દરેક વ્યક્તિને શરદી, ખાંસી, તાવ થતા જ હોય છે. પરંતુ દરેક વ્યક્તિને આ સમસ્યા થવાના કારણો પણ અલગ હોય છે. કોઈને વરસાદમાં ભીંજવાથી, કોઈને ઠંડી ઋતુમાં, કોઈક ને ગરમીની સિઝનમાં પણ આ સમસ્યા થતી જોઈ શકાય છે. કેટલાક ને ઋતુ પરિવર્તન થાય કે તરત જ આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
ઓક્ટોબર નવેમ્બર મહિના સુધીની વધતી ઠંડીમાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બદલાતી ઋતુના કારણે આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં શરદી, ખાંસી, તાવ અને અસ્થમાની સમસ્યા મુખ્ય છે.
કહેવાય છે કે, એલોપથી દવાઓમાં આ એલર્જીક બીમારીઓનો કોઈ ઈલાજ નથી. પરંતુ પતંજલિ આયુર્વેદ ના સંસ્થાપક બાબા રામદેવ માને છે કે, આયુર્વેદનો સહારો લઈને એલર્જી માંથી છુટકારો મેળવી શકાય છે. થોડા સમય પહેલા જ બાબા રામદેવે શૉમાં જણાવ્યું હતું કે, આયુર્વેદ દ્વારા એલર્જીથી બચી શકાય છે.
એલર્જીથી બચવાના ઉપાયો : –
ગીલોય :
ગીલોયને બીમારીઓ સામે લડવામાં રામબાણ ઇલાજ માનવામાં આવે છે. રોજ એનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને એલર્જી માંથી પણ છુટકારો મળે છે. એ સિવાય જેમને કફની સમસ્યા હોય એમના માટે પણ ગિલોય રામબાણ ઈલાજ છે.
શ્વાસારી :
જેમની વર્ષોથી એલર્જીક બિમારીઓ ની સમસ્યા રહે છે, એમના માટે શ્વાસારી કવાથનું સેવન ફાયદાકારક રહે છે. બાબા રામદેવના કહેવા પ્રમાણે આ નું રોજ સેવન કરવાથી અસ્થમાથી પણ છુટકારો મેળવી શકાય છે. સાથે જ એલર્જી પણ દૂર થાય છે.
ત્રિકુટા ચૂર્ણ : –
સૂંઠ, પીપર અને કાળા મરી ને બરાબર સરખી માત્રામાં લઈને એનો પાઉડર બનાવી લેવો. આ પાવડરને દરરોજ દિવસમાં બેથી ત્રણવાર મધ સાથે ચાટવાથી ખુબ જ ઓછા સમયમાં એલર્જીમાંથી છુટકારો મેળવી શકાય છે. એનાથી શરીરની પાચનક્રિયા પણ સુધરે છે.
આમળા : –
આયુર્વેદમાં આમળાને ખૂબ જ ગુણકારી માનવામાં આવ્યા છે. આમળાનું અથાણું, મુરબ્બો, રસ અને સલાડના રૂપમાં પણ લઇ શકાય છે. જો આમળાને ડાયટમાં સામેલ કરવામાં આવે તો એલર્જિક બીમારીઓથી ખુબ જ જલદી છુટકારો મળે છે. આમળાને નિયમિત લેવાથી શરીરમાં વિટામિન સી ની માત્રા પણ વધે છે.
દૂધ અને હળદર : –
એક ગ્લાસ દૂધમાં કાચી હળદરને અધકચરી પીસીને મિક્સ કરવી. પછી એને ઉકાળીને ગાળી લેવું. રોજ એને પીવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. બદલાતી ઋતુ સાથે થતી બીમારીઓથી બચાવે છે.
આ સિવાયના અન્ય ઉપાયો નીચે મુજબ છે.
સૂંઠ, ફુદીનો, તુલસી, લવિંગ, આદુ વગેરેનો આહારમાં વધુ ઉપયોગ કરવો.
સિતોપલાદી ચૂર્ણ અને જેઠીમધના ચૂર્ણને મિક્સ કરીને એક એક ચમચી બે વાર મધ સાથે લેવું.
જો વધુ પડતી ઉધરસની સમસ્યા હોય તો ગંઠોડા અને સૂંઠ વાળું દૂધ પીવાથી પણ રાહત મળે છે.
આ સિવાય પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ લેવાથી અને હુંફાળું ગરમ પાણી પીવાથી પણ રાહત મળે છે.
શેકેલા ચણા, ખજૂર, સૂકોમેવો, ધાણી વગેરે ખાવાથી પણ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
આ સિવાય શરદીમાં રાહત મેળવવા માટે નીચેના ઉપાયો અજમાવી શકાય.
દરરોજ રાત્રે સૂતી વખતે સરસિયું કે ગાયના ઘીને નવશેકું કરીને એક બે ટીપાં નાકમાં લેવાથી પણ શરદી સળેખમ મટે છે.
ગરમ દૂધમાં તુલસીનો રસ, આદુ અને સુંઠ, એક ચમચી મધ મેળવીને દિવસમાં બે થી ત્રણ વાર પીવું.
વડનાં કુમળાં પાન લઈને એને વાટી લેવા અડધો લિટર પાણીમાં એક ચમચી ચૂર્ણ નાખીને ઉકાળો બનાવવો. જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે તેને ગાળી લેવું, અને દળેલી સાકર ભેળવીને પીવાથી શરદીમાં રાહત મળે છે.
વરિયાળી અને સાકરનું ચૂર્ણ મોઢામાં રાખવાથી ગરમીથી થતી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ પણ કફ અને શરદીમાં ખૂબ જ ફાયદાકારક છે.
હળદર મીઠા વાળો શેકેલો અજમો જમ્યા બાદ મુખવાસ તરીકે ખાવાથી પણ શરદી અને ઉધરસ દુર રહે છે.
એલર્જી એ બદલાતું ઋતુમાં તો થાય છે પરંતુ ઘણી વખત એલર્જીમાં અન્ય કારણો પણ જવાબદાર હોય છે. ઘણા લોકોને ધૂળના રજકણો અને સૂક્ષ્મ જીવાણુઓને કારણે પણ એલર્જીની સમસ્યા થાય છે.
તો હતી એલર્જીની સમસ્યામાં રાહત અને છુટકારો મેળવવાની ટિપ્સ અમને આશા છે કે, તમને આ આર્ટિકલ જરૂર પસંદ આવશે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.