શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા અને કફ, ગળામાં ખારાશ ને દૂર કરશે આ આ ઉપાય

શરદી ઉધરસ કોરોના વધી રહેલા કેસની સાથે ઋતુ બદલાવાના કારણે મોટાભાગે લોકોને શરદી ખાંસી ની તકલીફ રહેતી હોય છે. આ સમસ્યાથી બધા પરેશાન હોય છે. એવા સમયમાં ડોક્ટરો બધાને ફલૂથી બચવાની અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપતા હોય છે. સામાન્ય રીતે ઋતુઓમાં ફેરફાર થતાં જ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. જેના લીધે વ્યક્તિ બીમાર પડવા લાગે છે. એવામાં બદલાતા મોસમમાં રોજિંદા આહારમાં થોડી ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

એવા જ એક નું નામ છે તુલસી નો કાઢો. તુલસીમાં રહેલા એન્ટી એલર્જીક ગુણ ઘણી બધી બીમારીઓ સામે રક્ષણ આપે છે. સાથે જ રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરે છે. તુલસીનોકાઢો લેવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તો ચાલો સ્વસ્થ અને નિરોગી રહેવા માટે તુલસીનો કાઢો કેવી રીતે બનાવવો એ વિશે આજે તમને જણાવીએ.

તુલસીનો ઉકાળો બનાવવા માટેની પ્રથમ રીત 

તુલસીનો ઉકાળો બનાવવા માટે એક ઊંડા વાસણમાં બે ગ્લાસ પાણી નાખીને ઉકાળવું. જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે એમાં તુલસીના પાન, છીણેલું આદુ, ઈલાયચી પાવડર અને કાળા મરી નાખીને એક ચમચીની મદદથી સારી રીતે બધી ચીજ વસ્તુઓને મિક્સ કરી લેવી. ત્યાર પછી પંદર મિનિટ સુધી વાસણને ઢાંકીને રાખો. જ્યારે પાણીની માત્રા બળીને અડધાથી ઓછી રહે ત્યારે ગેસ બંધ કરીને કાઢાને ઠંડો થવા માટે રાખી દેવો. હવે તમારો તુલસીનો કાઢો બનીને તૈયાર છે. જો તમે ઈચ્છો તો એનો સ્વાદ વધારવા માટે એમાં લીંબુનો રસ અથવા મધ કે પછી ગોળનો ઉપયોગ કરી શકો છો.

તુલસી નો કાઢો બનાવવા માટેની બીજી રીત 

તુલસીનો કાઢો બનાવવા માટે સૌથી પહેલાં તુલસીના પાનને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા. એના પછી મુનક્કા ને પાણીમાં બે મિનિટ સુધી ગરમ કરવા. હવે કાળા મરી અને ઈલાયચીનો પાવડર સાથે ખમણેલું આદુ લેવું. જો ગળું ખરાબ હોય ને ઠંડી લાગી રહી હોય બે લવિંગ નાખવા જોઈએ. ઊંડા વાસણમાં બે ગ્લાસ ગરમ પાણી લઈને ઉકાળવું. જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે એમાં તુલસી મુનક્કા અને બાકીની બધી જ વસ્તુઓ મિક્સ કરી દેવી. ત્યાર પછી પંદર-વીસ મિનિટ સુધી વાસણને ઢાંકીને રાખો. પાણી અડધું રહે ત્યારે ગેસ બંધ કરીને કાઢો ઠંડો કરી લેવો ત્યાર બાદ એને ગાળીને પીવો.

તુલસીનો ઉકાળો બનાવવા માટેની રીત જે અનેક રોગોથી દુર રાખે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. આ સિવાય પણ આજે શરદી-ખાંસીને દૂર કરવા માટે ના બીજા અન્ય ઘરેલુ ઉપચાર પણ અમે તમને જણાવીશું.

શરદી ઉધરસ ની આયુર્વેદિક દવા  શરદી નો રામબાણ ઈલાજ શરદી ઉધરસ ના ઉપાય

મધ લીંબુ અને ઇલાયચીનો મિશ્રણ 

અડધી ચમચી મધ અને એક ચમચી ઈલાયચી પાવડર લેવો. એમાં થોડો લીંબુનો રસ મિક્સ કરવો. આ મિશ્રણને દિવસમાં બે વાર લેવું જોઈએ. આ મિશ્રણથી શરદી-ખાંસીમાં ખૂબ જ રાહત મળે છે.

આદુ અને તુલસી

આદુના રસમાં તુલસીનો રસ મિક્સ કરીને સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો એમાં મધ પણ મિક્સ કરી શકો છો.

ગરમ પાણી 

શકે એટલું ગરમ પાણી પીવું એનાથી ગળું ખુલે છે અને ગળામાં જમા થયેલો કફ છૂટો પડે છે.

ગરમ પાણીમાં મીઠું મિક્ષ કરી કોગળા કરવા 

ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને તેનાથી કોગળા કરવાથી શરદી અને ખાંસીમાં રાહત મળે છે. આ ખૂબ જુનો ઉપચાર છે.

હળદર 
હળદરનું સેવન કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે સાથે અનેક રોગો સામે રક્ષણ મળે છે. હળદરને તમે મધ અથવા તો હૂંફાળા દૂધ સાથે પણ લઈ શકો છો.

આદુ અને મીઠું 
આદુના નાના ટુકડા કરી લેવા એમાં મીઠું ભેળવી લેવું. મીઠા આદુના ટુકડા ખાવાથી એનો રસ ગળા સુધી જાય છે જેનાથી ગળામાં રહેલા કીટાણું નાશ પામે છે. અને ગળાને રાહત મળે છે.

મસાલા વાળી ચા

આદુમાં તુલસી, કાળા મરી નાખીને એને પીવી જોઈએ એનાથી શરદી અને ખાંસીમાં રાહત મળે છે.

આમળા 

આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું છે. જે લોહીના પ્રવાહ સારો બનાવે છે. ઉપરાંત આમળા રહેલા એન્ટી-ઓક્સિડન્ટ રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો કરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી અને ઘરેલૂ ઉપચારની જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

Leave a Comment