હૂંફાળા પાણીમાં ઉમેરીને પીવો આ જાદુઈ પાણી, તેના ફાયદા જાણીને તમને ખરેખર નવાઈ લાગશે

સ્વાસ્થ્ય સંબંધિત લગભગ એવી સમસ્યા નથી જેનો ઉપાય દાદીમાની પોટલીમાં ના હોય. હા આપણા દાદી ના અને વડીલો જે ઉપાય અજમાવતા હોય છે એ ઉપાય એક તો બહુ અસરકારક અને સટીક હોય છે અને બીજું એ ઉપાયની કોઈ આડઅસર થતી નથી. હા, એક વાત જરૂર છે કે એ ઉપાય અપનાવવાથી તેની અસર મોડી જરૂર થશે પણ થશે એ નક્કી વાત છે.

આજે દાદીમાની પોટલીમાંથી એવો કે એક નુસખો તમારા માટે લાવ્યા છીએ જે તમને સ્વાસ્થ્ય સંબંધિત અનેક મુશ્કેલીઓમાં કામ લાગશે. સૌથી પહેલા તમને એ ઉપાય જણાવી દઉં અને પછી તમને જણાવીશું કે એ ઉપાય અપનાવવાથી તમને શું ફાયદો થશે. આના માટે તમારે સૌથી પહેલા એક ગ્લાસ પાણી ઉકાળીને બરાબર ગરમ કરવાનું છે. ગરમ થયેલ પાણીમાં હવે અડધી ચમચી દેશી ઘી ઉમેરો બને ત્યાંસુધી પ્રયત્ન કરો કે તમે દેશી ઘી કે પછી ઘરનું બનાવેલું જ ઘી તેમાં ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરી લો અને હૂંફાળું ગરમ થાય એટલે એકવાર ફરીથી બરાબર મિક્સ કરીને પી જવું. હૂંફાળું ગરમ મતલબ કે પીએ તો જીભ ચોંટે નહિ એવું ગરમ.

હવે તમને આ મિશ્રણ બનાવતા તો આવડી ગયું હશે હવે એ તો જાણી લો કે તેનાથી શું ફાયદો થશે. તો આવો તમને જણાવી દઈએ જો તમે અમારું પેજ હજી ફોલો નથી કર્યું તો કરી લેજો. પેજ ફોલો નહિ કરો તો આવી જ અવનવી માહિતી કેવીરીતે જાણશો. હવે ફરી મેઈન પોઇન્ટ ઉપર જણાવેલ મિશ્રણ પીવાના ફાયદા વિષે જણાવીશું.

1. કબજિયાત હા આજના ફાસ્ટફૂડીયા ભોજનને કારણે ઘણા લોકોને આ તકલીફ થતી હોય છે પણ શરમને કારણે તેઓ કોઈને કહેતા નથી અને અંદર અંદર મૂંજાયા કરે છે. તો હવે કોઈપણને તમારે તમારી આ તકલીફ કહેણી જરૂરત નથી ઉપર જણાવેલ ઉપાય તમે દરરોજ રાત્રે કરો જો તમારે આખો ગ્લાસ ભરીને ના પીવું હોય તો તમે તેની શરૂઆત અડધા ગ્લાસથી કરી શકો છો. ધીમે ધીમે પ્રમાણ વધારતું જવાનું. રામે ઈચ્છો તો આ ઉપાય રાત્રે અને સવારે બંને સમયે કરી શકો છો. આ ઉપાયથી તમારા શરીરમાં રહેલ વધારાનો કચરો બહાર નીકળી જશે.

2. તમારા ઘરમાં પણ અમુક વડીલોને સાંધાના દુખાવાથી તકલીફ હશે તેઓ વારંવાર ફરિયાદ કરતા જોવા મળશે કે આજે તો પગ બહુ દુખે છે કે પછી ઘૂંટણ દુખે છે. તો આની પાછળનું મુખ્ય કારણ હોય છે નબળા હાડકા અને આમ થવાનું મુખ્ય કારણ હાડકામાં ચીકાશ ઓછી થઇ જવી. હાડકામાં ચીકાશ ઓછી થવાને કારણે બીજી અનેક તકલીફ થતી હોય છે. એટલે જો તમારે લાંબાગાળે આ તકલીફ ના સહન કરવી હોય તો આજથી જ આ ઉપાય અપનાવો. જો તમારા ઘરમાં કોઈ વડીલ છે જેમને ડોકટરે ઇન્જેક્શન મુકાવવા માટેની સલાહ આપી હશે તેઓને પણ ઉપર જણાવેલ ઘી અને પાણીનું મિશ્રણ પીવડાવવાનું શરુ કરો.

3. હવે ખાસ વાત છે એ લોકો માટે જેઓ વજન ઘટાડવા માટે સતત પ્રયત્ન કરે છે. હવે તમે વિચારતા હશો કે ઘી ખાવાથી તો વજન વધે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે દિવસમાં એક થી બે ચમચી ઘી નહિ ખાવ તો વજન વધવું, બીપી વધવું સહીત અનેક તકલીફ થતી હોય છે એટલે હવે દિવસ દરમિયાન એક કે બે ચમચી ઘી જરૂર ભોજનમાં લો. તો જો તમે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો ઘી અને હૂંફાળા પાણીનું મિશ્રણ સવારમાં નરણા કોઠે જરૂર પીવો. આનાથી તમને તમારા પેટની ચરબી ઓછી થતી જરૂર દેખાશે. પણ હવે સવારમાં આ ઉપાય કરવાનો અને પછી એકલા પીઝા અને બર્ગર ખાવાના એવું નહિ કરવાનું નહિ તો કોઈપણ રીતે વજન ઉતરશે નહિ.

તો બસ આ છે જાદુઈ પાણી પીવાના કેટલાક બેઝિક ફાયદા આવા જ અનેક ઉપાય સાથે અમે ફરી મળીશું. અમારું પેજ જરૂર ફોલો કરજો અને આ ઉપાય જો તમે અપનાવો છો અને ફરક પડે છે તો અમને જરૂર જણાવજો. તમારા શબ્દો દ્વારા અમને આવી જ સારી વિગતો તમારી સામે મુકવામાં ઉત્સાહ મળે છે આવજો ફરી આવીશું આવી જ ઉપયોગી માહિતી સાથે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment