દાઢીના વાળ જે પુરુષોના દાઢી ના વાળ નાની ઉંમરમાં સફેદ થઈ જતાં હોય છે તેનું કારણ અથવા તે માટેનું પરિબળ તણાવ અને ચિંતા જોવા મળે છે. જે લોકો ચિંતા તણાવ અને ગુસ્સો જેવા ભાવ પોતાની અંદર રાખે છે અથવા જે લોકો ચિંતામાં વધુ રહે છે. તેમના વાળ સફેદ થઈ જાય છે. કારણ કે મગજની અંદર અમુક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે તમારા દાઢીના વાળને સફેદ કરી દે છે.
પ્રદૂષણ અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે આજકાલ નાની ઉંમરમાં યુવક-યુવતીઓને અનેક સમસ્યાઓ સતાવે છે. આ સમસ્યાઓમાંથી સૌથી ચિંતાજનક હોય છે. સફેદ વાળની સમસ્યા. માથાના વાળ પણ જલ્દી સફેદ પડી જતા હોય છે. આ ઉપરાંત બીજુ મહત્વનો કારણ એ છે કે. મેલેનીન નામનું તત્વ છે જે ઓછું થઈ જાય એટલે કે, તમારા શરીરમાં મેલેનીન નામનું તત્વ ઓછું થઈ જાય તો, તમારા શરીરમાં ગમે તે જગ્યાએ સફેદ ડાઘ પડી શકે છે. આ ઉપરાંત વાળ સફેદ થઈ જાય અથવા તો દાઢી ના વાળ સફેદ થઈ જાય તેવી નાની નાની સમસ્યાઓ ઊભી થતી હોય છે.
હવે તમને જણાવીશું કે, તમારી દાઢીના વાળને કાળા કરવા માટે શું કરવું જોઈએ. એના માટે બે-ત્રણ ટિપ્સ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. જે અપનાવીને તમે 100% તમારી દાઢીના વાળ કાળા કરી શકો છો.
પહેલાં ઉપાય
પહેલાં ઉપાયમાં તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે, જેમાં તો તમારી એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે, જેની અંદર પંદરથી-વીસ મીઠા લીમડાના પાન નાખવા.
10થી 15 મિનિટ સુધી લીમડાના પાનને પાણીમાં વ્યવસ્થિત રીતે ઉકળવા દેવા. એ પાણીને તમારે પીવાનું છે. આ પાણી પીવાથી તમારા શરીરમાં જે સફેદ વાળ માટે જવાબદાર તત્વો છે એ તત્વોની ઉણપ દૂર થશે અને તમારા વાળ ધીમે ધીમે કાળા થવા લાગશે. ઉપરાંત આ સાથે તમારે બે થી ત્રણ એવી પેસ્ટ બનાવીને દાઢીમાં સફેદ થયેલા વાળ પર લગાવવાની છે. જેથી તમારા વાળ કાળા થશે.
એના માટે સૌથી પહેલો ઉપાય એકદમ સરળ ઉપાય છે. ગાયના દૂધનું માખણ લેવું. એ માખણને ધીરે ધીરે દાઢી ઉપર એકદમ વ્યવસ્થિત લગાવી દેવાનું છે. પાંચથી દસ મિનિટ તમારે મસાજ કરવો અને 30 થી 60 મિનિટ સુધી અને દાઢી પર લગાવીને રાખો.
નાની ઉંમરમાં સફેદ વાળ જોવા મળે છે. ખાસ કરીને સફેદ વાળ માટે જિનેટિક્સ ન્યૂટ્રીશનની કમી અને થાઈરોઈડ જેવા ડિસીઝ જવાબદાર હોય છે. તમે 2 રૂપિયાની ફટકડી લાવીને તેનો લાભ લઈ શકો છો. તેના માટે અડધી ચમચી ફટકડીનો પાઉડર લઈ તેમાં રોઝ વોટર મિક્ષ કરી પેસ્ટ બનાવો. હવે તેને તમારી સ્કેલ્પમાં લગાવો. જો દાઢી-મૂંછ સફેદ થઈ ગયા હોય તો લગાવી શકો છો. પછી 30 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં 2 વાર કરવો.
ત્યાર પછી ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી લેવો અને ફેસવોશથી ત્વચા સાફ કરવી. કારણ કે માખણ લગાડવાથી ચીકણો પદાર્થ ત્વચા ઉપર ચોંટી રહે છે. જેથી તમને ખીલ થવાની સમસ્યા ઊભી થઈ શકે છે માટે કલાક પછી તેને વ્યવસ્થિત રીતે ફેસવોશથી સાફ કરવું જોઈએ.
બીજા ઉપાય
બીજા સરળ ઉપાય તરીકે ફુદીનો આવે છે. 10 થી 15 ફુદીનાના પાન લેવા. તે ફુદીનાના પાનને પેસ્ટ બનાવી લેવી. ફુદીનાના પાનની પેસ્ટ માં જરૂર મુજબ પાણી ઉમેરો. ત્યાર પછી તેમાં બે ચમચી જેટલો ડુંગળીનો રસ મિક્સ કરવો. તમારે ફરજિયાત પણે ફુદીનાની પેસ્ટ સાથે ડુંગળીનો રસ મિક્સ કરવાનો છે.
ત્યારબાદ આ પેસ્ટને દાઢી ના સફેદ વાળ પર લગાવી લેવું. ધીમે ધીમે આ દાઢી પર અને મુછ પર મસાજ કરવો. એક કલાક સુધી રહેવા દેવું. ત્યાર બાદ વ્યવસ્થિત રીતે સાફ પાણીથી ધોઇ લેવું. આ રીતે તમે દાઢી ના સફેદ વાળને કાળા કરી શકો છો.
ત્રીજા ઉપાય
ત્રીજા ઉપાય માં તમારે સવારે અને સાંજે દસ મિનિટ બંને હાથના નખ ભેગા કરીને ઘસવાના છે. દસ મિનિટ સવારે દસ મિનિટ સાંજે આવું કરવાથી તમારી આંખના નંબર ઉતરી જાય છે. સાથે વાળને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ ઉપરાંત દાઢી ના વાળ સફેદ થઈ ગયા હોય છે તે ધીરે-ધીરે કાળા થાય છે. આ ઉપરાંત તમે એલોવેરા જ્યુસ અથવા આમળાના જ્યૂસનું સેવન પણ કરી શકો છો. સવારમાં એક ગ્લાસ પાણીમાં બે ચમચી આમળા અથવા એલોવેરાનો જ્યૂસ નાંખીને પી શકો છો. એનાથી પણ વાળ કાળા થાય છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.