આટલું કરશો તો હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટી જશે

આજકાલ જીવનનો કોઈ ભરોસો નથી. આજકાલ હલતાચાલતાં કોઈને પણ હાર્ટ એટેક આવી જાય છે. તમને આજે ઇન્ટરનેટ પર એવા કેટલાય વિડિઓ મળશે જેમાં ચાલુ ગાડીમાં, ચાલુ ટીવી શોમાં પછી રસ્તા પર આરામથી ચાલી જતી ભીડમાં અચાનક જ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને ઓન ધ સ્પોટ તેમનું મૃત્યુ થઇ જાય છે. આમ તો જો કેમૃત્યુ વસ્તુ જ એવી છે કે એ કાંઈ કોઈને કહી ને નથી આવતી પણ અમુક એવી વસ્તુઓ અને વાતો છે જેની કેર કરવાથી આપણે આવતા હાર્ટ એટેકને જાણી શકીએ છે.

તમારી જીવનશૈલીની તમારા સ્વાસ્થ્ય પર બહુ ઊંડી અસર થતી હોય છે. આજકાલની ફાસ્ટ લાઈફમાં આપણે આપણા ઘર ચલાવવા અને આપણા પ્રિયજનોની દરેક ઈચ્છાઓ પુરી કરવા પૈસા પાછળ આંધળી ડોટ મૂકીએ છીએ. અને પૈસા કમાવવાની લ્હાયમાં આપણે આપણા સ્વાસ્થ્ય તરફ જરા પણ ધ્યાન આપી શકતા નથી. આપણે ઘણું ઇચ્છવા છતાં પણ આપણે ઘણીવાર પ્લાન કરેલ કસરત કરવાના અને ડાયટ કરવાના પ્લાનને કેન્સલ કરવો પડતો હોય છે. તો આજે અમે તમને અમુક એવી વાતો જણાવીશું કે જેનાથી તમે તમારી હેલ્થનું પણ ધ્યાન રાખી શકશો અને તમારી લાઈફ સ્ટાઇલ પર પણ બહુ લોડ નહિ રહે.

સૌથી પહેલા અમે તમને જણાવીશું હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ અને પછી અંતમાં જાણી લેજો એવો ઉપાય કે જે તમને બચાવશે હાર્ટ એટેક આવવાથી. હાર્ટ એટેક આવવાના અનેક કારણો હોય છે જેમાં મુખ્ય તો શરીર પર ચરબીના થર હોવા, સતત વ્યક્તિ કોઈને કોઈ ચિંતામાં રહેતો હોય કે પછી તમારી ખાવા પીવાની આદત પણ હાર્ટ એટેક આવવા પાછળનું કારણ હોઈ શકે છે. હાર્ટ એટેક આવવા પાછળ આ ઉપર જણાવેલ કોઈપણ કારણ કે સમસ્યાથી પરેશાન છો તો તમારે સાવધાન થઇ જવાની જરૂરત છે અને તમારે તેમાંથી હવે બહાર આવવાના પ્રયત્ન કરવા જોઈએ. જો તમારા ઘરમાં કે તમારા મિત્ર સર્કલમાં કોઈપણ આ રીતની તકલીફ અનુભવે છે તો તેમની સાથે વાત કરો અને તેમને સમજાવો કે આ એક બહુ ગંભીર બાબત છે. જો જલ્દી જ આનો કોઈ ઉપાય નહિ કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થાય છે.

હાર્ટ એટેક

હવે જાણી લઈએ એવા અકસીર ઉપાય વિષે જે તમને હાર્ટ એટેકના ખતરાથી બચાવશે. અમારો સતત એ જ પ્રયત્ન હોય છે કે અમે તમને બને એટલી સચોટ અને અકસીર ઉપાય જણાવીએ અમે સતત એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે તમને તમારા ઘરમાં જ રહેલી એવી વસ્તુઓનું સાચું મૂલ્ય સમજાય અને તેને સાચી રીતે કેવીરીતે વાપરવું. હા આજે અમે તમને હાર્ટ એટેકથી બચવા માટે તમારા રસોડામાં રહેલ એવી જ સસ્તી અને હાથવગી વસ્તુઓના સાચા ઉપયોગ વિષે જણાવીશું.

