આજકાલ ઘણા લોકો મને કહેતા હોય છે કે તમે તો ઘણા સમયથી ચશ્મા પહેરો છો અને હવે તો નંબર દૂર કરવા માટેનું ઓપરેશન પહેલા કરતા બહુ સસ્તું અને સરળ બન્યું છે તો પછી ઓપરેશન કરાવી લો ને એટલે આ ચશ્મા પહેરવાથી મુક્તિ મળે. પણ તમને જણાવી દઉં મેં મારી સામે એવા ઘણા કિસ્સા જોયા છે જેમાં આંખના ઓપરેશન કરાવ્યા પછી થોડો સમય બધું બરાબર રહે છે પણ અમુક સમય પછી એવો એક દિવસ આવે છે કે પરિસ્થતિ જે પહેલા હતી એ થઇ જાય છે. ફરીથી ચશ્મા તો પહેરવા જ પડે છે.
એટલે આજસુધી મેં તો કોઈની એવી સલાહ માની નથી કે ઓપરેશન કરાવી લેવું જોઈએ અને ઓપરેશન એ કાંઈ છેલ્લો ઉપાય તો છે નહિ કે આપણે તેની પાર વિશ્વાસ કરી લઈએ. આપણા દેશનું આયુર્વેદ આજે ફક્ત આપણા દેશમાં જ નહિ વિદેશોમાં પણ લોકો માનતા થયા છે. ઘણા લોકોને આનો ફાયદો થયો છે હા એટલી વાત સાચી કે દવાઓ જેટલી ઝડપી અસર તમને આયુર્વેદ નહિ આપી શકે પણ દવાઓ અને ગોળીઓની જે અસર તમારા શરીર પર પડશે અને તેનાથી જે નુકશાન થશે એ આયુર્વેદથી ક્યારેય નહિ થાય.
ઉતાવળે આંબા ના પાકે એવું કામ હોય છે આયુર્વેદનું જો તમે સચોટ અને અકસીર ઈલાજ શોધો છો તો તમારે આયુર્વેદ અપનાવવું જ જોઈએ અને તેમાં તમારે સંપૂર્ણ ધીરજ રાખવી જ પડે. આજે અમે તમને આયુર્વેદમાં જણાવેલ એવા અમુક ફળ અને શાક વિષે જણાવીશું જેનાથી તમારી આંખો તો તેજ થશે જ સાથે સાથે નંબર પણ ઓછા થશે અને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ એ ટોપ 3 વસ્તુઓ. તમે હજી અમારું પેજ લાઈક નથી કર્યું તો જરૂર કરજો જેથી અમારી આવનારી આવી જ બીજી ઉપયોગી માહિતી તમે વાંચી શકો.
1.પાલક : આપણા વડીલો અને ઘરના દાદી નાની કહી કહીને થાક્યા કે પાલક ખાવ, પાલકનો જ્યુસ પીવો પણ આપણે ટસના મસ થઈએ તો ને. આમ જો એક્સપર્ટ લોકોનું માનીએ તો પાલકમાં વિટામિન એ ભરપૂર માત્રમાં હોય છે જેનાથી આપણી આંખો આપણે ઘરડા થઈએ ત્યાં સુધી સારી રહે છે. આટલું ઓછું નથી પાલકમાં રહેલ એંટીઓક્સીડેંટ એ શરીરમાં કેન્સર થવાના જોખમને ઘટાડે છે. એટલે આટલી અમારી વાત માનો જો તમે ઈચ્છો છો કે તમારી આંખો સારી થાય તો આજથી પાલક ખાવાની શરૂઆત કરો. અરે કાંઈ નહિ તો પાલક પનીર પણ ઓછા મસાલા અને તેલ સાથે ખાવ.
2.લીંબુ : લીંબુના ફાયદા તો આજે ઘરે ઘરે લોકો જાણતા થયા છે કેમ કે કોરોનાકાળમાં જે રીતે લોકોએ પોતાની ઇમ્યુનીટી વધારવા લીંબુનો ઉપયોગ કર્યો છે કે ના પૂછો વાત. વાત ખોટી પણ નથી હો લીંબુના ઉપયોગથી શરીરમાં રહેલ ઇન્ફેક્શનના કણોને દૂર થાય છે. લીંબુનું પાણી જો તમે દરરોજ બપોરે પીવો છો તો તે લાંબાગાળે આંખના નંબર તો ઓછા કરે જ છે પણ સાથે સાથે તમને દિવસભર એનર્જીથી ભરપૂર રાખે છે.
3.કેપ્સિકમ : હા તમને વાંચીને નવાઈ લાગશે પણ કેપ્સિકમમાં ખાટા ફળ જેટલી માત્રમાં વિટામિન્સ હોય છે. જો તમે નિયમિત તમારા ડાયટ સલાડમાં કેપ્સિકમ ખાવ છો તો તમને આંખના નંબર ઘટવાની શક્યતા વધી જાય છે. કેપ્સિકમમાં રહેલ પોષકતત્વોથી તમારા તણાવમાં તમને રાહત થશે. તણાવ એ આંખો દુખવા પાછળનું મુખ્ય કારણ છે. તણાવ એ આજકાલની મુખ્ય સમસ્યા છે. તણાવ લીધે આપણને સતત માથાનો દુખાવો રહેતો હોય છે અને તેની અસર આપણી આંખો પર પડે છે.
બને ત્યાં સુધી નાની નાની વાતોમાં ખુશ રહેવાની કોશિશ કરો. તમે જેટલા ખુશ રહેશો એટલી અસર તમારા જીવન પર થશે અને તમારી આંખો વધારે સમય સુધી સ્વસ્થ રહેશે. કેમ કે શરૂઆતમાં મેં જેમ કહ્યું એમ આંખોનું ઓપરેશન કરાવવું એ કોઈ સરળ ઉપાય નથી. આયુર્વેદથી તમને ફાયદો જરૂર થશે બસ યોગ્ય સમય અને ધીરજ સાથે અપનાવો સરળ ઉપાય. અમારી આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો.
નોંધ: મિત્રો ઉપર દર્શાવેલા બધા એક દેશી ઉપચાર છે જેની કોઈ આડઅસર થતી નથી પરંતુ દરેક વ્યક્તિ ની તાશીર અલગ અલગ હોય છે. જેથી આપ આ ઔષધીનો ઉપયોગ કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ લેવા વિનંતી. અમે આ માહિતી પુસ્તકો અને અમુક અનુભવી વૈધ પાસેથી મેળવીને લખી છે. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.