રાત્રે સૂતી વખતે દૂધ સાથે કરી જુઓ આ વસ્તુઓનું સેવન

દૂધ એક સંપૂર્ણ આહાર છે. ફક્ત બાળકો માટે જ નહીં પરંતુ દૂધ દરેક ઉંમરના લોકો માટે  ખૂબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ , આયોડીન , પોટેશિયમ , ફોસ્ફરસ,  વિટામિન ડી ના ગુણ હોય છે.

સામાન્ય રીતે ઘણા લોકો રાત્રે ગરમ દૂધનું સેવન કર્યા બાદ સુતા હોય છે, અને ખરેખર રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું ખૂબ જ હિતાવહ છે. એનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, સાથે ઉંઘ પણ સારી આવે છે, પરંતુ જો દૂધમાં એક ચમચી મધ અને એક તજ મિક્સ કરીને એનું સેવન કરવામાં આવે તો એના અદભુત ફાયદાઓ મળી શકે છે.

દૂધ ના ફાયદા :

દૂધનું સેવન આપણી ત્વચા થી શરૂ કરીને આપણા પુરા સ્વાસ્થ્ય માટે અને ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓમાં પણ ફાયદાકારક છે. દૂધના સેવનથી અને લાભ પ્રદાન થાય . જે આજે અમે આર્ટિકલમાં જણાવીશું.

પ્રથમ પ્રથમ તો એ મુખ્ય વાત છે કે દૂધ પીને સુવાથી ઊંઘ સારી આવે છે. કારણ કે દૂધમાં એમીનો એસિડ હોય .

દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, મગજ શાંત રહે છે, અને ઊંઘ સારી આવે છે પરંતુ જો દૂધમાં તજ અને મધ મિક્ષ કરીને તેનું સેવન કરવામાં આવે તો દૂધના એન્ટીબેક્ટેરિયલ ગુણ વધી જાય છે. જે આપણા વાળ અને સ્કિન બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તજ અને મધ વાળા દૂધ વિશેના ફાયદા તો આપણે જાણીશું જ પણ એ  પહેલા આપણે એને બનાવવાની વિધિ જાણી લઈએ.

દૂધ બનાવવાની સાચી રીત :

આ દૂધ બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું, ત્યારબાદ દૂધમાં એક ટુકડો તજ નાખી દેવું, એના પછી દૂધને ઉકાળી લેવું. ત્યારબાદ ગેસ બંધ કર્યા બાદ દૂધમાં એક ચમચી મધ મિક્ષ કરી લેવું.

ત્યારબાદ તેને ગાળી લેવું. હવે આ તજ અને મધ મિશ્રિત દૂધમાં સેવન કરવા માટે તૈયાર છે. આ દૂધનું સેવન કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખવી કે આનું ગાળ્યા વગર સેવન કરવાનું નથી.

પરંતુ જો તમારી આટલી પ્રક્રિયા ન કરવી હોય તો તમે તજ ને મિક્સરમાં પીસીને એનો પાવડર બનાવીને અડધી- અડધી ચમચી તજનો પાવડર દૂધમાં મિક્સ કરી શકો છો.

નિષ્ણાંતોનું કહેવું છે કે તજ અને મધ મિશ્રિત દૂધનું સેવન આપણાં હાડકાંને મજબૂત બનાવે છે. જો રોજ નિયમિતરીતે તજ અને મધ મિશ્રિત દૂધનું સેવન કરવામાં આવે તો સંધિવાનો રોગ પણ મટી જાય છે.

તજ અને મધમાં રહેલા કેમિકલ ડાયાબિટીસને પણ કન્ટ્રોલ કરે છે. આ જ કારણથી તજ મિશ્રિત દૂધનું નિયમિત સેવન કરવાથી શુગર કંટ્રોલમાં રહે છે. ખાસ કરીને જેને હાલ પર ડાયાબિટીસ રહે એના માટે આ ઉત્તમ ઈલાજ છે.

ઉપર જણાવ્યા પ્રમાણે જો દૂધમાં તજ અને મધ મિક્સ કરવામાં આવે તો તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણો પણ આવી જાય છે. માટે જો તજ અને મધ મિશ્રિત દૂધનું નિયમિત સેવન કરવામાં આવે તો લગભગ આપણી ત્વચા અને વાળને લગતી દરેક સમસ્યા દૂર થાય છે.  આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે પરંતુ ત્વચા અને વાળને ઈંફેક્શનથી પણ બચાવે છે.

તમને જણાવી દઈએ કે પ્રાચીનકાળમાં આ રીતે જ દૂધનું સેવન કરવામાં આવતું. જો બાળકોને તજ અને મધ મિશ્રિત દૂધનું સેવન કરાવવામાં આવે તો તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, અને જલ્દી બીમાર પડશે નહીં.

આ દૂધના સેવનથી આપણી પાચનશક્તિ સુધરે છે. તેમજ જો કોઈને ગેસની સમસ્યા હોય તો એક પણ દૂર થાય છે.

ધ્યાનમા રાખવાની બાબતો :

તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે દુધ નું સેવન કર્યા બાદ તરત ક્યારેય પાણી પીવું જોઈએ નહીં. દૂધનું સેવન કર્યા બાદ તરત પાણી પીવાથી પાચનક્રિયા મંદ પડી જાય છે, પેટ ખરાબ થાય છે અને દૂધના પૌષ્ટિક ગુણો મળતા નથી. દૂધ નું પાચન થતું નથી અને એસીડીટી થવાની શક્યતા ઉભી થાય છે.

આ સિવાય દૂધનું સેવન કર્યા બાદ ખાટા ફળો ખાવા જોઈએ નહીં.

ક્યારે ભોજન કર્યા બાદ પણ તરત દૂધનું સેવન કરવું જોઇએ નહીં એનાથી ફૂડ પોઈઝનીંગ, ગેસ, પેટનો દુખાવો,  લુઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે એના પાછળ નું કારણ એ છે કે ભોજનમાં રહેલું મીઠું અને તેલ એ દૂધ ના વિરોધી આહાર છે.

અમને આશા છે કે આજના આર્ટિકલમાં જણાવેલી દૂધના સેવન વિશેની દરેક બાબત તમને ખૂબ જ ઉપયોગી નીવડશે.

Leave a Comment