લાઈટ બિલ
આજના જમાનામાં એકપણ ઘર એવું જોવા નહીં મળે જ્યાં વીજળીનો ઉપયોગ ન થતો હોય. તમે જોયું હશે કે થોડીવાર માટે પણ જો લાઈટ જતી રહે તો લોકો ઊંચા નીચા થઈ જાય છે. અને એમાંય જે રીતે અત્યારે વિકાસે વેગ પકડ્યો છે ત્યારે મોટી મોટી ઇમારતોમાં લિફ્ટ અનિવાર્ય હોય છે. એવામાં જો લાઈટ ન હોય તો લિફ્ટ ઠપ થઈ જતા જાણે જીવન અટકી ગયું હોય એમ લાગે.
શિયાળામાં તો લાઈટબીલ ઓછું આવે છે પણ ઉનાળામાં તો એસી અને કુલરના બહોળા વપરાશના કારણે લાઈટબીલ માણસની કમર તોડી નાખે છે . આવી સ્થિતિમાં વીજળી બચાવવી ખૂબ જ અગત્યનું થઈ પડે છે નહીં તો લાઈટબીલના આંકડામાં દિવસે ને દિવસે વધારો જ થતો રહેશે. અને એ માટે તમારે તમારી અમુક ટેવો સુધારવી પડશે. એનાથી તમારા માથે લાઈટબીલનો ખર્ચો બહુ નહિ આવે/
આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ આપીશું જેના દ્વારા તમારું લાઈટબીલ અડધું થઈ જશે
કપડાં આ રીતે ધોવો
દરેક સ્ત્રી સવારે કપડાં ધોતી વખતે પહેલા એ કપડાને એકાદ બે કલાક માટે પલાળી દે છે, જેથી મેલ કપાઈ જાય અને પછી એ કપડાં મશીનમાં નાખે છે જેથી જલ્દી ચોખ્ખાં થઈ જાય, તો આવી ભૂલ ન કરવી. કપડાં દિવસે ધોવાને બદલે રાત્રે ધોવા જોઈએ. દિવસે વીજળીનો વપરાશ વધુ હોવાથી વધુ ઉર્જા ખર્ચ થાય છે. અને રાત્રે વીજળીનો વપરાશ ઓછો હોવાથી ઉર્જા બચાવી શકાય છે
કપડાં ધોતી વખતે હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી વોશરનું તાપમાન સેટ કરવાની જરૂર ન પડે. આ સિવાય વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે વધુ કપડાં થાય એની રાહ ન જોવી, વધુ કપડાં મશીનમાં ધોવાથી મશીનનો લોડ વધે છે. જેના કારણે વિજળીનો વપરાશ વધે છે.
ફ્રીજનું તાપમાન આ રીતે સેટ કરો
એવું માનવામાં આવે છે કે ફ્રીજ ખાલી હોય તો લાઈટ બિલ વધુ આવે છે એટલે ફ્રિજમાં શાકભાજી અને ફળો વધુ પ્રમાણમાં રાખવા જોઈએ. એ ઉપરાંત સિઝન પ્રમાણે મોડ પણ સેટ કરવા જોઈએ. શિયાળામાં ફ્રીજનું ટેમ્પરેચર ઓછું કરી દેવું જેથી લાઈટબીલ ઓછું આવશે.
આવા બલ્બ વાપરો
આપણને બધાને જ ખબર છે કે ઘરમાં લગાવવામાં આવેલા બલ્બ હંમેશાં વીજળીનું વધારે બિલ લાવે છે. એટલા માટે સામાન્ય બલ્બની તુલનામાં એલઈડી બ્લડનો ઉપયોગ કરવો જોઈએ. તમને નવાઈ લાગશે પણ આ પ્રકારના બલ્બ તમારા 80 ટકા જેટલા વીજળીના વપરાશને ઘટાડી શકો છો. ઘરના ઇલેક્ટ્રીક બોર્ડમાં સ્માર્ટ પાવર સ્ટ્રીપનો ઉપયોગ કરો. જેથી તમે જ્યારે પણ બહાર જશો ઘરની મેઈન સ્વીચ બંધ કરવાની જરૂર નહીં પડે.
ઉનાળામાં આ ટ્રિક જરૂર અજમાવો
ઉનાળામાં ઘરના બારી બારણાં ખુલ્લા રાખો. જેથી ઘરમાં પવનની અવરજવર રહે અને ઘરમાં ઠંડક રહેવાના કારણે પંખા કે એસીની વધારે જરૂર ન પડે. આ ઉપરાંત બારી ખુલ્લી રાખવાથી ઘરમાં લાઈટ પણ કરવી પડતી નથી. સૂર્યના તાપથી બચવા માટે તમારે ઘરમાં છોડ લગાવવા.
ટીવી બંધ કરતી વખતે રાખવું આ વાતનું ધ્યાન
ઘણીવાર લોકો રાતના સમયે ટીવી માત્ર રિમોટથી બંધ કરી દે છે, સ્વીચ બંધ નથી કરતા. પણ તેમને એ વાતનો ખ્યાલ નથી રહેતો કે આમાં કરવાથી આખી રાત ટીવી ચાલુ રહે છે. જેના કારણે લાઈટ બિલ વધુ આવે છે. એટલે ટીવીને ફક્ત રિમોટથી બંધ ન કરતા એની મેઈન સ્વીચ પણ બંધ કરવી જોઈએ.
સોલાર પેનલ
આજકાલ લોકો પોતાના ઘરના ધાબા પર સોલાર પેનલ લગાવતા થઈ ગયા છે. જેના લીધે વીજળીનો વપરાશ ઓછો થઈ જાય છે. ઘરમાં ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી વગેરે જેવી વસ્તુઓ સોલાર પેનલ લગાવ્યા બાદ સોલાર એટલે કે સૌર ઉર્જાથી ચાલતી થઈ જશે અને વીજળીની બચત થશે.
આ ઉપરાંત પણ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ઘરમાં કામ વગર લાઈટ પંખા ચાલુ ન રાખવા.
ઘણા લોકોને એવી આદત હોય છે લાઈટ ચાલુ કર્યા બાદ ભૂલી જાય છે જેના કારણે લાઈટબીલ વધુ આવે છે. તો આવી આદતને સુધારી લેવી જોઈએ.
આ પણ વાચો :- જુના માં જુનો ગેસ સાફ અને ચાલુ થઈ જશે જાણો
તો હવે તમે પણ અમે જણાવેલ ઉપાયને અજમાવીને તમારા ઘરનું લાઈટ બિલ ઘટાડી શકો છો. અમે જણાવેલ ઉપાયો અજમાવ્યા બાદ અમને અભિપ્રાય આપવાનું ચુકતા નહિ
“દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.
અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.