સાળંગપુર કષ્ટભંજન દેવનો રહસ્યમય ઈતિહાસ દાદાના ભક્ત હોવ તો જરૂર વાંચી શેર કરજો

સાળંગપુર હનુમાન દાદા

કહેવાય છે કે બજરંગ બલી, હનુમાનજીના આ મંદિરમાં આવીને ભક્તોના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે. ટી સોનાના સિંહાસન પર બેસીને ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. પછી કોઈની ખરાબ નજર હોય કે શનિનો પ્રકોપ હોય. અહીંથી કોઈ ખાલી હાથે જતું નથી. ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં ખૂણે ખૂણે એની ખ્યાતિ વ્યાપેલી છે. જેના ચમત્કાર આજે પણ લોકો જુવે  છે.

તો ચાલો આજે ગુજરાતમા આવેલા નાનકડા ગામ સારંગપુર ધામની વાત કરીએ. સારંગપુર ગામમાં હનુમાનજી નું ભવ્ય મંદિર આવેલું છે. જે ચમત્કારિક છે. એ મંદિરના જેટલા ચમત્કારોનું વર્ણન કરેલું છે.

ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપુર ગામમાં કષ્ટભંજન હનુમાન દેવ બિરાજમાન છે. જે આજે સારંગપુર હનુમાન ના નામથી ખ્યાતિ પામ્યું છે. અહીં આવનાર દરેક ભક્તોને દર્શન માત્રથી જ દુઃખ દૂર થાય છે, અને સાથે સાથે એને ક્યારેય કોઈ શત્રુ પીડા કે ગ્રહપીડા નડતી નથી.

સાળંગપુર હનુમાન દાદા

આ મંદિરનો પાયો સ્વામિનારાયણ પંથ સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત ગોપાલનંદ સ્વામીએ મંદિરનો પાયો નાખ્યો હતો. આજથી આશરે ૧૭૦ વર્ષ પહેલા આ મંદિરનો પાયો નખાયો હતો.

અહીં અમે દરેક વ્યક્તિની દર્શન માત્રથી જ મનોકામના પૂર્ણ થાય છે. સાથે વ્યક્તિ બધી નકારાત્મક અસર માંથી મુક્ત થાય છે, અને જીવનમાં સુખી થાય છે. સારંગપુર નુ મંદિર ભૂત-પ્રેતથી મુક્તિ અપાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. કોઈ વ્યક્તિ પર ખરાબ આત્મા ની નકારાત્મક અસર હોય કે પછી મેલી  જમીન માં પડી ગયો હોય આ મંદિરમાં હોવાથી દૂર થાય છે.

એક સમય હતો જ્યારે આ ગામમાં કોઈ સાધુ-સંત કે વ્યક્તિ આવવા માટે રાજી ન હતા. આજે આ ગામમાં રોજ પાંચ હજારથી પણ વધુ ભક્તજનો માત્ર દર્શન કરવા માટે આવે છે. એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ગોપાલનંદ સ્વામીએ આ ગામનો ઉદ્ધાર કરવા, અને ગામના લોકોના કષ્ટ નિવારણ માટે જ કરી હતી.

એવા સમયમાં વાઘા ખાચર ની વાત સાંભળી ને ગ્રામજનોના કલ્યાણ માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ ગામમાં આજે પાંચ હજારથી પણ વધુ લોકો દર્શન કરવા માટે આવે છે. એમાં પણ જ્યારે શનિવાર કે મંગળવાર હોય ત્યારે અહીં આવનારા દર્શનાર્થીઓની ભીડ ત્રણ ગણી વધી જાય છે.

સાળંગપુર ગામ માં હનુમાનજી મંદિરના પરિસરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ મોટું મંદિર આવેલું છે. આ ઉપરાંત નારાયણ કુંડ એ અહીં આવનારા દર્શનાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. સાળંગપુર થી થોડે દુર કુંડળ કરીને સ્વામિનારાયણ ધામ આવેલું છે. જે પર્યટન સ્થળ તરીકે પણ ઓળખાય છે. તો તમે આરામથી એક દિવસનો પ્રવાસ ગોઠવીને સારંગપુર અને કુંડળ ધામ ના દર્શન કરી શકો છો.

કષ્ટભંજન દેવ સાળંગપુર

સાળંગપુર હનુમાન દાદા

આ મંદિરમાં તમને દાદાની મૂર્તિના દર્શન એક સ્ત્રી ને પગમાં દબોચી રાખી હોવાનું દેખાશે, જ્યારે કષ્ટભંજન હનુમાન દાદાની આ મૂર્તિ પાછળ પણ એક ઇતિહાસ રહેલો છે.

એવું માનવામાં આવે છે કે એક સમયે શનિદેવ અને હનુમાન દાદા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે હનુમાનજી થી બચવા માટે શનિદેવે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, પરંતુ તે છતાં પણ હનુમાનજી તે બચી શક્યા નહોતા, અને હનુમાનજીએ તેમને પોતાના પગ નીચે દબોચી લીધા હતા. એ ઘટનાની સાક્ષી રૂપે જ આ મૂર્તિ બિરાજમાન છે. ઇતિહાસને પણ જીવંત રાખે છે.

આ મંદિરમાં દર્શનની સાથે મંદિર ની કોતરણી અને ભવ્યતા પણ ધ્યાન ખેંચે એવી છે. એના પર ખૂબ જ ઝીણવટપૂર્વક કરેલું નકશીકામ મનને મોહી લે છે. બે ઘડી મંદિરમાં ઊભા રહીએ તો પણ જાણે મંદિર ને સતત જોયા કરવાનું મન થાય એવું જ ઝીણવટપૂર્વક નું અદભુત નકશીકામ આ મંદિરમાં કરવામાં આવેલું છે.

આ મંદિરમાં આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ આવેલું છે. દર્શનાર્થીઓના રાત્રિ રોકાણ માટે આ મંદિરમાં વિશાળ ધર્મશાળાની પણ સુવિધા કરવામાં આવી છે. મંદિર ની આરતી ધર્મશાળામા 180 જેટલા એ.સી.  રૂમ અને 350 જેટલા નોન એ.સી. રૂમ આવેલા છે. જેનું ભાડું 200 થી લઈને 1200 રૂપિયા સુધીનું છે. ધર્મશાળા ની અંદર અગાઉથી બુકીંગ કરીને જવાની કોઈ પણ વ્યવસ્થા નથી, પરંતુ ધર્મશાળા એટલી મોટી છે કે તમને ત્યાં રૂમ મળી જ રહેશે.

જો તમે સારંગપુર દર્શન કરવા જવાની ઇચ્છા રાખતા હોવ, તો મંદિરની અન્ય સુવિધા વિશે પણ જણાવી દઈએ. અહીં ધર્મશાળાની વ્યવસ્થા તો છે જ પરંતુ અહીં આવનાર તમામ ભાવિક ભક્તો અને સાધુસંતો માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા પણ છે. એ સાથે જ સવારે ચા-નાસ્તાની પણ ઓન વ્યવસ્થા આપવામાં આવે છે.

અમને આશા છે કે આજના આર્ટિકલમાં જણાવેલ સાળંગપુર ધામ નો ઇતિહાસ અને અન્ય માહિતી આપને  જરૂર થી પસંદ આવશે.

Leave a Comment