1. સૌથી પહેલા આપણે વાત કરીશું ઘી અને ગોળ વિષે. ઘી અને ગોળ એ આપણા દરેકના રસોડામાં હોય જ છે. આ એક અકસીર ઉપાય છે અને અપનાવવાથી તેની અસર તમે જાતે જ જોઈ શકશો. આની માટે તમારે ઘી અને ગોળને મિક્સ કરીને ખાવાનો છે. જો તમે ઈચ્છો તો ગોળ અને ઘીને મીક્ષરમાં એક રસ પણ કરી શકો છો અને ભોજનમાં ઘી ગોળ સાથે લઈને પણ ખાઈ શકો છો. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે ઘી દેશી હોય અથવા ઘરે બનાવેલ ઘી પણ લઈ શકો છો.

2.આ બીજો ઉપાય ઘણા મિત્રોને ખુબ પસંદ આવશે પણ અમુકને નહિ પસંદ આવે, આપણા ગુજરાતમાં એવા ઘણા મિત્રો છે જેઓ લસણ ખાવાનું ઇગ્નોર કરે છે. પણ ઘણા એવા મિત્રો છે જે લસણ ખાતા હોય છે. તમને ઘણીવાર ડોક્ટરે પણ સલાહ આપી હશે કે ભોજનમાં લસણનું સેવન કરો. પણ આજે અમે તમને લસણ ખાવાની સાચી રીત જણાવીશું. આ ઉપાય તમે દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો. આના માટે તમારે લસણનો એક આખો ગાંઠિયો (એક પીલ્લું) કે તમે જે કહેતા હોવ એ લેવાનું. હવે તેને એક કાંટા ચમચી કે ચપ્પામાં ખોસી દો. પછી આને ગેસ પર શેકવાનું છે. પહેલાના સમયમાં તો ઘરે ચૂલા અને સગડી હતા તો તેમાં આ રીતે લસણ બહુ સારી રીતે શેકાઈ જતું.

હવે તમારે ગેસ પર લસણ ફેરવી ફેરવીને શેકી લેવાનું છે. લસણ શેકાઈ એકદમ કાળું થઇ જાય એટલું નથી શેકવાનું. લસણ શેકાઈ જાય એટલે તેને અડી શકો એવું ઠંડુ થાય એટલે તેને છોલી લો. હવે આ છોલેલા લસણને તમારે ખાવાનું છે. જો એકલું ના ભાવે તો તમે તેને શાકમાં ઉમેરી શકો છો અથવા તેની પર થોડું મીઠું ઉમેરીને ખાઈ શકો છો. આ ખરેખર એક અકસીર ઉપાય છે અઠવાડિયે બે વાર આ ઉપાય કરવાનો આનાથી શરીરમાં લોહી જાડું નહિ થાય અને લોહી જામીને ગાંઠો થઇ જતી હોય તેવા મિત્રોને પણ રાહત રહેશે.

3.આ એક બહુ સરળ અને સચોટ ઉપાય છે. આના માટે તમારે દરરોજ એક ગ્લાસ પાણીમાં એક લીંબુ નીચવીને પી જાવ. લીંબુથી તમારા શરીરની ઇમ્યુનીટી વધશે જે તમને ચુસ્તી અને સ્ફૂર્તિ આપશે જેના કારણે તમે તમારું કામ આરામથી પૂરું કરી શકશો કામ શાંતિથી કરવાથી તમને તણાવ થશે નહિ. તણાવ એ આજકાલની લાઈફની બહુ મોટી સમસ્યા છે કામને કારણે ના ઇચ્છવા છતાં પણ તણાવ અનુભવી શકીએ છીએ.

આ અમુક ખાસ અને સચોટ ઉપાય છે જે અમે અનુભવીએ છીએ એ જ અમે તમને જણાવીએ છીએ પણ ઘણીવાર અમુક ઉપાય જે તે વ્યક્તિના શરીરની તાસીર પ્રમાણે અસર કરતા હોય છે. આ દરેક ઉપાયની સાથે સાથે તમે હળવી કસરત અને ખાવા પીવામાં ચેન્જ લાવીને હાર્ટ એટેકથી બચી શકશો.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

 

Leave a Comment