ભગવદગીતામાં છુપાયેલો છે ડાયાબિટીસનો ઈલાજ વાંચો અને શેર કરો

હિન્દુ ધર્મમાં જીવનનો સાર એટલે ભગવત ગીતા ભગવદ્. ગીતામાં બધી જ તકલીફોનો સામનો કરવાનો દર્શાવવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એ છતાં એ હિન્દૂ ધર્મ પૂરતું  મર્યાદિત ન રહેતા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે.

એવું માનવામાં અને કહેવામાં આવે છે કે જો ભગવત ગીતાનો સાર સમજી લેવામાં આવે, તો જીવનમાં કોઈપણ પરિસ્થિતિનો આસાનીથી સામનો કરી શકીએ. ટૂંકમાં ગ્રાહક ભંડાર એટલે ભગવદ ગીતા. આ બધાની સાથે મનની શાંતિ આપવાનું કામ પણ ભગવદગીતા કરે છે.

આજે અમે ભગવદગીતાની અમુક એવી બાબતો વિશે જણાવીશું જે જાણીને તમે હેરાન રહી જશો.

હા ગીતાના જ્ઞાન ના ભંડાર માંથી શોધકર્તાઓએ ડાયાબિટીસના ઈલાજ વિશે શોધી કાઢ્યું હતું. આ સંદર્ભમાં હૈદરાબાદના ઉસ્માનિયા હોસ્પિટલના ડોક્ટરો તેમજ શોધકર્તાઓ ની ટીમે ડાયાબિટીસના ઈલાજ માટે આધ્યાત્મિક ઉપાયો શોધ્યા છે.

આ સંશોધન સંબંધિત શોધકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગીતાના શ્લોકોમાં અનેક બિમારીઓનો ઇલાજ છુપાયેલો છે. શોધકર્તાઓ નું માનવું છે કે ભગવત ગીતાના શ્લોકો શીખવે છે કે નકારાત્મક પરિસ્થિતિઓમાં જીવનને કઈ રીતે સકારાત્મક રીતે જીવી શકાય છે.

ભગવદ ગીતા ના સંદર્ભમાં શોધકર્તાઓના કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે છે કે પોતાની ડાયાબિટીસ છે ત્યારે એ માનસિક તાણ અનુભવવા લાગે છે, અને પરેશાન રહેવા લાગે છે.

એની જગ્યા એ જ વ્યક્તિ સંયમિત જીવન જીવે અને મને સકારાત્મક બનાવે અને બીમારીનો ઈલાજ કરે તો ખૂબ જ જલ્દી બીમારીને નિયંત્રિત કરી શકે છે.

ભગવદ ગીતાના સાતમા શ્લોકમાં વ્યક્તિને જીવન જીવવાનો ઉપાય શીખવામાં આવ્યો છે. જો વ્યક્તિ ડોક્ટર પાસેથી ઈલાજ લેવાની સાથે ગીતા ના અધ્યાય દ્વારા જીવનમાં સંયમ બનાવી રાખે, તો શરીરમાં લોહીનું પ્રમાણ અને ઇન્સ્યુલીન પણ સંતુલિત કરે છે પણ સંતુલિત કરે છે.

આ તો થઈ ભગવદગીતામાં છુપાયેલા ડાયાબિટીસના ઈલાજ વિશે, પણ આ સિવાય પણ અમુક ઘરગથ્થુ ઉપાયો અજમાવીને તમે ડાયાબિટીસને કાબુમાં રાખી શકો છો.

– આમલીના ચચુકાને શેકીને ખાવામાં આવે તો એનાથી ડાયાબિટીસ મટે છે.

– નિયમિત રીતે લીમડાના પાનનો રસ  પીવાથી પણ ડાયાબિટીસમાં રાહત મળે છે.

– કુણા કુણા કારેલાના નાના નાના ટુકડા કરીને તેને છાયામાં સુકવો, સુકાઈ જાય ત્યારબાદ તેને ક્રશ કરી લો, આ પાઉડરના એક તોલા જેટલા ભાગને સવાર સાંજ લેવાથી ડાયાબીટીસ મટે છે.

– પાકા જાંબુને સૂકવી લો, સુકાઈ ગયા બાદ તેનો બારીક ભૂકો કરો, આ ચૂર્ણને પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયબીટિસમાં રાહત મળે છે.

– લસણને પીસી લઈને એનું પાણી પીવામાં આવે તો એનાથી પણ ડાયાબિટીસ મટે છે.

– દોઢથી બે તોલા મેથીને રોજ રાત્રે પલાડો, સવારે એને હાથેથી ખૂબ જ મસળી લો, ત્યારબાદ આ પાણીને ગાળીને પીવાથી ડાયાબીટીસ મટે છે.

– બે થી ત્રણ ગામ હળદરને આમળાના પાઉડર સાથે લેવામાં આવે તો ડાયાબીટીસમાં ખૂબ જ ફાયદો થાય છે.

– ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત રીતે કસરત કરતા રહેવુ જોઈએ, જેનાથી એમનું શરીર સક્રિય રહે છે.

– ઘણીવાર અપૂરતી ઊંઘના કારણે પણ ડાયાબીટીસનું જોખમ વધી જાય છે એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે તમારે રોજ 7થી 8 કલાકની ઊંઘ લેવાની છે.

– વધતું જતું વજન અને શરીર પર જામતા ચરબીના થર તમને ડાયાબિટીસનો ભોગ બનાવી શકે છે એટલે તમારા શરીરમાં વધારાની ચરબી જમા ન થવા દો અને તમારા વજનને નિયંત્રણમાં રાખો

– જે લોકો દારૂ કે સિગારેટનું સેવન કરતા હોય એમના શરીરમાં સુગરનું પ્રમાણ વધુ હોય છે એટલે દારૂ અને સિગરેટથી દૂર જ રહેવું

તો આપણી ભગવદગીતામાં પણ ડાયાબિટીસના ઈલાજ આપેલા છે એ જાણીને આજે તમને ચોક્કસ નવાઈ લાગી હશે. એ ઉપરાંત આજે અમે તમને બીજા કેટલાક ઉપાયો પણ જણાવ્યા છે. આશા છે કે અમે જણાવેલી માહિતી તમને ઉપયોગી સાબિત થશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment