21 આયુર્વેદિક હેલ્થ ટિપ્સ જે તમારા જીવનને બનાવસે સુખમય

આજની બીઝી લાઇફસ્ટાઇલમાં શરીરને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવું એ એક મોટું ચેલેન્જ છે. પણ ચિંતા ન કરો આ સમસ્યાનું સમાધાન માટે આજે અમે તમને 21 હેલ્થ ટિપ્સ વિશે જણાવીશું. તો ચાલો એ હેલ્થ ટિપ્સ વિસ્તાર પૂર્વક ચર્ચા કરીએ.

ભરપૂર ઊંઘ લો :

7થી 8 કલાકની ઊંઘ તમને આખો દિવસ એનર્જેટિક રાખી શકે છે. પણ એ માટે તમારે રાત્રે જલ્દી સુઈ જવું અને સવારે જલ્દી ઉઠી જવું જોઈએ.

સવારે ઉઠીને કોગળા કર્યા વગર પાણી પીવો :

જ્યારે સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢાની લાળમાં લયીસોજાયમ એન્ઝાઇમ હોય છે જે પેટ અને પાચનતંત્રને સ્વચ્છ રાખે છે. એટલે સવારે ઉઠતાંવેંત કોગળા કર્યા વગર 1 લીટર જેટલું હુંફાળું પાણી એક એક ઘૂંટડો કરીને પીવો.

હળવા તડકામાં બેસવું :

સવારના સમયના તડકામાં વિટામિન ડી હોય છે જે શરીરની સ્કિન અનવ આંખોને સ્વસ્થ રખવામાં મદદ કરે છે

સવારના સમયે યોગાસન અને પ્રાણાયામ કરો :

સવારના સમયે નિયમિત રીતે યોગાસન અને પ્રાણાયામ કરવાથી શરીરમાં ચુસ્તી, ફુર્તિ અને ચહેરા પર નિખાર રહે છે.

સવારના સમયે નાસ્તો જરૂર કરો :

સારા સ્વાસ્થ્ય માટે સવારના સમયે પ્રોટીન અને કરબોહાઇડ્રેટ યુક્ત નાસ્તો જરૂર કરો. જો તમે સવારે નાસ્તો કરો છો તો તમારો આખો દિવસ સ્ફૂર્તિલો વિતે છે.

જમવાના અડધા કલાક પહેલા સલાડ ખાઓ :

સલાડ ભોજનના પાચનમાં ખૂબ જ અગત્યનું છે કારણ કે સલાડ મીનરલ્સનો સારો સ્ત્રોત છે. જમવાના અડધા કલાક પહેલાં સલાડ ખાવાથી ભોજનનું પ્રમાણ પણ કન્ટ્રોલમાં રહે છે.

દૂધ અને ફળોને ડાયટમાં સામેલ કરો :

સવાર સાંજ નાસ્તામાં સીઝનલ ફ્રુટ જરૂર લો. રાત્રે જમ્યા પછી એક ગ્લાસ દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

જમ્યા પછી તરત પાણી ન પીવો :

જમ્યા પછી આપના પાચનતંત્રની જઠરાગ્નિ ક્રિયાશીલ હોય છે જે ભોજનને પચાવીને એમાંથી પોષકતત્વો ઉર્જા સ્વરૂપે આખા શરીરમાં પહોંચાડે છે. પણ જો આપણે જમ્યા પછી તરત પાણી પીએ છીએ તો જઠરાગ્નિ મંદ પડી જાય છે.

ભોજનને ચાવી ચાવીને ખાઓ :

આપના મોઢાની લાળ ભોજનના પાચન માટે ઉત્તમ છે. એટલ આપણે ચાવી ચાવીને ભોજન કરવું જોઈએ જેથી અધિક લાળ ભોજન સાથે ભળે.

જમીન પર બેસીને જમો :

જ્યારે આપણે આરામથી જમીન પર બેસીને જમીએ છીએ તો શરીરની પોઝિશન નેચરલ હોય છે જે શરીર અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.

ખાવાના તેલને બદલતા રહો :

ખાવાના સરસવના તેલ અને સોયાબીન ઓઇલમાં ઓમેગા 3, સીંગતેલમાં ઓમેગા 6 તત્વ હોય છે. આ બન્ને તત્વોનું નિયંત્રિત પ્રમાણ શરીર માટે જરૂરી છે.

અઠવાડિયામાં એકવાર આખા શરીરનું માલિશ કરો :

શરીરનું માલિશ આખા શરીરને ઉર્જાવાન અને તાજગીનું સંચારણ કરવા માટે વર્ષો જૂનો ઉપાય છે.

ખાંડ અને મીઠાનો ઉપયોગ ઘટાડો :

ખાંડ અને મીઠાનું વધુ પડતું સેવન બીપી અને ડાયાબીટીસ જેવી બીમારીઓને જન્મ આપે છે. એટલે એનો ઉપયોગ કાબુમાં રાખો.

ચા, કોફી અને સિગરેટનું સેવન ન કરો :

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે ચા કોફી અને સિગરેટનું સેવન ઘટાડવું જોઈએ. કારણ કે આ ત્રણેયમાં કેફીન હોય છે જે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે.

રાતનું ભોજન ભૂખ કરતા ઓછું અને સુવાના 3 કલાક પહેલાં લો :

રાત્રે હમેશા ભૂખ હોય એ કરતા ઓછું ખાવું જોઈએ. અને ભોજનને પચાવીને જ સૂવું જોઈએ. એટલે સુવાના 3 કલાક પહેલાં જમી લેવું જોઈએ.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો :

શરીરને ડિટોક્સ કરવા માટે અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ ચોક્કર કરો. કારણ કે ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે

સાંજે ઝડપથી ચાલો :

ઝડપથી ચાલવું એ ખૂબ જ સારી એક્સરસાઇઝ છે. સારા હેલ્થ માટે ડિનર પછી એક ચક્કર જરૂર મારો.

તમારા શોખ માટે સમય ફાળવો :

તમારા શોખને એન્જોય કરો કારણ કે શોખ તમે મનથી એન્જોય કરશો.

મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરો :

મિત્રો સાથે પસાર કરેલો સમય ખૂબ જ ખુશનુમા અને મજેદાર હોય છે. જેનાથી મન પ્રસન્ન રહે છે. ને એક પ્રસન્ન મન જ એક હેલ્ધી લાઇફનો પાયો છે.

કારણ વગર કોઈ વાત કે કામની ચિંતા ન કરો :

સ્ટ્રેસ એ ઉધઈ જેવું છે જે તમારા શરીરને અંદરથી કોરી ખાય છે. એટલે કારણ વગરની ચિંતા ન કરો

વ્યસ્ત રહો અને મસ્ત રહો :

છેલ્લે સો વાતની એક વાત આપણે જેટલા વધુ પોતાન કામ, ફેમીલી, મિત્રો અને શોખને સમય આપીશું એટલે જ વધુ આપણે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીશું

તો હવે તમે પણ આ હેલ્થ ટિપ્સ અપનાવીને રહેજો ફિટ એન્ડ ફાઇન. આશા છે અમે જણાવેલી માહિતી તમારા રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે

Leave a Comment