99% લોકોને નથી ખબર ભગવાન રામ અને સીતાની ઉંમરમાં કેટલા વર્ષનું હતું અંતર જાણો રામાયણનુ આ રહસ્ય…

શાસ્ત્ર અનુસાર સીતા માતાનું નામ અને તેમની ઉત્પત્તિનું રહસ્ય છુપાયેલું છે. મહારાજા જનકની મિથિલાના રાજા હતા અને તેમને એક પણ સંતાન નહોતું.

ભગવાન રામ અને માતા સીતા કરોડો લોકોના આરાધ્ય દેવ – દેવી છે. બંનેનું જીવન આજે પણ લોકો માટે એક મિશાલ છે.

આ વચ્ચે એક પ્રશ્ન ઘણાં લોકોના મનમાં ઊઠે છે. ભગવાન રામ અને માતા સિતા વચ્ચે ઉંમરનું કેટલાં  વર્ષનું અંતર હતું.

એ પ્રશ્નનો જવાબ રામાયણમાં છે. રામાયણમાં એને ઉદ્દેશીને એક દોહો રજૂ કરવામાં આવેલો છે, તો જાણો એ દુહા વિશે. એ દોહો છે.

‘ वर्ष अठारह की सिया, सत्ताईस के राम। कीन्हो मन अभिलाष तब, करनो है सुर काम ।। ‘

અર્થાત ભગવાન રામ અને સીતા માતા વચ્ચે વચ્ચે નવ વર્ષનું અંતર હતું. એ ઉપરાંત વાલ્મિકી રામાયણ અનુસાર માતા સીતા કરતા  ભગવાન રામ સાત વર્ષ અને એક મહિનો મોટા હતા.

રામના જન્મ ના સાત વર્ષ અને એક મહિના પછી મિથિલામાં માતા સીતાનું પ્રાગટય થયું હતું.

માતા સીતાનું જીવન ચરિત્ર સ્ત્રીઓ માટે માર્ગદર્શક નું કામ કરતું આવ્યું છે. ભગવાન શ્રીરામને પ્રસન્ન કરવા માટે પણ માતા જાનકી નું વ્રત કરવામાં આવે છે. વૈષ્ણવ ધર્મના મતાનુસાર ફાલ્ગુન પક્ષની નવમી તિથિના દિવસે જાનકી નવમીનું વ્રત કરવાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે.

આ વ્રત વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ માં કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે માતા સીતાની સર્વમંગલદાયની, વરદાયની, આદ્યશક્તિ માનવામાં આવે છે. વિશ્વંભર નામના ઉપનિષદમાં ૐ नमः सीता राम्याभ्यम|  એ શ્લોકનો મહિમા બતાવ્યો છે. વળી શુક્ સંહિતામાં જણાવવામાં આવ્યું છે કે રામ એ જ કૃષ્ણને સીતા એ જ રાધા છે.

વનવાસ, રાવણ દ્વારા અપહરણ, શ્રીરામ દ્વારા ત્યાગ,  અગ્નિ પરીક્ષા આ બધા પ્રસંગોમાં એમની પતિવ્રત ની કસોટી થાય છે. સીતા માતાના ચરિત્રમાં નારી સુલભ વૃત્તિઓ પણ દેખાય છે. રાક્ષસોને દંડ ન દેવા હનુમાનજી ને સમજાવતા સીતા માતામાં નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે. સીતા હૃદય તો વાત્સલ્ય અને મમતા ભર્યું છે. ક્યાંય કૃત્રિમ વ્યવહાર નથી. સેવા, શીલ, સમર્પણ,  સહનશીલતાની ગુરુ સુગંધ ફેલાવે એવી આદર્શ ભારતીય નારી જીવનનો આદર્શ સીતા માતાના ચરિત્ર માંથી પ્રગટ થાય છે.

સીતા માતાના અગ્નિ પ્રવેશ વખતે બ્રમ્હાજી શ્રી રામને કહે છે કે, ‘ સીતાજી લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો ‘ ભાગવતમાં પણ લખ્યું છે કેમ ભગવાન શ્રી રામે અવતાર અને માતા સીતાને લક્ષ્મીજી નો અવતાર છે.

સંતાન પ્રાપ્તિ અર્થે અને પતિની લાંબી ઉંમરની કામના અર્થે જાનકી નવમી નું વ્રત કરવામાં આવે છે. એ સિવાય જાનકી નવમીનું વ્રત સૌભાગ્ય વતી સ્ત્રીઓ દ્વારા પોતાના વૈવાહિક જીવનની સુખ શાંતિ માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જાનકી નવમું વ્રત કરવાથી ભગવાન શ્રીરામ પણ પ્રસન્ન થાય છે, અને વ્રત કરનાર પર સદાય એમની કૃપા બની રહે છે.

શાસ્ત્રોના મતાનુસાર સીતા માતાના નામમાં જ એમની ઉત્પત્તિનું રહસ્ય છુપાયેલું છે.

મિથિલાના રાજા મહારાજ જનક નિઃસંતાન હતા. તેઓ એકવાર  સંતાન પ્રાપ્તિની કામના અર્થે યજ્ઞ કરવા માટે યજ્ઞ ભૂમિ તૈયાર કરી રહ્યા હતા. એ દરમિયાન એક બાળકી પ્રગટ થઈ. એ બાળકીનું નામ સીતા રાખવામાં આવ્યું.

આમ તો જમીન ખોદવા માટે કામ આવનારા ઓજારને સીતા પણ કહેવામાં આવે છે. યજ્ઞ માટેની જમીનનું કામ કરતી વખતે મળેલી બાળકી ને રાજા જનકે પોતાની દીકરી તરીકે સ્વીકારી. એથી સીતામાતાની જાનકી અને જનક નંદિની પણ કહેવામાં આવે છે. મીથિલાની રાજકુમારી હોવાથી મૈથિલી અને રાજા જનકના વિદેહ રાજ થવાને કારણે વૈદેહી તરીકે પણ ઓળખાય છે.

માતા સીતાએ સતીત્વનું અને નારિતાનું  જીવંત પ્રતિક છે. સીતામાતાએ પોતે અનેક સંતાપ અને કષ્ટ સહન કરીને વિશેષ તેજ પ્રગટાવીને જાણે ભગવાન રામથી પણ આગળ નિકળી જાય છે. માતા સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી રહે છે. ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ જાય છે. વેદમાં સીતામાતાને કૃષિની દેવી માનવામાં આવી છે.

આજના આર્ટિકલમાં અમે માતા સીતા અને ભગવાન રામ વિશે જાણકારી આપી, અને અમને આશા છે આ જાણકારી આપને જરૂરથી ગમશે.

Leave a Comment