આપણી મોટાભાગની સમસ્યાઓનો સમાધાન આપણા રસોડામાં જ રહેલું છે. આજે અમે તમને એવી ઘણી બધી વસ્તુઓ વિશે જણાવીશું. જે દરેકના રસોડામાં મોટાભાગે ઉપલબ્ધ હોય છે. એમાંની એક વસ્તુ હિંગ છે. હિંગ રસોઈ નો સ્વાદ જ નથી વધારતી પરંતુ તેમાં સુગંધ ઉમેરીને ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. જો ભોજનમાં હિંગ નો ઉપયોગ કરવામાં આવે તો ભોજન સરળતાથી પચી જાય છે.
માટે કઠોળ હોય શાક હોય દાળ હોય કે અન્ય કોઈપણ વાનગી હોય તેનો વગર પરંપરાગત રૂપે રાઇ, જીરુંની સાથે દરેક ઘરમાં હિંગ નો વઘાર પણ કરવામાં આવે જ છે. ઘણા લોકો હિંગને વઘારણી તરીકે પણ ઓળખે છે એટલે કે જાણે હિંગ વગરનો પર્યાય બની ગઈ છે. આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે હિંગ ના ઉપયોગથી પાચન સરળતાથી થાય છે અને ગેસ જેવા રોગથી છુટકારો મળે છે.
આયુર્વેદ મુજબ હિંગ ભૂખ લગાડનાર, આહારનું પાચન કરનાર, વાયુનું અનુલોમન કરનાર તથા તે હોજરી અને આંતરડાની ક્રિયાને ઉત્તેજના કરાવે છે. હિંગ ચોંટેલા મળને ઉખાડીને નીચેની તરફ સરકાવનાર, વાયુહર, કૃમિઓનો નાશ કરનાર, કફ દુર્ગંધ નાશક, જ્ઞાાનતંતુઓને તથા ગર્ભાશયને ઉત્તેજનાર, અજીર્ણ, આફરો, દમ, ઉધરસ, શૂળ, ગેસ વગેરે અનેક રોગોમાં હિતાવહ છે. હિંગમાં એક પ્રકારનું ઉડનશીલ તેલ રહેલું હોય છે. જે શ્વાસ, ત્વચાના છિદ્રો અને મૂત્ર દ્વારા બહાર ફેંકાય છે અને તે તે માર્ગોને ઉત્તેજના આપે છે.
આફરો-ગેસ, અજીર્ણ વગેરે વિકારોમાં પેટ પર હિંગનો લેપ પ્રચલિત છે. આવા વિકારોમાં હિંગને એરંડિયા તેલમાં મિશ્ર કરીને કૃમિવાળા દર્દીઓને તેની બરિન-એનિમા આપવામાં આવે છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં 4 થી 5 ગ્રામ હિંગ મિશ્ર કરીને કૃમિવાળા દર્દીઓને તેની બસ્તિ આપવામાં આવે છે. ઉધરસ અને શ્વાસમાં તેનો છાતી પર કરવામાં આવતો લેપ સારું પરિણામ આપે છે.
સંસ્કૃતમાં હિંગને હિંગુ કહેવામાં આવે છે. એ અનુસાર હિંગ નો થોડો કડવો અને તીખો રસ હોય છે. તેના ઉષ્ણ વીર્ય તેમજ નાડી સંસ્થાન પર થતી વિશે સંકોચ પ્રમશક એન્ડીસ્પાઝ મોડીક ગુણોની અસરથી હોજરી આંતરડા વગેરેના અંગોની આંતરકલા પરથી શિક્ષણ અને સારી અસરથી પાચક રસો અને એન્ઝાઈમ સરળતાથી નીકળે છે.
કફ અથવા વાયુને કારણે અવયવોની આંતરિક ત્વચાના છિદ્રોમાં અવરોધ થતો હોય છે. ત્વચા પણ સુકાયેલા કફ કે અન્ય ઝરીલા દ્રવ્યોની પરત જામી હોય તો તેને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. સાથે જ તે અવયવોની આંતરકલા નું કામ સુધારવાનું કામ કરે છે માટે જ્યારે વાયુના અવરોધના કારણે પેટમાં ગેસ ચડ્યો હોય કે પછી હોજરીમાં પાચક રસો યોગ્ય પ્રમાણમાં નીકળતા ન હોય તેના કારણે પાચન ક્રિયા મંદ પડી ગઈ હોય એવી પાચનની તકલીફમાં આયુર્વેદ વિશિષ્ટ પ્રકારની હિંગ નો દવા તરીકે ઉપયોગ કરવાનું સૂચવે છે.
જો પેટમાં દુખાવો થતો હોય કે પેટ ફૂલી ગયું હોય તથા બાળકના પેટમાં ચૂક આવતી હોય તેવી સ્થિતિમાં હિંગ અને ઘીમાં ઓગાળીને નાભી પર લગાવવાની પરંપરા વર્ષોથી જાણીતી છે. ફક્ત પાચનના રોગ જ નહીં શ્વસનતંત્રમાં નાડીના અનિયમિત સંકેતને કારણે તથા કફ, વાયુથી થતા રોગમાં પણ હિંગ નો ઉપયોગ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે માટે અસ્થમા બ્રોનકાઇટીસ, છીંક, ખાંસી આવી વગેરે જેવી સમસ્યામાં પણ નો ઉપયોગ કરવામાં આવે છે. ફેફસાના રોગ માટે કાચી હિંગ ને પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ કરવાથી રાહત થાય છે. જ્યારે પાચનના રોગમાં હિંગને ઘી અથવા દિવેલમાં તળીને ઉપયોગ કરવાથી ફાયદો મળે છે.
દાંત પોલો હોય અને સખત દુઃખ તો હોય તો તેમાં હિંગ ભરવાથી તરત જ દાંતનો દુઃખાવો મટે છે. ઉધરસમાં કફ ગંધાતો હોય કે મોઢામાં શ્વાસની દુર્ગંધ હોય તો હિંગ આપવાથી દૂર થઈ જાય છે. ઔષધમાં સારી જાતની હિંગ વાપરવી જોઈએ.
માસિક ની સમસ્યામાં પણ હિંગ નો ઉપયોગ પરંપરાગત રીતે થતો આવ્યો છે. દેશી ગોળમાં બે થી ત્રણ રતી જેટલી એટલે કે આશરે ત્રણ મીલી ગ્રામ જેટલી હિંગ મિક્સ કરીને તેની નાની ગોળી બનાવીને જમ્યા પછી હુંફાળા પાણી સાથે લેવાથી રોકાઈ ગયેલું માસિક ફરી શરૂ થાય છે.
માસિક સમયે પેઢામાં થતો દુખાવો દૂર કરવા માટે પણ હિંગ નો પરંપરાગત રીતે ઉપયોગ અસરકારક બને છે. ડીલવરી પછી હિંગ ના ઉપયોગથી પેઢોમાં વાયુ જામીને થતો દુખાવો, કબજિયાત, પેટ ફૂલ, કમરનો દુખાવો જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. સ્ત્રીઓને થતા હિસ્ટેરીયા રોગમાં હિંગવટીનો ઉપયોગ અન્ય ઔષધીઓની સાથે કરવાથી ઘણો ફાયદો મળે છે.
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.
ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
અમને આશા છે કે આજના લેખની માહિતી તમને જરૂરથી પસંદ આવશે અને ઉપયોગી થશે.