પેટમાં થતા ગેસથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

આજકાલ ડાયટ અને લાઇફસ્ટાઇલમાં સમાનતા ન હોવાને કારણે પેટમાં ગેસની સમસ્યા થવી એ સામાન્ય વાત બની ગઈ છે. પણ આયુર્વેદ અનુસાર જેટલા પણ પેટના રોગો છે એ બધા આપણા શરીરના ત્રિદોષના કારણે થાય છે. એટલે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોને શાંત કરવાના ઉપચાર કરવા જોઈએ.

ગેસની બીમારી કોઈ સ્વતંત્ર રોગ નથી પણ પાચનતંત્રની કમજોરીના કારણે ઉતપન્ન થતું એક લક્ષણ માત્ર છે પણ એની વ્યાપકતા એવી હોય છે કે એ કોઈ બીમારીથી ઓછું નથી લાગતું.

શુ હોય છે ગેસ? ( પેટમાં ગેસ થવાના કારણો )

પેટથી જોડાયેલી સમસ્યામાં પેટમાં ગેસ થવો એ સમાન્ય સમસ્યા છે. જ્યારે આપણે જમીએ છીએ ત્યારે પાચનક્રિયા દરમિયાન હાઇડ્રોજન, કાર્બનડાયોક્સાઇડ અને મિથેન ગેસ નીકળે છે જે ગેસ બનવામાં કે એસીડીટી થવાનું કારણ હોય છે. આમ તો આયુર્વેદ અનુસાર પવત સંબંધિત બધી સમસ્યાઓ શરીરના ત્રિદોષના કારણે થાય છે અને આ રોગમાં જઉં, મગ, દૂધ મધ વગેરેનું સેવન કરવું જોઈએ.  જ્યારે પાચન સારી રીતે નથી થતું તો પેટમાં બનાર કાર્બનડાયોક્સાઇડ અને પ્રાણવાયુ બહાર નીકળી શકે છે.

ગેસ નો ઉપચાર ( ગેસ દૂર કરવાના સરળ ઉપાય )

સામાન્ય રીતે ગેસ થવાના કારણે પેટમાં દુખાવો થાય છે એનાથી રાહત મેળવવા માટે ઘરેલુ નુસ્ખાને જ અપનાવવામાં આવે છે. એમાં એ જ વસ્તુઓ હોય છે જે સરળતાથી ઘરમાં મળી જાય કે એનો ઉપયોગ કરવાની રીત સરળ હોય. ચાલો જાણી લઈએ એ વિશે વિસ્તાર પૂર્વક.

અજમો

પેટમાં કે આંતરડામાં આંટીઓ વળતી હોય તો એક નાની ચમચી અજમામાં થોડું મીઠું નાખીને ગરમ પાણીમાં લેવાથી લાભ મળે છે. બાળકોને ઓછી માત્રામાં અજમો આપો.

હરડે

વાયુની સમસ્યા થાય તો હરડેનું ચૂર્ણ મધ સાથે મિક્સ કરીને ખાવું જોઈએ.

મરી અને સુંઠ

ભોજનના એક કલાક પછી એક ચમચી મરી, એ ચમચી સુંઠ અને એક ચમચી ઈલાયચીના દાણાને ભેળવીને પાણી સાથે પીવો.

અડધી ચમચી સુંઠ પાઉડર લો અને એમાં એક ચપટી હિંગ અને સિંધવ મીઠું ભેળવીને એક કપ ગરમ પાણી નાખીને પીવો. એ ગેસની સમસ્યાને ખતમ કરે છે.-

સંચળ

અજમો, જીરું, નાની હરડે અને સંચળ બધું સરખા પ્રમાણમાં ભેળવીને પીસી લો. મોટા માટે 2 થી 6 ગ્રામ જમ્યા પછી તરત પાણી સાથે લો. બાળકો માટે એનું પ્રમાણ ઓછું કરી દો.

આદુ

આદુના નાના ટુકડા કરીને એની ઉપર મીઠું ભભરાવીને આખા દિવસમાં બને એટલી વધુ વાર એને ખાતા રહો. ગેસની તકલીફથી છુટકારો મળશે, શરીર હળવું થશે અને ભૂખ પણ લાગશે. આ ગેસની સમસ્યાથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે.

ટામેટા

ભોજનની સાથે સલાડ તરીકે ટામેટાનું રોજ સેવન કરવું એ ખૂબ જ લાભદાયી બને છે..જો એના પર સંચળ નાખીને ખાવામાં આવે તો વધુ લાભ મળે છે. પણ એકવાતનું ધ્યાન રાખો કે3 પથરીના દર્દીઓએ કાચા ટામેટા ન ખાવા જોઈએ.

મરી પાઉડર

ગેસના કારણે જો માથું દુખતું હોય તો ચામાં મરીનો ભૂકો નાખીને પીવો. આ ચા પીવાથી ઘણો જ ફાયદો થાય છે.

આદુ અને લીંબુ

થોડા તાજા આદુના ટુકડાને સ્લાઈસ કરેલ લીંબુમાં પલાળીને રાખો અને એને ભોજન પછી ચૂસવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે.

આયુર્વેદિક ઉપાય :

ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે આયુર્વેદિક ઈલાજ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે કારણ કે એ સરળતાથી ઘરમાં મળી જાય છે અને એની સાઈડ ઇફેક્ટસ થવાની સંભાવના પણ ઓછી હોય છે.

લીંબુની સિકંજી

રોજ સવારે ખાલી પેટ લીંબુની મીઠી સિકંજીને બે મહિના સુધી સેવન કરો. ખાટા ઓડકાર આવવા અને મોઢાનો સ્વાદ કડવો થવા જેવી તકલીફથી આરામ મળશે.

લવિંગ

ભોજન કર્યા પછી બન્ને સમયે એક એક લવિંગ સવાર સાંજ ચૂસવાથી ખાટા ઓડકાર નથી આવતા. એનાથી ગેસની સમસ્યાનો ઈલાજ થઈ શકે છે.

ડોકટર પાસે ક્યારે જવું જોઈએ

સમાન્ય રીતે ગેસની સમસ્યાને સામાન્ય બીમારી જ માનવામાં આવે છે પણ ક્યારે એના લક્ષણ ગંભીર થઈ જાય અને એક સપ્તાહથી વધુ સમય સુધી એસીડીટી ઓછી ન થઈ રહી હોય તો ડોકટરની સલાહ લઈ લેવી જરૂરી હોય છે.

તો જો હવે તમે પણ ગેસની સમસ્યાથી પીડાઈ રહ્યા હોય તો અમે જણાવેલ આ નુસ્ખા ચોક્કસથી અપનાવી જોજો, તમને સમસ્યાથી ચોક્કસથી છુટકારો મળી જશે. આશા છે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

Leave a Comment