એક દિવસમાં 1 કિલો વજન ઘટાડવું છે ? તો વાંચી લો તેનો બેસ્ટ રસ્તો

આજની સતત દોડતી જિંદગીમાં દરેક વ્યક્તિને સૌથી આગળ રહેવું છે પણ સમયના અભાવે એ આવું કરી નથી શકતો. આજે માણસ પૈસા પાછળ એવો તે દોડતો થયો છે કે તે પોતાની ખાણીપીણી પર ધ્યાન નથી આપી શકતો અને એ પછી એની અસર સીધી એમના સ્વાસ્થ્ય પર પડે છે.

શરીર માટે સેવાતી સતત  બેદરકારીને કારણે શરીરમાં ક્યારે કયો પેસી જાય છે તેની આપણને ખબર પણ નથી પડતી અને ઘણીવાર આ બેદરકારી  ગંભીર સ્વરૂપ ધારણ કરે છે તે પણ ખ્યાલ નથી આવતો. આજે અમે તમને એવી જ એક સમસ્યા વિશે જણાવવા જઈ રહ્યા છે જેનાથી આજે મોટાભાગના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

તમને થશે એવી તે વળી કઈ સમસ્યા તો એ છે સતત વધતું વજન આજે સતત વધતા વજનથી લગભગ 80 ટકા લોકો પીડાઈ રહ્યા છે અને એ સાવ સાચી વાત છે. એકવાર વજન વધી જાય પછી એને ઘટાડવું એ ખુભ જ અઘરું છે. અને એકવાર વજન વધી જાય એ પછી શરીરમાં બીજી ઘણી તકલીફો થવાનું શરૂ થઈ જાય છે.

એવું કહેવામાં આવે છે કે જેટલું શરીરનું વજન ઘટાડવું અઘરું છે એટલું જ અઘરું શરીરનું વજન ઘટાડવુ છે. અને આ માટે તમારે ધીરજ રાખવી પડે અને આ ઉપરાંત યોગ્ય પ્રેક્ટિસની જરૂર પડે છે. અમુક લોકોની કદ કાઠી જ એવી હોય છે કે એમનું શરીર હંમેશા દુર્બલ જ દેખાય છે

જો તમારે વજન વધારવું છે તો તમારે વધુ કેલેરીને ઇન્ટેક કરવી પડે છે. આ રીત તમને વજનને ઝડપથી વધારવા ઉપરાંત શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

આજના યુગમાં મોટાભાગના લોકો વજન ઘટાડવાની વાત આવે એટલે સીધા જીમમાં પહોંચી જાય છે. આ ઉપરાંત તે ઘણા પીણાંનું પણ સેવન કરવાનું શરૂ કરી દે છે જે ખરેખર શરીરને ખૂબ જ હાનિ પહોંચાડે છે.

પણ જો તમે તમારા ડાયટમાં થોડો ઘણો ફેરફાર કરો તો તમે તમારું વજન જાળવી રાખી શકો છો અને જો તમે આમ કરશો તો કદાચ તમારે આવી કોઈ સમસ્યાનો સામનો નહિ કરવો પડે અને એટલે જ તમે સામાન્ય રીતે જ વજન ઘટાડો એ જ યોગ્ય રહેશે

આજે અમે તમને એવી જ એક રીત  વિશે જણાવીશું જેને અપનાવીને તમે ખૂબ જ સરળતાથી તમારું વજન ઘટાડી શકો છો, અને આ માટે તમારે કોઈ મોંઘીદાટ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી અને ન તો તમારે કોઈ યોગ અભ્યાસ કરવાની જરૂર છે.

બસ તમારે આ રીત મુજબ તમારા રોજિંદી ખાણીપીણીમાં થોડો ફેરફાર કરવા પડશે તો ચાલો જાણી લઈએ આવી જ એક સરળ રેસિપી વિશે.

સૌપ્રથમ તમારે એક વાટકી દહીં લેવાનું છે અને તેમાં એક ચમચી જીરું પાઉડર ઉમેરવાનો છે. આ જીરું પાઉડર બનાવવા માટે તમારે આખા જીરાને સહેજ શેકીને એ ઠંડુ પડી જાય એટલે એને મિક્સરમાં પીસી લેવાનું છે. ધ્યાન રાખો કે તમારે દહીં અને જીરા સિવાય બીજી કોઈ વસ્તુ આમાં ઉમેરવાની નથી. તમે માનો નહિ પણ આ મિશ્રણ તમારા વજનને ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

weight-loss

જો તમારે વજન ઘટાડવું હોય તો તમારે આ રેસીપીને દરરોજ  ઓછામાં ઓછા 15 દિવસ સુધી સતત ખાવી પડશે. જેના કારણે તમારા શરીરનું મેટાબોલિઝમ બરાબર રહેશે અને તે તમારા શરીરમાં વધારાની ચરબી ઝડપથી ઓગાળી દેશે અને તમારું વજન ઘટવા લાગશે.

તો આજે તમે ખૂબ જ સરળતાથી વજન ઘટાડવાની રીત જાણી છે  જેને તમે હમણાંથી જ પોતાના જીવનમાં અપનાવી શકો છો અને તમારા વધતા વજન પર કાબુ મેળવી શકો છો. આશા છે કે અમે આપેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે

Leave a Comment