને તેને પીવું જોઈએ.

કાકડી-ફુદીનાનો જ્યુસ 

કાકડી અને ફુદીનાનો જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેના સેવનથી વજન પણ ઓછું થાય છે. આ કાકડી અને ફુદીનાનો જ્યુસ બનાવવા માટે, એક ગ્લાસમાં પાણી લેવું, તેમાં 3 ચમચી છીણેલી કાકડી મિક્સ કરવી. ત્યારબાદ તેમાં એક ચમચી આદુ અને ફુદીનાના પાનની પેસ્ટ મિક્સ કરવી. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે સીંધવ મીઠું નાખવું. આ જ્યુસનું સવારે ખાલી પેટ સેવન કરવું જોઈએ.

ફુદીનાના વિશેષ ફાયદા 

– ફુદીનામાં કેલરી ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. તેનું સેવન કરવાથી કેલરી વધવાનો ભય રહેતો નથી.
– ફુદીનામાં ફાયબરનું પ્રમાણ ઘણું હોય છે. તેના સેવનથી પાચનતંત્ર સારું રહે છે.
– ફુદીનો પોષકતત્ત્વથી ભરપૂર હોય છે. ફુદીનામાં મેન્ગેનીઝ, આર્યન અને ફોલેટ જેવા ન્યૂટ્રિશિયન્સ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
– ફુદીનામાં એન્ટી-ઑક્સિડેન્ટ્સ ગુણ રહેલા હોય છે. તેના સેવનથી ઇમ્યૂનિટી વધે છે.
– ફુદીનામાં વિટામિન-A પણ ભરપૂર માત્રા માં રહેલાં છે. તેના સેવનથી શરીરમાં રહેલી નબળાઈ દૂર થાય છે.
– એક રિપોર્ટ પ્રમાણે ફુદીનાનું સેવન કરવાથી ઑક્સિડેટિવ સ્ટ્રેસ પણ ઓછું થાય છે.
– જો ઉનાળા ની ઋતુ માં ફુદીના નો રસ નું સેવન કરવા માં આવે તો સનસ્ટ્રોક ની સમસ્યા દૂર થાય છે.
– જો કોઈ વ્યક્તિ ને પેટ માં ગેસ ની સમસ્યા હોય તો આવી સ્થિતિ માં અડધા ચમચી ફુદીના નો રસ એક કપ ગરમ પાણી માં નાંખી ને તેનું સેવન કરો.
– જો કોઈ વ્યક્તિ ને મોઢા માંથી દુર્ગંધ આવવા ની સમસ્યા હોય, તો આવી સ્થિતિ માં, ફુદીના ના પાન ચાવો. જો તમે તેને પાણી થી કોગળા કરો છો, તો તે મોં ની દુર્ગંધ થી પણ છૂટકારો મેળવે છે.
– કોલેરા ની સમસ્યા માં પણ ફુદીનો નો ઉપયોગ કરી શકાય છે. જો તે સમાન માત્રા માં ફુદીનો, ડુંગળી નો રસ, લીંબુ નો રસ મેળવી ને પીવા માં આવે તો ફાયદો થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલ માહિતી તમને જરૂર પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment