બદલાતી સીઝનમાં સ્કિનની ખંજવાળ અને માથાની ખંજવાળ દૂર કરવાના અસરદાર ઈલાજ

આજકાલ સીઝન પણ વ્યક્તિની જેમ પાર્ટી બદલે છે જયારે ઈચ્છા થાય ત્યારે ગરમી પડે ઈચ્છા થાય ત્યારે વરસાદ ખરેખર એક વ્યક્તિની જેમ હવે સીઝનનો પણ કોઈ ભરોસો નથી. ઘણા લોકોને અલગ અલગ વસ્તુઓથી એલર્જી હોય છે. ઘણાને કોઈ ખાવાની વસ્તુઓથી એલર્જી હોય અથવા ઘણાને કોઈ વસ્તુઓ અડી જવાથી એલર્જી હોય.

પણ એવી એક એલર્જી છે જે લગભગ કોમન હોય જ છે. ધૂળની એલર્જી. ધૂળની એલર્જીથી ઘણા લોકોને શરદી થાય તો ઘણા લોકોને ઉધરસ થાય અને ઘણાને ચામડી પર તેની અસર દેખાય. જે પણ મહિલાને ઘરની સાફસફાઈ કરવાથી કે ઝાપટઝૂંપટ કરવાથી છીંક આવે અને શરદી થઇ જાય એને પણ ધૂળની એલર્જી ગણાય છે. આજે અમે તમને આવી જ એક કોમન એલર્જી વિષે જણાવીશું અને તેને કેવીરીતે દૂર કરવી એના કેટલાક ઘરગથ્થુ ઉપચાર જણાવીશું.

સૌથી પહેલા આપણે વાત કરીશું ખંજવાળની આ એલર્જી થવાથી શરીર પર લાલ ચકામાં થઇ જવા, જીણા જીણા લાલ દાણા થવા જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. જનરલી આ એલર્જી જમવામાં ખાટું કે ખોરું આવી જાય ત્યારે થતી હોય છે. આનાથી રાહત મેળવવા માટેની કેટલીક સચોટ ટિપ્સ અને તેના સચોટ ઉપાય તમારી આસપાસ જ રહેલી છે.

આની માટે બે અકસીર અને સસ્તા ઉપાય છે. આજકાલ દરેકના ઘરમાં તુલસી પ્લાન્ટ તો હોય છે તો એક કામ કરજો તુલસીના 15 થી 20 પાન લઈને બરાબર સાફ કરી લેવા, સાફ કરેલા તુલસીના પાનને વાટીને પેસ્ટ કે લુગદી જેવું બનાવી લો. હવે આ લુગદીમાં બે ચમચી કોપરેલ ઉમેરો. હવે આ પેસ્ટ એકદમ ચીકણી બની હશે તેને તમારા હાથ કે પછી જ્યાં પણ તમને ખંજવાળ આવતી હોય ત્યાં લગાવો અને હલકા હાથે માલિશ કરો.

હવે બીજો ઉપાય તો એનાથી પણ સરળ છે. તમારા ઘરની આસપાસ તમે કડવો લીમડો તો જોયો જ હશે. કડવો લીમડો તો આમપણ બહુ ગુણકારી માનવામાં આવે છે એની માહિતી અમે તમને અલગથી જરૂર જણાવીશું એના માટે અમારી સાથે જોડાયેલા રહેજો. હવે તમને જણાવીએ કે શરીર પર આવતી ખંજવાળ દૂર કરવા માટે તમારે લીમડાના પાનને ધોઈને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ તમને જ્યાં પણ ખંજવાળ આવતી હોય કે પછી જ્યાં લાલ ચકામા કે પછી દાણા દાણા થઇ ગયા હોય ત્યાં હળવા હાથે લગાવો. યાદ રાખજો ઘસવાનું નથી. ફક્ત લગાવવાનું છે.

ઉપર આપેલ બંને ઉપાયમાં પાનને બરાબર સાફ કરજો કેમ કે જો તેની પર કોઈ પ્રકારની ધૂળ, રજકણ કે કોઈ જીવજંતુની અસર હશે તેની તમારી સ્કિન પર વિપરીત અસર થશે.

આ બીજી એલર્જી પણ જનરલી બધા જ લોકને થતી હોય છે પણ દુઃખની વાત છે કે લોકો આ વાતને સિરિયસ લેતા જ નથી. પણ પછી પાછળ જતા જયારે આ તકલીફ થોડી મોટી થઇ જાય છે ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. હા આ સમસ્યા છે માથામાં આવતી ખંજવાળ, ખોડો અને બીજી ઘણી સમસ્યા કે જેને આપણે બહુ હળવાશથી લેતા હોઈએ છીએ.

માથામાં સતત આવતી ખંજવાળ એ કોઈ સામાન્ય વાત નથી તો હવે તમને જણાવી દઉં આ એક સામાન્ય સમસ્યાથી તમે કેવીરીતે બચી શકશો. તમારા ઘરના ફ્રીઝમાં રહેલ દહીં અને લીંબુ એ આના માટે એક અકસીર ઉપાય છે. પણ એક ખાસ વાત જો તમને લીંબુ કે પછી દહીંના ઉપયોગથી કોઈ સમસ્યા થતી હોય તો આ ઉપાય કરવો નહિ કેમ કે એવું ના થાય કે વાળની ખંજવાળ દૂર કરવામાં ક્યાંક બીજી સમસ્યા આવી પડે.

હવે એક વાટકી દહીં લઇ લો. દહીંમાં થોડું પાણી હોય તો પણ વાંધો નહિ. હવે એ દહીંમાં અડધા લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને બરાબર મિક્સ કરીને એકરસ કરી લો. હવે આ મિશ્રણને હાથેથી વાળમાં પાંથીઓ પાડીને લગાવો એક કલાક સુધી આ મિશ્રણને માથામાં લગાવેલું જ રાખો અને પછી આને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આ ઉપાય એક મહિના સુધી દર અઠવાડિયે કરો આમ કરવાથી વાળમાં આવતી ખંજવાળ ધીરે ધીરે દૂર થઇ જશે.

આવા જ બીજા અનેક ઘરેલુ નુસ્ખા સાથે ફરી મળીશું અમારું પેજ લાઈક ના કર્યું હોય તો જરૂર કરો અને હા આ ખુબ જ ઉપયોગી એવી માહિતીને બીજા લોકો સુધી જરૂર મોકલો. આભાર.

Leave a Comment