શિયાળામાં ઋતુ હોય તો માટે ખૂબ જ કાળજી માંગે છે. ઋતુના બદલાવ ના કારણે શરીરને સ્વસ્થ વર્ધક રાખવું જરૂરી બને છે, સાથે ખાન પાન પર પણ વિશેષ ધ્યાન આપવું પડે છે માટે જો ઋતુ પ્રમાણે તમારું ભોજન હોય તો શરીરને પૂરતી એનર્જી મળે છે અને બીમારીનું જોખમ પણ ઓછું થાય છે.
શિયાળાની ઋતુ શરૂ થતા જ મોટાભાગે લોકો અમને ઉધરસ, કફ જેવી સમસ્યાઓ થાય છે. આ ઋતુમાં કમજોર ઇમ્યુનિટી અને ખોટા ખાનપાનના કારણે ઇન્ફેક્શન અને બીમારીનું જોખમ પણ વધી જાય છે. શિયાળાની ઋતુમાં શરીરને તાકાત રાખવા માટે ગરમ રાખવા માટે વિશેષ એવા ખાદ્ય પદાર્થોનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. જે શિયાળાની ઋતુમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે માટે આજે અમે તમને શિયાળાની ઋતુમાં શરીરને તાકાત મળી રહે તે માટે શું ખાવું જોઈએ તેના વિશે જણાવશુ.
શિયાળામાં તાકાત મેળવવા માટે શું ખાવું જોઈએ ?
શિયાળાની ઋતુમાં શરીરને ઠંડીથી રક્ષણ આપવા માટે અને શક્તિશાળી બનાવવા માટે અમુક ખાદ્ય પદાર્થોનું સેવન ખૂબ જ ફાયદાકારક બને છે. શિયાળાની ઋતુમાં તમારે ડાયટમાં અમુક ફૂડ નો સમાવેશ કરવો જોઈએ. જે આ મુજબ છે.
બાજરીના રોટલા :-
શિયાળાની ઋતુમાં બાજરી નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં બાજરીના રોટલા ખાવાથી શરીર ગરમ રહે છે અને શરીરને તાકાત મળે છે. બાજરીમાં કેલ્શિયમ, વિટામિન, ફાઇબર અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીરના એનર્જી પ્રદાન કરવાનું અને તાકાત બનાવવા માટે મદદરૂપ થાય છે. શિયાળામાં શરીરને ગરમ રાખવા અને તાકાત બનાવવા માટે બાજરીના રોટલા નું સેવન જરૂર કરવુ જોઈએ.
બાજરામાં રહેલા પોષક તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને વધતી અટકાવે છે, માટે બાજરો ખાવાથી હૃદય રોગની શક્યતા ઘટી જાય છે. અને બ્લડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે. તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને હૃદયની બીમારીનુ સંકટ રહેતુ નથી.
શીલાજીત :-
શિયાળામાં શરીરની તાકાત વધારવાની ઠંડી સામે રક્ષણ મેળવવા માટે શીલા જીતનું જીવન ખૂબ જ મહત્વનું બને છે. શીલાજીત માં રહેલ ઝીંક અને મુખ્યત્વના ગુણ અને શરીરની અંદરથી તાકાત આપે છે અને ઠંડી સામે રક્ષણ આપે છે. શીલાજીત નું સેવન દૂધ કે મધ સાથે કરી શકાય છે.
ગોળનું સેવન:-
શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક બને છે. ગોળનું સેવન કરવાથી શરીરને આયર્ન, કોપર, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા મહત્વના તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ગરમ દૂધમાં ગોળ નાખીને તેનું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીર ગરમ રહે છે.
ખજૂર :-
શિયાળામાં ખજૂર ખાવાથી શરીરની આંતરિક શક્તિ માં વધારો થાય છે, શરીર ગરમ રહે છે ખજૂરમાં વિટામીન એ, વિટામિન બી, મેગ્નેશિયમ, પોટેશિયમ મહત્વના તત્વ રહેલા છે. શિયાળામાં નિયમિત ખજૂર ખાવાથી શરીર ગરમ રહે છે અને તાકાત મળે છે તેમાં હાજર ડાયટરી ફાયબર પાચનતંત્રને પણ સારું રાખે છે.
દરરોજ ખજૂર ખાવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વજનમાં પણ વધારો થાય છે. શરીરને પૂરતું પોષણ મળી રહે છે. નિયમિત ખજૂર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે ઉપરાંત જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેવા લોકોને તો દરરોજ 4-5 ખજૂર ખાવી જ જોઈએ.
મધ અને દૂધ :-
શિયાળાની ઋતુમાં મધ અને દૂધનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. ગરમ દૂધમાં મધ નાખીને પીવાથી અનેક પ્રકારના ફાયદા મળે છે. તેમાં રહેલ ગુણ શરીરને શરદી કફ અને ઇન્ફેક્શન સામે રક્ષણ પૂરું પાડે છે. શિયાળામાં શરીરને તાકાત આપવા અને ગરમ રાખવા માટે મધ અને દૂધનું સેવન ખૂબ જ ફાયદાકારક બને છે.
અશ્વગંધા :-
શિયાળામાં દૂધ સાથે અશ્વગંધાનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે અને અનેક બીમારી સામે રક્ષણ પણ મળે છે અશ્વગંધા પાવડર અને દૂધમાં નાખીને ઉકાળીને તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે શિયાળામાં શરીરને તાકાત પણ બનાવી રાખો અને ઠંડીથી બચાવવા માટે આ ખાદ્ય પદાર્થોનું સેવન ખૂબ જ ફાયદાકારક બને છે
શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તમે અહીં જણાવેલી મહત્વની વસ્તુઓનું સેવન કરી શકો છો.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે આજની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.